Success Story: નોકરી છોડી અપનાવી ખેતી, આ યુવા ખેડૂતે આપદાને અવસરમાં બદલી લાખોમાં કરી કમાણી
કોરોનાકાળે જ્યાં ઘણા લોકો પાસેથી તેમની રોજગારી છીનવી લીધી હતી, ત્યાં ઘણા લોકોને કંઈક નવું અને અલગ કરવાની તક પણ આપી છે. જેના કારણે આ આપદા અમુક લોકો માટે અવસરમાં ફેરવાઈ ગઈ છે.
કોરોનાકાળે જ્યાં ઘણા લોકો પાસેથી તેમની રોજગારી છીનવી લીધી હતી, ત્યાં ઘણા લોકોને કંઈક નવું અને અલગ કરવાની તક પણ આપી છે. જેના કારણે આ આપદા અમુક લોકો માટે અવસરમાં ફેરવાઈ ગઈ છે. આપણે ઈન્દોરના જગજીવન ગામમાં રહેતા શુભમ ચૌહાણ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે ગુવાહાટી IITમાંથી ઈલેક્ટ્રોનિક ટેલિકોમ્યુનિકેશનની ડિગ્રી મેળવ્યા પછી શું કર્યું ? ચાલો જાણીએ.
આપત્તિને તકમાં ફેરવી
ઘણીવાર યુવાનો સારી નોકરીની પાછળ દોડતા હોય છે. આ યુવાનની કહાની પણ કંઈક એવી જ છે. 2017 ના પ્રથમ છ મહિનામાં, શુભમે વિશ્વની અગ્રણી IT કંપનીઓમાંની એકમાં નવ લાખ રૂપિયાના પેકેજ પર કામ કરીને તેના અભ્યાસ માટે 49 લાખ રૂપિયાની લોન ચૂકવી. પરંતુ નોકરી દરમિયાન શુભમને લાગ્યું કે તે આ નોકરીથી ખુશ નથી, પછી તેણે નોકરી છોડીને ખેતી કરવાના ઇરાદા સાથે ગામની વાટ પકડી. શુભમના પિતા રમેશ ચૌહાણ વ્યવસાયે ડ્રાઈવર છે. જો આપણે આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો તે પણ બહુ સારી ન હતી.
MNC ની નોકરી છોડી શોધ્યો આપદામાં અવસર
પિતા સાથે વાત કર્યા બાદ તેણે ચાર વીઘા પરિવારની જમીન પર લોન લઈને પોલી હાઉસ (Poly House) બનાવ્યું. તેણે પોલી હાઉસમાં ખેતી કરવાનું શરૂ કર્યું અને માત્ર બે વર્ષ પછી વાર્ષિક 16 થી 18 લાખ રૂપિયાના કેપ્સિકમ અને કાકડીનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. હવે શુભમને ઈન્દોર સહિત જયપુર, દિલ્હી, વડોદરા, અમદાવાદની મંડીઓમાંથી એડવાન્સ બુકિંગ મળવાનું શરૂ થઈ ગયું છે.
બે વર્ષમાં બેંકમાંથી લીધેલી ખેતી માટે 50 લાખની લોન પણ લગભગ 25 લાખ ભરપાઈ થઈ ગઈ હતી. એક એકરના પોલી હાઉસમાં શુભમ વાર્ષિક 150 ટન કાકડીનું ઉત્પાદન કરે છે. જમીનની ગુણવત્તા જાળવવા માટે કાકડી ઉપરાંત કેપ્સીકમનું પણ રોટેશનમાં વાવેતર કરવામાં આવે છે.
જવાબદારીએ ખેતીનો માર્ગ બતાવ્યો
શુભમનું માનવું છે કે ગામમાં પોતાનું કંઈક કરવાનું સપનું હતું અને ઘરમાં એક નાનો ભાઈ, નાની બહેન છે. મોટા ભાઈ બનવું પણ એક જવાબદારી હતી. ખેતી દરમિયાન લોકડાઉનમાં મંડીઓ પણ બંધ કરવામાં આવી હતી.
તે સમયે બેંકના હપ્તા ભરવા ખૂબ જ મુશ્કેલ હતા, પરંતુ શુભમે હાર માની નહીં. શહેરમાં લોકડાઉન ખુલતાની સાથે જ જૂની ચીજવસ્તુઓનું વેચાણ કરીને સ્વદેશી તર્જ પર પાલી હાઉસ જેવું માળખું તૈયાર કર્યું અને તેમાં કાકડી, કેપ્સિકમ પણ ઉગાડ્યા. થોડા દિવસોમાં તૈયાર થઈ જશે અને બાકીની બેંક લોન પણ ચૂકવી દેવામાં આવશે. શુભમની માતા સંતોષ ચૌહાણ કહે છે કે “અમને અપેક્ષા નહોતી, પરંતુ અમારો પુત્ર ખેતીમાં જ નોકરી કરતાં વધુ કમાવા લાગ્યો છે ”
આ પણ વાંચો: WhatsApp પર દરેક મેસેજ માટે કરી શકાશે Like અને ઈમોજી રિએક્ટ, આવી રહ્યું છે જબરદસ્ત ફિચર