Onion Price: ભાવ વધારાની આશાએ ખેડૂતે સંગ્રહ કરી 600 ક્વિન્ટલ ડુંગળી, આગ લાગતા બધુ થયું બળીને રાખ

ડુંગળીના ભાવ(Onion Price)ઘટવાથી ખેડૂતો પહેલેથી જ ચિંતિત છે. સ્થિતિ એવી છે કે વર્તમાન બજાર ભાવે ખેડૂતો માટે ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બન્યો છે. આથી ખેડૂતો હવે ડુંગળીના સંગ્રહ પર ધ્યાન આપી રહ્યા છે.

Onion Price: ભાવ વધારાની આશાએ ખેડૂતે સંગ્રહ કરી 600 ક્વિન્ટલ ડુંગળી, આગ લાગતા બધુ થયું બળીને રાખ
Onion FarmingImage Credit source: TV9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 7:45 AM

મહારાષ્ટ્રમાં ડુંગળીના ખેડૂતો(Farmers)ની સમસ્યા ઓછી થતી દેખાતી નથી. એક તરફ જ્યાં ડુંગળીના ઓછા ભાવ મળવાથી ખેડૂતો ચિંતિત છે તો બીજી તરફ અનેક જિલ્લાઓમાં ખેડૂતો દ્વારા સ્ટોરેજમાં રાખેલી ડુંગળી(Onion)સળગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ડુંગળીના ભાવ(Onion Price)ઘટવાથી ખેડૂતો પહેલેથી જ ચિંતિત છે. સ્થિતિ એવી છે કે વર્તમાન બજાર ભાવે ખેડૂતો માટે ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બન્યો છે. આથી ખેડૂતો હવે ડુંગળીના સંગ્રહ પર ધ્યાન આપી રહ્યા છે, પરંતુ ખેડૂતો માટે ડુંગળીનો સંગ્રહ કરવો પણ મુશ્કેલ બની ગયો છે.

તાજો કિસ્સો નાશિક જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં ખેડૂત રાજારામ જગન્નાથ વાધ અને કિરણ જગન્નાથ વાધએ ઉનાળામાં ડુંગળીની ખેતી કરી હતી. તેમણે 500 થી 600 ક્વિન્ટલ ડુંગળીનું સારું ઉત્પાદન મેળવ્યું હતું. પરંતુ બજારોમાં ડુંગળીના ઘટતા ભાવને જોઈને ખેડૂતે ડુંગળીનો ગોડાઉનમાં સંગ્રહ કરી દીધો હતો.

આ આશા સાથે કે જ્યારે પણ કાંદાનો સારો ભાવ મળશે ત્યારે તેઓ તેને વેચશે. પરંતુ ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. તેમના ગોડાઉનમાં રાખેલી ડુંગળીને કોઈએ સળગાવી દીધી હતી. આ આગમાં ડુંગળી સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. જેના કારણે ખેડૂતોને 20 લાખનું નુકસાન થયું છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ખેડૂતોનું શું કહેવું છે?

નાશિક જિલ્લાના નિફાડ તાલુકાના રહેવાસી ખેડૂત રાજારામ જગન્નાથ વાધ કહે છે કે આ વર્ષે ઉનાળામાં તેમણે ડુંગળીની ખેતી કરી હતી. તેમની પાસેથી 500 થી 600 ક્વિન્ટલ ડુંગળીનું સારું ઉત્પાદન મેળવ્યું હતું, પરંતુ બજારોમાં સતત ઘટી રહેલા ભાવને ધ્યાનમાં રાખીને મેં ડુંગળીને સ્ટોરેજમાં રાખી હતી. જેથી જ્યારે પણ મને બજારમાં સારો ભાવ મળશે ત્યારે હું તેને વેચી દઈશ, પરંતુ હવે બધું જ ખતમ થઈ ગયું છે.

એક દિવસ પરિવાર સાથે બહાર ગયો હતો અને જ્યારે ઘરે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે આખું ગોડાઉન બળી ગયું હતું. આગની આ ઘટનામાં કેટલીક ગાયો અને બકરા બચી ગયા હતા, પરંતુ બાકીનું બધું બળીને રાખ થઈ ગયું હતું. જેના કારણે 20 લાખનું નુકસાન થયું છે. ત્યારે આ ઘટનાથી ગામના અન્ય ખેડૂતો ડરી ગયા છે કે હવે તેમની સંગ્રહિત ડુંગળી કેવી રીતે સુરક્ષિત રાખવી.

ખેડૂતે વહીવટીતંત્ર પાસે મદદની વિનંતી કરી

આગની ઘટના બાદ ખેડૂતે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. ખેડૂતનું કહેવું છે કે પંચનામા તો થઈ ગયા છે, પરંતુ હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ખેડૂતે વહીવટીતંત્ર પાસે વળતરની માગ કરી છે. સંગ્રહિત ડુંગળીને નુકસાન થવાની આ પહેલી ઘટના નથી. થોડા દિવસો પહેલા પણ ખેડૂત ધર્મા શેલારે માલેગાંવમાં ડુંગળીને ખેતરમાંથી બહાર કાઢીને સંગ્રહ કર્યો હતો, પરંતુ કોઈએ તેમના દ્વારા સંગ્રહિત 200 ક્વિન્ટલ ડુંગળી પર યુરિયાનો છંટકાવ કર્યો હતો, જેના કારણે ડુંગળી સંપૂર્ણપણે સડી ગઈ હતી અને ખેડૂતને ભારે નુકસાન થયું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">