ખેડૂતોએ ઓક્ટોબર માસમાં જુદા-જુદા શાકભાજીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ઓક્ટોબર માસમાં જુદા-જુદા શાકભાજીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Vegetable Crops

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે જુદા-જુદા શાકભાજીના પાક (Vegetable Crops) શું કરવું.

1. શિયાળુ શાકભાજીના તૈયાર થયેલી ધરૂઓની ફેર રોપણી ભલામણ મુજબના રાસાયણિક ખાતરો આપવા.
2. રવિ ઋતુમાં શાકભાજી પાકો માટે ધરૂવાડિયાની તેમજ વાવણીની તૈયારી કરવી.
3. શાકભાજીના પાકમાં બિયારણને થાયરમ અથવા કાર્બેન્ડાઝીમનો પટ અવશ્ય આપવો.
4. ટામેટા-જૂનાગઢ રૂબી, ગૂજરાત ટમેટા-૨, આણંદ ટમેટા-૩ અને ગૂજરાત આણંદ ટમેટા-૪ નું વાવેતર કરવું.
5. ટામેટાના પાકમાં જરૂર જણાય તો મલ્ટીમાઇક્રોન્યુટ્રીયન્ટ પ્રવાહી ગ્રેડ-૪ ના દ્રાવણના ૪૫,૬૦ અને ૭૫ દિવસે છંટકાવ કરવો.
6. ટામેટામાં લીલી ઈયળનાં નિયંત્રણ માટે ફેનવેલેરેટ ૨૦ ઈ.સી. ૭ મિ.લી. સાયપરમેથ્રીન ૧૦ ઈ.સી. ૭ મિ.લી. કાર્બારિલ ૫૦ વે.પા. ૪૦ ગ્રામનો ઉપયોગ કરવો.
7. મરચીમાં એસ-૪૯, જ્વાલા અથવા જી-૪ તેમજ જીવીસી -૧૨૧ ના વાવેતર માટે ભલામણ છે.
8. રીંગણની ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ રીંગણના પાકમાં જીવાતના ફેરોમોન ટ્રેપ હેકટરે ૬૦ પ્રમાણે ગોઠવવા અને લ્યુર દર ૨૧ દિવસે બદલવી.
9. રીંગણ – રાસાયણિક દવાઓમાં ડેલ્ટામેથ્રીન + ટ્રાયઝોફોસ ૦.૦૩૬ ટકા (૧૦ મિ.લી. / ૧૦લિટર પાણી ઈન્ડોકઝાકાર્બ ૦.૦૧૪૫ ટકા (૧૦મિ.લી./૧૦ લિટર પાણી) અથવા કિવનાલફોસ ૦.૦૫ ટકા (૨૦મિ.લી./૧૦ લિટર પાણી) પૈકી કોઈ પણ એક દવાનો છંટકાવ વારા ફરતી કરવો.
10. લસણ : ગુજરાત લસણ –૫ અથવા ૭નું વાવેતર કરવું.
11. તરબૂચના પાનકોરીયાના નિયંત્રણ માટે સાયાન્ટ્રામિલીપ્રોલ ૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો બીજો ૧૫ દિવસે કરવો.
12. રતાળુ : હેમલતા જાતનુંવાવેતર કરવા ભલામણ છે.

રાજમાં : ગુજરાત રાજમાં–૧ નું વાવેતર કરો.

રજકો : ટી –૯ ગુજરાત રજકો –૧ એસ.એસ.–૬૨૭ અથવા આંણદ રજકો–૩ નું વાવેતર કરો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : સાબરકાંઠાના હિમતનગરની APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8260 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો : ટૂંક સમયમાં મોંઘા ખાદ્ય તેલની સમસ્યા દૂર થશે, સરકારે લીધા મહત્વના પગલા : કેન્દ્રીય કૃષિ મંત્રી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati