દેશના ખેડૂતો હવે ખેતીની નવી ટેક્નોલોજી (New Technology in Agriculture)વિશે જાણકારી મેળવવાની સાથે સાથે જાગૃત પણ બની રહ્યા છે. એટલું જ નહીં, હવે તેઓ પોતાના ઉપયોગથી નવા કૃષિ સાધનોની શોધ પણ કરી રહ્યા છે અને આ બાબતે તેમની આસપાસના ખેડૂતો (Farmers)ને પણ સહકાર આપી રહ્યા છે. આ રીતે ખેડૂતોને ઘણી રાહત મળી રહી છે. 58 વર્ષીય ખેડૂત એમ સેલ્વરાજ પણ આવા જ એક ખેડૂત છે જેઓ તેમના ઈનોવેશનના કારણે નજીકના ગામડાના ખેડૂતો માટે હીરો બની ગયા છે જે ખેડૂતો કૃષિ સાધનોની સતત વધતી કિંમતોથી પરેશાન હતા. તેમના માટે તેમની આ કૃષિ શોધ ખૂબ જ ઉપયોગી બની છે.
સેલ્વરાજ પાસે અંચેટી તાલુકાના સેસૂરજાપુરમ ગામમાં 2.75 એકર જમીન છે, જે જિલ્લા મુખ્યાલયથી લગભગ 110 કિમી દૂર છે. સેલ્વરાજ તેમના ખેતરમાં મુખ્યત્વે મગફળી, ટામેટા અને બાજરી જેવા પાકની ખેતી કરે છે. તેમણે કિશોરાવસ્થાથી જ ખેતી કરવાનું શરૂ કર્યું. ખેતીની શરૂઆતમાં, તેમણે વિવિધ કૃષિ ઓજારો સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યું. આ પછી તેમણે અન્ય કૃષિ મશીનો અને ઘરની વસ્તુઓમાંથી બનાવેલા સાધનો બનાવવાનું શરૂ કર્યું.
વર્ષોની અજમાયશ અનેક ભૂલો પછી, પ્રગતિશીલ ખેડૂત હવે વાવણી, ખેડાણ, નીંદણ અને ક્યારા બનાવવા સહિતના ઘણા નવીન સાધનો બનાવતા ગયા. સેલ્વરાજ સાયકલ ટાયર, બ્લેડ, લાકડાની લાકડીઓ વગેરેનો ઉપયોગ કરીને કૃષિ ઓજારો બનાવે છે, જેની કિંમત માત્ર 500 જેટલી છે.
સેલ્વરાજે અનેક પ્રકારના કૃષિ સાધનો તૈયાર કર્યા છે. તેમાંથી, જંગલી ડુક્કરને દૂર રાખવા માટે બનાવેલ એક ખાસ પ્રકારનો પંખો એ નવી શોધોમાંની એક છે. આ ઉપરાંત તેમણે ક્યારા બનાવવાનું મશીન અને નીંદણ દુર કરવાના સાધનો પણ બનાવ્યા છે. ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, તેમણે કહ્યું કે તેઓ જમીનને સમતલ કરવા માટે રોટાવેટરનો ઉપયોગ કરે છે. તે પછી તેઓ તેમના દ્વારા વિકસિત કૃષિ ઓજારોનો ઉપયોગ કરે છે.
આ સાથે, ખેતીના કામમાં મહેનત ઓછી પડે છે અને કામદારો પર નિર્ભર રહેવાની જરૂર રહેતી નથી. તેમણે કહ્યું કે ખેતરમાં ખેડાણ કર્યા પછી, એક ખેડૂત તેને શાકભાજી અથવા પાક રોપવા માટે તૈયાર કરવા માટે સીઝન દીઠ 20,000 રૂપિયા ખર્ચે છે. પરંતુ તેમની શોધને કારણે ખેડૂતોના પૈસાની બચત થઈ રહી છે અને તેઓ સ્વનિર્ભર બની રહ્યા છે.
હાલ એમ સેલ્વરાજ તેમની આસપાસના ખેડૂતોને આધુનિક ખેતી કરવા અને કૃષિ સાધનોનો ઉપયોગ કરવા પ્રેરિત કરે છે. આ માટે તેઓ ઘણા ગામડાઓમાં પણ ફરે છે. આ સાથે ખેડૂતો પાકને લગતા પ્રશ્નોના જવાબ પણ આપે છે. સેસૂરજાપુરમ નજીક કોંડાર કોટ્ટાઈના ખેડૂત જે ગેબ્રિયલએ જણાવ્યું હતું કે તેણે સેલ્વરાજના સાધનોથી પ્રેરિત એક સાદું નીંદણ મશીન બનાવ્યું છે. તે કહે છે કે તેને બનાવવા માટે તેણે માત્ર 2,000 રૂપિયાનો ખર્ચ કર્યો અને છેલ્લા ચાર વર્ષથી તેનો સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યો છે.
અંચેટી અને ધર્મપુરી જિલ્લાના ખેડૂતો પણ કૃષિ સમસ્યાઓના ઉકેલ અને સાધનો માટે સેલ્વરાજનો સંપર્ક કરી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો છે. અંચેટી પુધુર ગામના અન્ય ખેડૂત કે ચંદ્રને જણાવ્યું હતું કે તેઓ 2018 થી સેલ્વરાજ પાસેથી 2,500 રૂપિયામાં ખરીદેલા નીંદણ દૂર કરવાના સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે ‘હાલ મજૂરી મોંઘી થઈ ગઈ છે. પણ હવે ચાર લોકોનું કામ આસાનીથી થાય છે. થલ્લી બ્લોક બાગાયત સહાયક નિયામક એસ અરુમુગમે જણાવ્યું હતું કે સેલ્વરાજ નાના ખેડૂતો માટે પ્રેરણારૂપ છે. “તેમના સાધનોનો ઉપયોગ નાના ખેડૂતો કરી શકે છે અને તેઓ કામદારો પર ખર્ચવામાં આવતા વેતનને બચાવીને લાભ મેળવી શકે છે.
આ પણ વાંચો: Viral: પોતાના જ લગ્નમાં પૈસા સરકાવતા જોવા મળ્યા દુલ્હા-દુલ્હન, લોકો બોલ્યા ‘બન્ને સરખા ભેગા થયા’
આ પણ વાંચો: Viral Video: ડોલ્ફિનનું બચ્ચું જન્મતા જ લાગ્યું તરવા, યુઝર્સ બોલ્યા અદ્ભૂત!
Published On - 11:14 am, Sun, 23 January 22