AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetable Prices: ટામેટાએ ગૃહિણીનું બજેટ બગાડ્યું, અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા મીમ્સ વાયરલ થયા

છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદથી ગરમીમાંથી ઘણી રાહત મળી છે. પરંતુ આ વરસાદી સિઝનમાં શાકભાજી ( Vegetable)ના ભાવ આસમાને પહોંચી ગયા છે.

Vegetable Prices: ટામેટાએ ગૃહિણીનું બજેટ બગાડ્યું, અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા મીમ્સ વાયરલ થયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 1:36 PM
Share

Vegetable Prices Hike: છેલ્લા કેટલાક સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે, આ ભારે વરસાદના કારણે ટમેટાના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ગત્ત મહિને ટમેટાના ભાવ 20 રુપિયા પ્રતિ કિલો હતો આજે તે જ ટમેટાના ભાવ 130 રુપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. કેટલાક શહેરોમાં તો ભાવ આસમાને પહોંચ્યા છે. ટમેટાના ભાવ વધતા સોશિયલ મીડિયા પર કેટલાક મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે

શાકભાજીના ભાવ આસમાને

આ ચોમાસાની સિઝનમાં શાકભાજી સામાન્ય માણસનું બજેટ બગાડે છે. કમોસમી વરસાદે લોકોના ભોજનનો સ્વાદ બગાડ્યો છે. ટામેટા સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ ગયા છે, બીજી ઘણા શાકભાજીના ભાવ પણ આસમાને છે. શાકભાજીના ભાવની વાત કરીએ તો ટામેટા રૂ.110 થી 130 રૂપિયે કિલો, ભીંડા રૂ.40 રૂપિયે કિલો, કોબી રૂ. 50-60 રૂપિયે કિલો, કારેલા રૂ. 50-60 રૂપિયે કિલો, કેપ્સીકમ રૂ. 50થી 60 રૂપિયે કિલો, રીંગણ રૂ.30 રૂ. , લીલા મરચાં રૂ. 60 પ્રતિ કિલો, લીંબુ રૂ. 60, આદુ રૂ. 250 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

આ પણ વાંચો : Tomato Price: હવે ઘરે જ કરો ટામેટાની ખેતી, આ રીતે મોંઘવારીમાં બચશે હજારો રૂપિયા

શા માટે ભાવ વધી રહ્યા છે

દેશના ઘણા ભાગોમાં વરસાદ અને પૂરને કારણે પરિવહનને અસર થઈ છે, યાર્ડમાં શાકભાજીની અછત છે અને તેની અસર કિંમતો પર દેખાઈ રહી છે. ટામેટાના ભાવ આસમાને છે અને મોટાભાગના શહેરોમાં તે સદીનો આંકડો પાર કરી ગયો છે. શાકભાજીના ભાવમાં વધારો થવાનું કારણ શહેરમાં સતત ચાલુ વરસાદને કારણે પાકને થયેલા નુકસાનને કારણભૂત ગણવામાં આવે છે.

દુકાનદારોનું કહેવું છે કે, વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં શાકભાજીનો પુરવઠો ઓછો છે અને જે શાકભાજી યાર્ડ સુધી પહોંચે છે તે મોટાભાગે બગડી જાય છે. જેના કારણે શાકભાજી ખાસ કરીને ટામેટાંના ભાવ આસમાને છે. ઉંચા ભાવને કારણે ગ્રાહકો વધુ ખરીદી કરતા નથી જેના કારણે દુકાનદારોને પણ નુકશાની ભોગવવી પડી રહી છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">