AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતોને મળશે વધારે ઉત્પાદન, જીરૂ, વરીયાળી અને ધાણાના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો

ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોને મળશે વધારે ઉત્પાદન, જીરૂ, વરીયાળી અને ધાણાના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો
Cumin
| Updated on: Jan 09, 2024 | 3:55 PM
Share

ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.

પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે જુદા-જુદા શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

જીરૂના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. મોલોમશીનો ઉપદ્રવ જણાય તો શોષક પ્રકારની દવાનો છંટકાવ કરવો.

2. ડીનોકેપ ૪૮ ઈ.સી. ૧૦ મી.લી. અથવા ગંધક ૮૦% વેટેબલ પાવડર ૨૫ ગ્રામ અથવા ૩૦૦ મેશનો ગંધક પાવડર હેકટરે ૧૫ થી ૨૦ કી.ગ્રા. અથવા પ્રોપીકોનેઝોલ અથવા હેકઝાકોનેઝોલ ૧૦ મી.લી. છંટકાવ કરવો.

3. જીરૂમાં ચરમી રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૭૫% વેટેબલ પાવડર ૨૫ ગ્રામ અથવા એઝોકસીસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૦ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વે.પા. ૧૫ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઈસી ૧૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી જરુયાત મુજબ છંટકાવ કરવો.

4. ભૂકી છારો માટેસંરક્ષણાત્મક પગલાં રૂપે વાવણી બાદ ૪૫ દિવસે ૩૦૦ મેશ ગંધકની ભૂકી ૨૫ કિ.ગ્રા. / હે. પ્રમાણે સવારમાં છોડ ઉપર ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવો.

5. રોગ દેખાય કે તરત જ ઉપર જણાવ્યા પ્રમાણે ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.

વરીયાળીના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. સાકરિયાના નિયંત્રણ માટે નાઈટ્રોજન ખાતરનો ઉપયોગ ઓછો કરવો.

2. ચરમી રોગ માટે જીરુમાં બતાવેલ નિયંત્રણ મુજબ દવા આપવી.

આ પણ વાંચો : તલ અને રાઈના પાકમાં વધારે ઉત્પાદન મેળવવા ખેડૂતોએ રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરવા જોઈએ આ ખેતી કાર્યો

ઘાણાના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. ભૂકી છારાના લક્ષણો ખેતરમાં અમુક છોડમાં દેખાય કે તરત જ ૮૦ ટકા વેટેબલ સલ્ફર ૨૫ ગ્રામ અથવા ડીનોકેપ ૫ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">