AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: ભાડાની જમીન પર કરી ફૂલની ખેતી, હવે આ પ્રદેશના પહેલા ફ્લાવર બ્રાન્ડ એમ્બેસેડર છે આ ખેડૂત

પ્રથમ ફ્લાવર એમ્બેસેડર બનેલા ખેડૂતે જણાવ્યું કે તેમણે લગભગ 20 વર્ષ પહેલા ભાડા પર જમીન લઈને ફ્લોરીકલ્ચરનો બિઝનેસ શરૂ કર્યો હતો. જાણો પ્રગતિશીલ ખેડૂતની સફળ કહાની.

Success Story: ભાડાની જમીન પર કરી ફૂલની ખેતી, હવે આ પ્રદેશના પહેલા ફ્લાવર બ્રાન્ડ એમ્બેસેડર છે આ ખેડૂત
Progressive farmer Sunil Kumar (PC: Social Media Platform )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 3:03 PM
Share

બિલાસપુર જિલ્લાના ઋષિકેશના રહેવાસી પ્રગતિશીલ ખેડૂત સુનીલ કુમાર હિમાચલ પ્રદેશ સરકારના પ્રથમ ફૂલ એમ્બેસેડર (First Flower Ambassador) ખેડૂત (Farmer) તરીકે પસંદગી પામ્યા છે. પોતાની જમીન ન હોવા છતાં અન્ય લોકો પાસેથી ભાડે જમીન લઈને આ વ્યવસાય શરૂ કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

કૃષિ અને બાગાયત ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતો માટે ખુશીની વાત છે કે હવે સરકારે આ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ખેડૂતો અને માળીઓનું સન્માન કરીને બેરોજગાર યુવાનોને આ ક્ષેત્ર તરફ આકર્ષવા પર ભાર મૂકવાનું શરૂ કર્યું છે.

બિલાસપુર જિલ્લા માટે ગૌરવની વાત છે કે બિલાસપુરના ખેડૂતને રાજ્યના પ્રથમ ફૂલ એમ્બેસેડર ખેડૂત (Progressive farmer)નું બિરુદ મળ્યું છે. હિમાચલ પ્રદેશ સરકારના પ્રથમ ફ્લાવર એમ્બેસેડર ખેડૂત સુનિલ કુમારે (Sunil Kumar) જણાવ્યું કે તેમણે લગભગ 20 વર્ષ પહેલા ગ્રામ પંચાયત બલોહના સાંગાસવી ગામમાં ભાડા પર જમીન લઈને 1000 ચોરસ મીટરનું ગ્રીનહાઉસ લગાવીને ફ્લોરીકલ્ચરનો વ્યવસાય શરૂ કર્યો હતો.

ત્યાર બાદ તેમણે ઘુમરવિનમાં ભાડા પર જમીન લીધી અને ત્યાં ત્રણ હજાર ચોરસ મીટરનું ગ્રીન હાઉસ બનાવીને લગભગ દસ વર્ષ સુધી ફૂલોની ખેતી કરી. હાલમાં હિમાચલ પ્રદેશની પુષ્પ ક્રાંતિ યોજના હેઠળ ઔહર પંચાયતના કાસેહ ગામમાં ભાડા પર જમીન લઈને 7 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ગ્રીનહાઉસ તૈયાર કરવામાં આવ્યા છે.

તેઓ અનુસાર તેમના પત્ની મીના કુમારી આ કામમાં મદદ કરે છે, તેમણે અન્ય આઠ લોકોને પણ રોજગારી આપીને નોકરી અપાવી છે. તેમાંથી ત્રણ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફ્લોરીકલ્ચર (Floriculture) તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય પાક કાર્નેશન છે, પરંતુ આ સિવાય લિમોનિયમ અને જીપ્સોફિલાનું પણ વાવેતર કરવામાં આવ્યું છે.

કાર્નેશનના પ્રથમ કટિંગનું ઉદઘાટન ગયા મહિને કૃષિ યુનિવર્સિટી, પાલમપુરના વાઇસ ચાન્સેલર ડૉ. હરિન્દર કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. સુનીલ કુમારે કહ્યું કે તેમની મહેનત જોઈને હિમાચલ પ્રદેશ સરકારે તેમને 28મી ડિસેમ્બર 2021ના રોજ પાલમપુર કૃષિ યુનિવર્સિટીમાં હિમાચલ પ્રદેશ પૂર્ણ રાજત્વ સુવર્ણ જયંતિના અવસર પર ઉન્નત અને પ્રેરણા સ્રોત કૃષિદૂત સન્માન પુરસ્કારથી સન્માનિત કર્યા.

તાજેતરમાં જ, હિમાચલ પ્રદેશનું પ્રથમ ફૂલ બજાર જે પરવાણુમાં ખુલ્યું હતું, તેમાં સુનિલ કુમારને હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા કૃષિ મંત્રી વીરેન્દ્ર કંવર દ્વારા ફૂલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠતા પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલમાં સુનીલ કુમાર ગ્રોવર ફ્લાવર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં હિમાચલનું પણ નેતૃત્વ કરી રહ્યા છે.

આ પણ વાંચો: સરસવના પાક માટે કૃષિ વૈજ્ઞાનિકોએ જાહેર કરી એડવાઈઝરી, ખેડૂતો આ બાબતોનું રાખે ધ્યાન

આ પણ વાંચો: Viral Video: પિતા પુત્રીના આ સુંદર વીડિયો પર લોકોએ ખુબ વરસાવ્યો પ્રેમ, જુઓ આ ક્યુટ વીડિયો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">