AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI ના ગવર્નર શક્તિકાંત દાસે અનાજના ભાવને લઈને આપ્યું મોટું નિવેદન

શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) નાણાકીય નીતિ સમીક્ષા બાદ જણાવ્યું હતું કે ઈંધણ ફુગાવો ચિંતાનો વિષય છે. પરંતુ અનાજના ભાવમાં વધારે વધારો નહીં થાય.

RBI ના ગવર્નર શક્તિકાંત દાસે અનાજના ભાવને લઈને આપ્યું મોટું નિવેદન
RBI Governor - Shaktikanta Das
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 1:37 PM
Share

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) નાણાકીય નીતિ સમીક્ષા બાદ જણાવ્યું હતું કે ઈંધણ ફુગાવો ચિંતાનો વિષય છે. પરંતુ અનાજના ભાવમાં વધારે વધારો નહીં થાય. તેમણે કહ્યું કે જુલાઈ-ઓગસ્ટમાં સીપીઆઈ ફુગાવો નરમ પડ્યો છે. માંગનો અંદાજ સુધરી રહ્યો છે.

કેન્દ્રીય બેંકે નાણાકીય વર્ષ 22 માટે રિટેલ ફુગાવાનો દર (CPI) અંદાજ ઘટાડીને 5.3 ટકા કર્યો છે. ઓગસ્ટની પોલિસી સમીક્ષામાં આરબીઆઈએ રિટેલ ફુગાવો 5.7 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે આરબીઆઈએ રિટેલ ફુગાવો 5.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.

જાણો કયા રાજ્યમાં અનાજ ઉગાડવામાં આવે છે વર્ષ 2023 ને પૌષ્ટિક અનાજનું વર્ષ જાહેર કરવા માટે ભારત તરફથી વર્ષ 2018 માં સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) ને એક પત્ર મોકલવામાં આવ્યો હતો. જે પછી FAO ની કૃષિ સમિતિ અને કાઉન્સિલ દ્વારા દરખાસ્તનો સ્વીકાર કરવામાં આવ્યો.

દેશમાં મુખ્યત્વે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં પૌષ્ટિક અનાજની ખેતી થાય છે. હવે તેમાં ઉત્પાદન વધારવા પર ભાર મૂકવામાં આવશે.

વર્ષ 2017 માં મિલેટ્સની નિકાસ (Millets Export) 21.98 મિલિયન યુએસ ડોલર હતી, જે 2020 માં વધીને 24.73 મિલિયન યુએસ ડોલર થઈ છે. 96 ઉચ્ચ ઉપજ આપનાર, રોગ પ્રતિરોધક, જેમાં 10 પોષક-અનાજ પાકો અને 3 બાયોફોર્ટીફાઇડ જાતો બહાર પાડવામાં આવી છે. નવી ઉચ્ચ ઉપજ આપતી જાતો અને વર્ણસંકરના ગુણવત્તાવાળા બિયારણની ઉપલબ્ધતામાં વધારો થયો છે. વર્ષ 2020-21માં 5780 ક્વિન્ટલ બીજનું ઉત્પાદન થયું છે.

80 ટકા પૌષ્ટિક અનાજ આબોહવા પ્રતિરોધક પાક છે, જે 131 દેશોમાં ઉગાડવામાં આવે છે. તે ખોરાક માટે ઉગાડવામાં આવતો પ્રથમ અનાજ પાક છે, જેનો પુરાવો 3000 પૂર્વે સિંધુ સંસ્કૃતિમાં મળી આવ્યો હતો. એશિયા અને આફ્રિકામાં લગભગ 59 કરોડ લોકો માટે તે પરંપરાગત ખોરાક છે તેમાં બાજરા, જુવાર, રાગી, કાંગની, કુટકી, ચીના, સાવાં, બ્રાઉનટોપ મિલેટ, ટેફ મિલેટ, ફોનીઓ મિલેટનો સમાવેશ થાય છે.

ભારતમાં લગભગ 140 લાખ હેક્ટર વિસ્તારમાં આશરે 20 લાખ ટન બાજરીનું ઉત્પાદન થાય છે. વૈશ્વિક સ્તરે 717 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં 863 લાખ ટન બાજરીનું ઉત્પાદન થાય છે. ભારતના બાજરી ઉત્પાદન એશિયાના 80 ટકા અને વૈશ્વિક ઉત્પાદનમાં 20 ટકા છે.

આ પણ વાંચો : ખેડૂતોએ ઓક્ટોબર માસમાં જુદા-જુદા શાકભાજીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

આ પણ વાંચો : સાબરકાંઠાના હિમતનગરની APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8260 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">