કૃષિમાં નવી ટેક્નોલોજી અને ડ્રોનના ઉપયોગ પર આપવામાં આવી રહ્યો છે ભાર, ખેતીને સરળ બનાવવાનું છે લક્ષ્ય
ખેતીને સરળ બનાવવા માટે યાંત્રિકીકરણ અને ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે. વેતન ઘટાડવા અને સમયસર કામ પૂર્ણ કરવા માટે કૃષિ ક્ષેત્ર (Agriculture Sector)માં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ખેતી (Farming)નું કામ સખત મહેનત છે. આને સરળ બનાવવા માટે યાંત્રિકીકરણ અને ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે. વેતન ઘટાડવા અને સમયસર કામ પૂર્ણ કરવા માટે કૃષિ ક્ષેત્ર (Agriculture Sector)માં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આંધ્રપ્રદેશ સરકાર પણ ખેડૂતો(Farmers)ના હિતમાં કૃષિ કાર્ય માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ભાર આપી રહી છે. તેની ઝલક તેમની સરકારની યોજનાઓમાં પણ જોવા મળી છે. આંધ્ર પ્રદેશના કૃષિ મંત્રી કે કન્નાબાબુએ કહ્યું કે કૃષિ ક્ષેત્ર માટે ડ્રોનનો ઉપયોગ મંજૂર છે.
તેમણે કહ્યું કે સરકાર તબક્કાવાર કૃષિ ક્ષેત્ર માટે 10,000 ડ્રોન લોન્ચ કરશે. મંત્રીએ કહ્યું કે ડ્રોનનું સંચાલન રાયથુ ભરોસા કેન્દ્રો દ્વારા કરવામાં આવશે. આંધ્રપ્રદેશમાં આ કેન્દ્રો દ્વારા ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે છે.
20 હજાર લોકોને રોજગાર મળશે
મંત્રીએ કહ્યું કે ડ્રોન માટે સરકાર દ્વારા 200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષથી રાજ્યમાં ડ્રોન દ્વારા જંતુનાશક દવાના છંટકાવની ટ્રાયલ ચાલી રહી છે. હવે સરકાર તેને શરૂ કરવા જઈ રહી છે. ખેતીમાં ઉપયોગ માટે 10,000 ડ્રોન લોન્ચ થયા બાદ રોજગારીની નવી તકો પણ ઉભી થશે. એકલા રાયતુ ભરોસા કેન્દ્રો 20 હજાર લોકોને રોજગાર પ્રદાન કરે તેવી શક્યતા છે.
કન્નાબાબુએ કહ્યું કે આ વખતે રાજ્ય સરકારે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે 43 હજાર કરોડથી વધુનું બજેટ બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે આમાં વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રકમનો પણ સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશ સરકાર ખેડૂતોને કૃષિ હેતુ માટે મફત વીજળી આપવા પર લગભગ રૂ. 5000 ખર્ચે છે.
રાયતુ ભરોસા કેન્દ્ર ગેમ ચેન્જર સાબિત થયું
કૃષિ મંત્રીએ કહ્યું કે, રાયતુ ભરોસા સેન્ટર રાજ્યમાં ગેમ ચેન્જર સાબિત થયું છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકોને તેનો ઘણો લાભ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે તેને વધુ મજબૂત બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આગામી નાણાકીય વર્ષમાં, સરકારે રાયતુ ભરોસા કેન્દ્રો પર 18 હજાર કરોડ ખર્ચવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે કહ્યું કે સરકાર એક રાયતુ સેન્ટર વિકસાવવા માટે 21.8 લાખ રૂપિયા આપી રહી છે. રાજ્યમાં 10 હજાર 408 રાયતુ ભરોસા કેન્દ્રો ખોલવાનું કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: PM Kisan નો આગામી હપ્તો મેળવવા જલ્દી આ સરળ રીતથી કરી લો eKYC, અંતિમ તારીખ છે ખુબ નજીક
આ પણ વાંચો: Viral: બાળકનો આ જૂગાડ જોઈ દંગ રહી જશો, સરળ કરી દીધું સૌથી કંટાળાજનક કામ