PM Kisan Mandhan Yojana: ખેડૂતો માટે ખુશખબર, દર મહિને મળશે 3 હજાર રૂપિયા, આ રીતે કરો રજીસ્ટ્રેશન

ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર દ્વારા સમયાંતરે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 36 હજાર રૂપિયા (દર મહિને 3 હજાર) આપવામાં આવે છે.

PM Kisan Mandhan Yojana: ખેડૂતો માટે ખુશખબર, દર મહિને મળશે 3 હજાર રૂપિયા, આ રીતે કરો રજીસ્ટ્રેશન
Farmer (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 9:22 AM

ભારતમાં લગભગ 55 થી 60 ટકા વસ્તી સંપૂર્ણપણે ખેતી પર નિર્ભર છે. આવી સ્થિતિમાં, ખેડૂતો(Farmers)નું જીવનધોરણ સુધારવા અને તેમની આવક બમણી (Farmers Income) કરવા માટે સરકાર દ્વારા સમયાંતરે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM Kisan Mandhan Yojana) છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 36 હજાર રૂપિયા (દર મહિને 3 હજાર) આપવામાં આવે છે.

પીએમ કિસાન માનધન યોજનાની પાત્રતા

18 વર્ષ અને તેથી વધુ અને 40 વર્ષ સુધીના ખેડૂતો આ યોજનામાં જોડાઈ શકે છે. 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા તમામ નાના અને સીમાંત ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષની ઉંમરે પહોંચવા પર 3000 રૂપિયાનું માસિક પેન્શન મળશે. ખેડૂતના મૃત્યુની સ્થિતિમાં, તેની પત્ની પેન્શનના 50% કુટુંબ પેન્શન તરીકે મેળવવા માટે હકદાર રહેશે. કૌટુંબિક પેન્શન ફક્ત જીવનસાથીને જ લાગુ પડશે.

કેટલું યોગદાન આપવાનું રહેશે?

ખેડૂતોએ નિવૃત્તિની તારીખ (60 વર્ષ) સુધી પહોંચે ત્યાં સુધી પેન્શન ફંડમાં દર મહિને રૂ. 55 થી રૂ. 200 વચ્ચેની રકમનું યોગદાન આપવું પડશે. 18 વર્ષની ઉંમરે 55 રૂપિયા અને 40 વર્ષની ઉંમરે 200 રૂપિયા ચૂકવવા પડશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કેવી રીતે નોંધણી કરવી?

ખેડૂતોએ પહેલા તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જવું પડશે. આ પછી, બધા દસ્તાવેજો ત્યાં સબમિટ કરવાના રહેશે અને બેંક ખાતાની માહિતી આપવાની રહેશે. કોમન સર્વિસ સેન્ટર આધાર કાર્ડને તમારા અરજી ફોર્મ સાથે લિંક કરવાનું રહેશે. આ પછી, તમને કિસાન પેન્શન એકાઉન્ટ નંબર પર કિસાન કાર્ડ સોંપવામાં આવશે. આ સિવાય ખેડૂતો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની વેબસાઈટ પર જઈને આ યોજના માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

પીએમ કિસાન માનધન યોજના વિશે અન્ય માહિતી માટે, ખેડૂતો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અથવા નજીકના સામાન્ય સેવા કેન્દ્રનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત તેઓ જિલ્લા ખેતીવાડી કચેરીએ પહોંચીને પણ આ અંગે પૂછપરછ કરી શકશે.

આ પણ વાંચો: Viral: પાણી અંદર ડોલ્ફિનએ બતાવ્યા ગજબના કરતબ, લોકો વારંવાર જોઈ રહ્યા છે વીડિયો

આ પણ વાંચો: ખેડૂતોની આવક વધારવા માટે આ બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત, સરકાર પ્રોત્સાહન આપવા પર કરી રહી છે વિચાર

g clip-path="url(#clip0_868_265)">