શાકભાજીના પાકના ઉત્પાદનમાં થશે વધારો, ખેડૂતો પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો
ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.
પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે જુદા-જુદા શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
શાકભાજીના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
1. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
2. ઉપદ્રવ વધતો જણાય તો થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ટોલ્ફેનપાયરાડ ૧૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા એસીટામિપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ અથવા સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
3. રોગની શરૂઆત થાય ત્યારે એસીફેટ ૭૫ એસ.પી. ૧૦ ગ્રામ અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
4. રીંગણીની પાન કથીરીના નિયંત્રણ માટે ફેનાઝાકિવન ૧૦ મિ.લી. અથવા ડાયફેન્થુરોન ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
5. ટમેટીમા આગોતરા સુકારાના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૭૫ વે.પા. ૨૭ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૭૫ વે.પા. ૨૭ ગ્રામ અથવા લીમડાનાં તાજા પાનનો અર્ક ૫૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળી જરૂરીયાત મુજબ છંટકાવ કરવા.
આ પણ વાંચો : ખેડૂતોને મળશે વધારે ઉત્પાદન, જીરૂ, વરીયાળી અને ધાણાના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો
6. બટાકાના સુકારાના નિયંત્રણ માટે પ્રોપીકોનાઝોલ ૧૦ મિ.લી. અથવા પ્રોપીનેબ ૧૫ ગ્રામ / ૧૦ લીટર પાણીના છંટકાવ કરવો.
7. ભીંડામાં ચુસીયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે બિજને થાયોમિથોક્ઝામ ૫ ગ્રામ. / કિલો ગ્રામ માં ભેળવી વાવણીના ૧૨ કલાક પહેલા બિજને માવજત આપવું.
માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી
