AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મરાઠવાડા કૃષિ સંકટનો સામનો કરી રહ્યું છે ! 8 મહિનામાં 600 ખેડૂતોએ આત્મહત્યા કરી

મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રની ખેતી આ દિવસોમાં ગંભીર સંકટનો સામનો કરી રહી છે. હકીકતમાં જુલાઈમાં મરાઠવાડા વિસ્તારમાં વધુ વરસાદ થયો હતો. જેના કારણે લાખો હેક્ટર ખેતીની જમીનને નુકસાન થયું હતું.

મરાઠવાડા કૃષિ સંકટનો સામનો કરી રહ્યું છે ! 8 મહિનામાં 600 ખેડૂતોએ આત્મહત્યા કરી
મરાઠવાડામાં કૃષિ ઉત્પાદનને અસરImage Credit source: TV9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 6:32 PM
Share

મહારાષ્ટ્રનો (Maharashtra)મરાઠવાડા (Marathwada)પ્રદેશ ખેતી ( Agriculture)પર આધારિત છે. પરંતુ, આ વિસ્તારના ખેડૂતોની હાલત અને તેમની આત્મહત્યાના કિસ્સાઓ છેલ્લા ઘણા સમયથી હેડલાઈન્સ બની રહ્યા છે. આ વર્ષે પણ ખેડૂતોની આત્મહત્યાના કારણે મરાઠવાડા દેશની અંદર ચર્ચાનું કેન્દ્ર બનતું જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં, હાલમાં, પ્રદેશની ખેતી ગંભીર સંકટનો સામનો કરી રહી છે. જેની સ્થિતિ ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. પરિણામે, આ વર્ષે એટલે કે 8 મહિનામાં 600 ખેડૂતોની આત્મહત્યા નોંધાઈ છે.

માત્ર ઓગસ્ટ મહિનામાં જ 37 ખેડૂતોએ આત્મહત્યા કરી છે

ડાઉન ટુ અર્થે મરાઠવાડાના ખેડૂતોની આત્મહત્યા અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો છે. અહેવાલમાં સત્તાવાર આંકડાઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી, 2022 થી મધ્ય ઓગસ્ટ સુધીમાં મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રમાં લગભગ 600 ખેડૂતોની આત્મહત્યા નોંધાઈ છે. જેમાં જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે 547 ખેડૂતોની આત્મહત્યા નોંધાઈ હતી. જ્યારે માત્ર ઓગસ્ટના મધ્ય સુધીમાં 37 ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાના કિસ્સા નોંધાયા છે. રિપોર્ટમાં સામાજિક કાર્યકરોને ટાંકીને ખેડૂતોના આ મૃત્યુનું કારણ સરકારની નીતિઓને દર્શાવવામાં આવી છે. ખેડૂત આત્મહત્યાના આ તમામ કેસો ઔરંગાબાદના ડિવિઝનલ કમિશનરની ઓફિસમાંથી મળેલા ડેટા પર આધારિત છે.

ગયા વર્ષે 805 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી

મહારાષ્ટ્રનો મરાઠવાડા પ્રદેશ ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓને લઈને સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હકીકતમાં, છેલ્લા વર્ષોમાં જ મરાઠવાડામાં ખેડૂતોની આત્મહત્યાના કિસ્સા નોંધાયા હતા. ડિવિઝનલ કમિશનરની ઓફિસ ઔરંગાબાદમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, મરાઠવાડા ક્ષેત્રમાં વર્ષ 2021માં એટલે કે 12 મહિનામાં 805 ખેડૂતોની આત્મહત્યાના કેસ નોંધાયા હતા.

અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે

મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રની ખેતી આ દિવસોમાં ગંભીર સંકટનો સામનો કરી રહી છે. હકીકતમાં જુલાઈમાં મરાઠવાડા વિસ્તારમાં વધુ વરસાદ થયો હતો. જેના કારણે લાખો હેક્ટર ખેતીની જમીનને નુકસાન થયું હતું. આ નુકસાનના પરિણામે ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. એક માહિતી અનુસાર, 11 અને 12 જુલાઈના રોજ અતિશય વરસાદને કારણે મરાઠવાડાના 24 જિલ્લાઓમાં 100,000 થી વધુ ખેડૂતોને અસર થઈ હતી, જેના કારણે તુવેર, મકાઈ, સોયાબીન, ડાંગર, કપાસ અને કેળાના પાકને નુકસાન થયું હતું. સાથે સાથે મોંઘવારી અને ખેતી ખર્ચના કારણે ખેડૂતો પણ પરેશાન છે.

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">