PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી અને સજીવ ખેતી અપનાવવા કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી કૃષિને રસાયણ મુક્ત બનાવવા માટે અપીલ કરી રહ્યા છે. તેની થોડી અસર પડી છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. 44.33 લાખ ખેડૂતો ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલા છે.

PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી અને સજીવ ખેતી અપનાવવા કરી અપીલ
PM Narendra Modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) હિમાચલના ખેડૂતોને (Farmers) રાસાયણિક ખેતી છોડી સજીવ ખેતી (Organic Farming) તરફ આગળ વધવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે હું આઝાદીના અમૃત મહોત્સવના સમય દરમિયાન ખેડૂતોને એક વિનંતી કરવા માંગુ છું. આવનારા 25 વર્ષમાં શું આપણે હિમાચલની ખેતીને ફરીથી સજીવ બનાવવા માટે પ્રયાસો કરી શકીએ છીએ ? ધીરે ધીરે આપણે આપણી જમીનને કેમિકલથી મુક્ત કરવી પડશે.

કેન્દ્ર સરકાર હવે બહેનોના સ્વનિર્ભર જૂથો માટે ખાસ ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવા જઈ રહી છે. આ માધ્યમથી આપણી બહેનો દેશ અને દુનિયામાં પોતાની પ્રોડક્ટ વેચી શકશે. હિમાચલની બહેનો સફરજન, નારંગી, મશરૂમ્સ, ટામેટા જેવા અનેક ઉત્પાદનોને દેશના દરેક ખૂણે પહોંચાડી શકશે.

તાજેતરમાં જ એક નિર્ણય લીધો છે, જે હું ખાસ કરીને હિમાચલના લોકોને જણાવવા માંગુ છું. ડ્રોન ટેકનોલોજીને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તેના નિયમો ખૂબ જ સરળ બનાવવામાં આવ્યા છે. આ સાથે હિમાચલમાં આરોગ્ય અને કૃષિ જેવા ઘણા ક્ષેત્રોમાં નવી સંભાવનાઓ ઉભી થવા જઈ રહી છે.

ઓર્ગેનિક ખેતીમાં 44.33 લાખ ખેડૂતો જોડાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી કૃષિને રસાયણ મુક્ત બનાવવા માટે અપીલ કરી રહ્યા છે. તેની થોડી અસર પડી છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. 44.33 લાખ ખેડૂતો ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલા છે. આ પોતાનામાં એક રેકોર્ડ છે. એટલા માટે તેઓ ઈચ્છે છે કે અહીં પણ ઓર્ગેનિક ખેતી કરવામાં આવે, તેનાથી જમીનને કોઈ નુકસાન નહીં થાય અને ખેડૂતોને તેના સારા ભાવ મળશે.

આપણને ધરતી માતાને બીમાર કરવાનો અધિકાર નથી

ખેડૂતોને અપીલ કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે, “હું ખેડૂત ભાઈઓ પાસેથી કંઈક માંગું છું. શું આપણે ક્યારેય આ ધરતી માતાના સ્વાસ્થ્યની ચિંતા કરી છે ? આપણે રસાયણો અને જંતુનાશકોનો ઉપયોગ કરીને તેને બરબાદ કરી રહ્યા છીએ. એક ખેડૂત તરીકે આપણને ધરતી માતાને બીમાર કરવાનો અધિકાર નથી. આઝાદીના 75 વર્ષ થવા જઈ રહ્યા છે. ચાલો આપણે પ્રતિજ્ઞા લઈએ કે અમે અમારા ખેતરોમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડીશું. જો શક્ય હોય તો, તેને રસાયણ મુક્ત કરીશું, તે એક મોટું યોગદાન હશે.

હિમાચલ પ્રદેશની ખેતીની ઓળખ સફરજન છે. જમ્મુ અને કાશ્મીર બાદ તે સફરજન ઉત્પાદન માટેનું બીજું સૌથી મોટું રાજ્ય છે. અહીં 2021-22 માં 6,43,845 મેટ્રિક ટન સફરજનનું ઉત્પાદન થયું હતું. રાસાયણિક ખાતરો સાથે તૈયાર કરેલા સફરજન આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. તેની ગુણવત્તા બહુ સારી નથી હોતી. વધુ પડતા ખાતરને કારણે તે ઝડપથી બગડી જાય છે. બીજી તરફ કુદરતી રીતે ઉગાડવામાં આવતા સફરજન લાંબા સમય સુધી સારા રહે છે. તેનો સ્વાદ સારો હોય છે અને ખેતી ખર્ચ ઘટે છે.

 

આ પણ વાંચો : ગાજરની આ જાતોનું ખેડૂતો વાવેતર કરશે તો ઉત્પાદનની સાથે નફો પણ વધશે

આ પણ વાંચો : ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં કપાસ અને ડાંગરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

Click on your DTH Provider to Add TV9 Gujarati