AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો કેવી રીતે ભારતે કૃષિ નિકાસ ક્ષેત્રમાં 50 બિલિયન યુએસ ડોલરનું લક્ષ્ય કર્યું હાંસલ

Agriculture Export From India: ભારતના આ લક્ષ્યને હાંસલ કરવા માટે વાણિજ્ય વિભાગે (Finance Ministry) સખત મહેનત કરી હતી. વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે મંત્રાલયે નિકાસના આટલા મોટા લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ઘણા પગલાં લીધાં છે.

જાણો કેવી રીતે ભારતે કૃષિ નિકાસ ક્ષેત્રમાં 50 બિલિયન યુએસ ડોલરનું લક્ષ્ય કર્યું હાંસલ
Agriculture Export From India (TV9 Digital)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 9:51 AM
Share

ભારતે કૃષિ અને સંલગ્ન ઉત્પાદનોની નિકાસ(Agriculture Export)માં વિક્રમી સિદ્ધિ હાંસલ કરી છે. દેશે કૃષિ ક્ષેત્ર (Agriculture Sector)માં 50 બિલિયન ડોલરની નિકાસ કરવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. ભારતના આ લક્ષ્યને હાંસલ કરવા માટે વાણિજ્ય વિભાગે (Finance Ministry)સખત મહેનત કરી હતી. વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે મંત્રાલયે નિકાસના આટલા મોટા લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ઘણા પગલાં લીધાં છે. અગાઉ વર્ષ 2013-14માં દેશમાંથી 43 બિલિયન અમેરિકન ડોલરની કૃષિ નિકાસ કરવામાં આવી હતી, અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે આ પછી કૃષિ નિકાસમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.

વર્ષ 2016-17માં કૃષિ નિકાસમાં 10 બિલિયન ડોલરનો ઘટાડો થયો, જે ચિંતાનો વિષય હતો. પછી નિકાસને વેગ આપવા માટે, વાણિજ્ય મંત્રાલયે કૃષિ નિકાસમાં ઘટાડા માટેના ચાર મુખ્ય કારણોને ઓળખ્યા, જેથી કરીને તેને સુધારી શકાય. મુખ્ય ચાર કારણો પૈકી કૃષિ પેદાશોના ઉત્પાદન અને નિકાસ વચ્ચેનો સંબંધ યોગ્ય ન હતો. બીજી તરફ, એવું જાણવા મળ્યું હતું કે રાજ્ય સરકાર અને ખેડૂતો નિકાસ કરવા માટેના ઉત્પાદનોના ખ્યાલથી સંપૂર્ણપણે વાકેફ ન હતા.

ગ્રામ્ય કક્ષા સુધી ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા

જ્યારે નિકાસમાં ઘટાડા માટેના કારણોની તપાસ કરવામાં આવી ત્યારે એવું પણ જાણવા મળ્યું કે કૃષિ નિકાસ માટે માળખાકીય સુવિધાઓ અને કુશળતાનો અભાવ હતો જેના કારણે રાજ્યો માત્ર કેન્દ્ર સરકારના ડોમેન તરીકે નિકાસ કરતા હતા. આ સમસ્યાઓને દૂર કરવા માટે, વાણિજ્ય વિભાગે એક એક્શન પ્લાન તૈયાર કર્યો. આ પછી, પ્રથમ વખત માત્ર રાજ્ય જ નહીં પરંતુ જિલ્લા અને ગ્રામ્ય સ્તર સુધીના ખેડૂતોને નિકાસ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે જો કોઈપણ કૃષિ ઉત્પાદનની ઉપજ વધુ હશે તો ભારત સરકાર તેની નિકાસ કરશે. કારણ કે સરકાર કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોને મદદ કરવા માંગે છે. નોંધપાત્ર રીતે, ભારતમાં આજીવિકાનો સૌથી મોટો સ્ત્રોત કૃષિ છે.

નિકાસ અવરોધો દૂર કર્યા

અધિકારીઓએ જણાવ્યું કે, કોરોના મહામારી છતાં કૃષિ ક્ષેત્રમાં તેજી જોવા મળી હતી. કારણ કે તે સમયે વૈશ્વિક સ્તરે ખોરાકની માગ વધી હતી. પરંતુ લોકડાઉનના કારણે બજાર અને રસ્તા બંધ હતા. આવા સમયે, વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓએ વિદેશમાં સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા વર્ચ્યુઅલ મીટિંગ દ્વારા વિદેશી ખરીદદારો સાથે વાત કરી. વૈશ્વિક માગને પહોંચી વળવા પોર્ટ, કસ્ટમ્સ વગેરે જેવા અવરોધો દૂર કરવામાં આવ્યા હતા. આ સાથે, કૃષિ નિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઓળખ કરી અને તેને દૂર કરવામાં રાજ્યોને મદદ કરી.

નવા બજારોની ઓળખ

આ ઉપરાંત, વાણિજ્ય મંત્રાલયે વધુને વધુ કૃષિ ઉત્પાદનોને બજારમાં લાવવા માટે નવા બજારોની ઓળખ કરી છે, વધુને વધુ લોકો હાલના બજારમાં આવે, નવા બજારોની જરૂરિયાત જેવા ઘણા મુદ્દાઓ પર વિશ્લેષણ કર્યું. ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે ભારતે 50 અબજ યુએસ ડોલરના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હોવા છતાં, ભારત હજુ પણ કૃષિ ઉત્પાદનોની નિકાસમાં તેની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શક્યું નથી. સરકારના પ્રયાસોને કારણે, વર્ષ 2021-22 માં , ભારતે 10 બિલિયન અમેરિકન ડોલરના ચોખાની નિકાસ કરી હતી. જેમાં તે વિશ્વની ચોખાની નિકાસમાં 50 ટકાનો હિસ્સો હતો.

આ પણ વાંચો: મોદી સરકારની આ યોજના દ્વારા સરળતાથી બની જશે કિસાન ક્રેડિટ કાર્ડ, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: Success Story: લગ્નની સીઝનમાં ફૂલની કિંમતમાં થયો વધારો, ખેડૂતોએ સારા ભાવની આશા કરી વ્યક્ત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">