AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કૃષિ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાની પહેલ, ધોનીનું ફાર્મ હોળીના અવસર પર ત્રણ દિવસ સામાન્ય લોકો માટે ખુલ્લું મુકાયું

Mahendra Singh Dhoni Farm: આ ફાર્મમાં ધોની આધુનિક રીતે ખેતી કરે છે. આ ફાર્મ દ્વારા આજુબાજુના ગામડાના લોકોને પણ તેની માહિતી મળે છે. શાકભાજી ઉપરાંત, મહેન્દ્ર સિંહ ધોનીના ઈજા ફાર્મ્સ (Eeja Farms)માં ગાય ઉછેર પણ કરવામાં આવે છે, તેમજ સ્ટ્રોબેરીની પણ ખેતી કરવામાં આવે છે.

કૃષિ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાની પહેલ, ધોનીનું ફાર્મ હોળીના અવસર પર ત્રણ દિવસ સામાન્ય લોકો માટે ખુલ્લું મુકાયું
Dhoni's farm is open to the general public for three days
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 10:56 AM
Share

ઝારખંડમાં કૃષિને પ્રોત્સાહન આપવા માટે, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)એ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી રાંચીમાં પોતાનું ફાર્મ ખોલ્યું. આ પછી તેમણે અહીં ખેતી કરવાનું શરૂ કર્યું. આ ફાર્મમાં ધોની આધુનિક રીતે ખેતી કરે છે. આ ફાર્મ દ્વારા આજુબાજુના ગામડાના લોકોને પણ તેની માહિતી મળે છે. શાકભાજી ઉપરાંત, મહેન્દ્ર સિંહ ધોનીના ઈજા ફાર્મ્સ (Eeja Farms)માં ગાય ઉછેર પણ કરવામાં આવે છે, તેમજ સ્ટ્રોબેરીની પણ ખેતી કરવામાં આવે છે. જો કે સામાન્ય દિવસોમાં લોકોને ખેતરમાં પ્રવેશવા દેવામાં આવતા નથી, પરંતુ હોળીના અવસર પર ત્રણ દિવસ માટે ફાર્મ સામાન્ય દર્શકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

મહેન્દ્ર સિંહ ધોનીનું ઈજા ફાર્મ રાંચીના સાંબો ગામમાં આવેલું છે. તે 43 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. એમએસ ધોનીના કૃષિ સલાહકાર રોશન કુમારે એએનઆઈને જણાવ્યું કે હાલમાં ફાર્મમાં સ્ટ્રોબેરી, કેપ્સિકમ, ડ્રેગન ફ્રૂટ, તરબૂચ, કસ્તુરી, વટાણા અને અન્ય શાકભાજીની ખેતી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હોળીના અવસર પર ત્રણ દિવસ ફાર્મ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી લોકો જોઈ શકે કે ખેતી કેવી રીતે કરવામાં આવે છે અને કેવી રીતે ખેતીની માહિતીનો પ્રસાર થાય છે તે જોઈ શકે અને જાણી શકે.

ફાર્મ માટે આવતા લોકોને મળી રહી છે માહિતી

રોશન કુમારે જણાવ્યું કે ધોનીના ખેતરમાં ખેતીની આધુનિક તકનીકો અપનાવવામાં આવી છે. અહીં સંકલિત ખેત પદ્ધતિ (Integrated Farming System)અપનાવવામાં આવી છે. જેના કારણે આ ફાર્મમાં ખેતીને લગતા તમામ ઘટકોની માહિતી ઉપલબ્ધ છે, સાથે સાથે ખેડૂતો પણ તે માહિતીનો લાભ લઈ શકશે. આ તમામ માહિતીથી ખેડૂતોને ફાયદો થશે. રોશન કુમારે કહ્યું કે ટૂંક સમયમાં અહીં ડેરી ફાર્મિંગને વધારવામાં આવશે, આ સિવાય મત્સ્યપાલન, મરઘાં તેમજ મધમાખી ઉછેર અને મશરૂમ ઉત્પાદન પર ધ્યાન આપવામાં આવશે.

લોકોમાં છે ઉત્સાહ

કૃષિ સલાહકાર રોશન કુમારે જણાવ્યું કે ખેતર જ્યારે ખુલશે અને લોકો આવશે ત્યારે તેઓ સીધા ખેતરમાંથી શાકભાજી લઈ જઈ શકશે. તેમણે કહ્યું કે ખેતરમાં આવનાર લોકોને ખેતરમાંથી શાકભાજી લેવા અને લઈ જવાની છૂટ આપવામાં આવશે. લોગોને પ્રોત્સાહિત કરવા માટે બોક્સની ખરીદી પર વધારાનું સ્ટ્રોબેરી બોક્સ મફતમાં આપવામાં આવશે. ફાર્મ ખુલતા અહી આવતા લોકો ખુબ જ ઉત્સાહિત છે. તેમને ઘોનીના ખેતરમાં સ્વાદિષ્ટ શાકભાજી મળ્યા. લોકો અહીં સ્ટ્રોબેરીની મજા માણી રહ્યા છે. લોકોએ જણાવ્યું કે અહીં અનેક પ્રકારના શાકભાજી અને ફળો છે.

આ પણ વાંચો: Fumio Kishida in India: જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા આજે આવી રહ્યા છે ભારત, PM મોદી સાથે યુક્રેન મુદ્દે કરી શકે છે વાત

આ પણ વાંચો: Tech News: જાણો ક્યા કારણે દુનિયાભરમાં ડાઉન થયું હતું ગૂગલ મેપ, લોકોને ભોગવવી પડી હાલાકી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">