દેશના 94 લાખ ખેડૂતોએ MSP પર ડાંગરનું વેચાણ કર્યું, ખેડૂતોને રેકોર્ડ 1,36,351 કરોડ રૂપિયા ચૂકવાયા
સરકારે ખરીફ માર્કેટિંગ સિઝન 2021-22માં 696 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરી છે. જેમાં પંજાબ 186.86 લાખ મેટ્રિક ટન સાથે પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં, દેશભરમાં લગભગ 94.15 લાખ ખેડૂતોએ સરકારને લઘુત્તમ ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કર્યું છે.
અત્યાર સુધીમાં સરકારે ખરીફ માર્કેટિંગ સિઝન 2021-22માં 696 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી (Paddy Procurement) કરી છે. જેમાં પંજાબ 186.86 લાખ મેટ્રિક ટન સાથે પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં, દેશભરમાં લગભગ 94.15 લાખ ખેડૂતોએ સરકારને લઘુત્તમ ટેકાના ભાવે (MSP) ડાંગરનું વેચાણ કર્યું છે. જેમને તેમના પાકના બદલામાં 1,36,351 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. હાલમાં ઘણા રાજ્યોમાં ડાંગરની સરકારી ખરીદી ચાલી રહી છે. જો કે, છત્તીસગઢમાં MSP પર ડાંગર વેચનારા ખેડૂતોની સંખ્યા સૌથી વધુ છે. અહીં 21,05,972 ખેડૂતોને તેનો લાભ મળ્યો છે. જ્યારે પંજાબના 9,24,299 ખેડૂતોને ફાયદો થયો છે.
કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે ચંદીગઢ, ગુજરાત, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, તેલંગાણા, રાજસ્થાન, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, બિહાર , ઓડિશા, મહારાષ્ટ્ર, પુડુચેરી, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને મધ્ય પ્રદેશમાં 20 ફેબ્રુઆરી સુધી 695.67 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવી છે.
કયા રાજ્યમાં કેટલા ડાંગરની ખરીદી કરવામાં આવી
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) એ તેના દૈનિક બુલેટિનમાં જણાવ્યું છે કે ડાંગરની ખરીદીના મામલે છત્તીસગઢ બીજા નંબરે છે. અહીંના ખેડૂતોએ MSP પર 92.01 લાખ મેટ્રિક ટન ડાંગરનું વેચાણ કર્યું છે. આ મામલામાં તેલંગાણા 70.22 લાખ મેટ્રિક ટન સાથે ત્રીજા નંબરે છે. ઉત્તર પ્રદેશમાં 63.55 લાખ, હરિયાણામાં 55.31 લાખ, ઓડિશામાં 47.87 લાખ, મધ્ય પ્રદેશમાં 45.83 અને બિહારમાં 39.36 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવી છે.
અહીંના ખેડૂતોએ સૌથી વધુ પૈસા મેળવ્યા
અત્યાર સુધીમાં, દેશભરના ખેડૂતોને ડાંગરના MSP તરીકે કુલ રૂ. 1,36,351 કરોડ મળ્યા છે. તેમાં પંજાબ પ્રથમ ક્રમે છે. અહી 36623.64 કરોડ મળ્યા છે. છત્તીસગઢના ખેડૂતોને 18033.96 કરોડ, હરિયાણાના ખેડૂતોને 10839.97 કરોડ, ઉત્તર પ્રદેશના ખેડૂતોને 12553.55 કરોડ, તેલંગાણાના ખેડૂતોને 13763.12 કરોડ, આંધ્રપ્રદેશના ખેડૂતોને 6760.50 કરોડ અને બિહારના ખેડૂતોને 8330.43 કરોડ, મધ્યપ્રદેશને 8981.92 કરોડ રૂપિયા અને ઓડિશાને 9677.99 કરોડ રૂપિયા મળ્યા છે.
મહારાષ્ટ્રમાં ડાંગરની ખરીદીમાં ફરી ઘટાડો થયો
ખરીફ માર્કેટિંગ સીઝન 2021-22માં મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 2606.61 કરોડની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને આ પૈસા 13,29,901 ટન ડાંગરના બદલામાં મળ્યા છે. જ્યારે 2019-20માં રૂ. 3164 કરોડ અને 2020-21માં અહીંના ખેડૂતોએ રૂ. 3547 કરોડના ડાંગરનું વેચાણ કર્યું હતું. જોકે, આ ખરીદીની સિઝન પૂરી થવામાં હજુ સમય બાકી છે.
આ પણ વાંચો : ખેડૂતોએ ફેબ્રુઆરી માસમાં જુદા-જુદા બાગાયતી પાકોમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
આ પણ વાંચો : e-NAM: કૃષિ ઉત્પાદનોના ઓનલાઈન વેચાણ માટેનો શ્રેષ્ઠ માર્ગ, જાણો ફાયદા અને સંપૂર્ણ પ્રોસેસ