AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Price: સરકાર આ રાજ્યમાં 60 રૂપિયા કિલોના ભાવે વેચી રહી છે ટામેટા, સસ્તા અનાજની દુકાન પર શરૂ થયું વેચાણ

જથ્થાબંધ બજારમાં ટામેટાની છૂટક કિંમત 110 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે શહેરના કેટલાક ભાગોમાં તે ઊંચા ભાવે વેચાઈ રહી છે. ટામેટા ઉપરાંત લીલા મરચાં, લસણ, ધાણા અને આદુના ભાવમાં પણ વધારો થયો છે. તેના ભાવ 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.

Tomato Price: સરકાર આ રાજ્યમાં 60 રૂપિયા કિલોના ભાવે વેચી રહી છે ટામેટા, સસ્તા અનાજની દુકાન પર શરૂ થયું વેચાણ
Tomato Price
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 3:40 PM
Share

Tomato Price Hike: દેશના લગભગ બધા જ રાજ્યોમાં ટામેટાના (Tomato) ભાવ એક કિલોના 100 થી 150 રૂપિયા સુધી પહોંચી ગયા છે. કેટલીક જગ્યાએ ભાવ 200 રૂપિયાને પણ પાર થઈ ગયા છે. આ દરમિયાન હવે કેટલાક રાજ્યોની સરકારો સામાન્ય લોકોની મદદ માટે આગળ આવી છે. ટામેટાના વધતા ભાવથી સામાન્ય લોકોને રાહત આપવા માટે તમિલનાડુ સરકારે મંગળવારે તેને રાહત દરે એટલે કે શહેરમાં આવેલી રાશનની દુકાનો પર વેચવાનું શરૂ કર્યું છે. સસ્તા અનાજની દુકાન પર ટામેટાનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવ્યો છે.

આ પ્રકારની પહેલ રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ કરવામાં આવશે

તમિલનાડુના સહકાર મંત્રી કે.આર. પેરિયાકરુપ્પને કહ્યું કે, લોકોની જરૂરિયાત મૂજબ આ પ્રકારની પહેલ રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ પગલું ચેન્નાઈ, કોઈમ્બતુર, સાલેમ, ઈરોડ અને વેલ્લોરમાં પન્નાઈ પસુમાઈ (ફાર્મ ફ્રેશ)ની દુકાનો પર 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચવા ઉપરાંત છે. સચિવાલયમાં સોમવારે સહકાર મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાશનની દુકાનો દ્વારા ટામેટા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Agriculture: ખેડૂતોએ કપાસ અને ડાંગરના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ

પરિવાર દીઠ 1 કિલો ટામેટા આપવાની યોજના

સહકાર મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, પડોશી રાજ્યોમાંથી ટામેટાની સપ્લાયમાં વિલંબને કારણે ટામેટાના ભાવમાં વધારો થયો છે. સહકારી વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, જરૂરિયાતમંદ પરિવારને દરરોજ 1 કિલો ટામેટા આપવાની યોજના બનાવવામાં આવી છે. પ્રથમ તબક્કામાં તે ઉત્તર ચેન્નાઈમાં 32 સ્થળો અને મધ્ય અને દક્ષિણ ચેન્નાઈમાં 25 વાજબી ભાવની દુકાનો પર વેચવામાં આવશે.

આ પણ વાંચો : Vegetable Prices: ટામેટાએ ગૃહિણીનું બજેટ બગાડ્યું, અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા મીમ્સ વાયરલ થયા

ટામેટાની છૂટક કિંમત 110 રૂપિયા પ્રતિ કિલો

સૂત્રોના જણાવ્યા અનુસાર કોયમ્બેડુ જથ્થાબંધ બજારમાં ટામેટાની છૂટક કિંમત 110 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે શહેરના કેટલાક ભાગોમાં તે ઊંચા ભાવે વેચાઈ રહી છે. ટામેટા ઉપરાંત લીલા મરચાં, લસણ, ધાણા અને આદુના ભાવમાં પણ વધારો થયો છે. તેના ભાવ 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
g clip-path="url(#clip0_868_265)">