કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં મોટો આદેશ આપ્યો, દેશના કરોડો ખેડૂતોને મળશે લાભ

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ મશીનો બનાવતી કંપનીઓ અને ડીલરોને દેશભરમાં એકસરખી કિંમતે તેમના ઉત્પાદનો વેચવાની સૂચના આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં મોટો આદેશ આપ્યો, દેશના કરોડો ખેડૂતોને મળશે લાભ
Farm Machinery
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 12:16 PM

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી શોભા કરંદલાજે રાજ્યના કૃષિ મંત્રી ચંદ્રકાંત કવલેકર અને અધિકારીઓ સાથે ગોવામાં કેન્દ્ર પુરસ્કૃત કૃષિ યોજનાઓના અમલીકરણ અંગેની સમીક્ષા બેઠક દરમિયાન કૃષિ મશીનરી સંબંધિત મોટો આદેશ જારી કર્યો છે. કૃષિ મશીનો (Farm Machinery) બનાવતી કંપનીઓ અને ડીલરોને દેશભરમાં એકસરખી કિંમતે તેમના ઉત્પાદનો વેચવાની સૂચના આપવામાં આવી છે.

કરંદલાજે રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને રાજ્યના કૃષિ મંત્રીએ ગોવામાં ખેડૂતોના કલ્યાણના વધુ સારા અમલ માટે અદ્ભુત કામ કરવા બદલ પ્રશંસા કરી. એક સરકારી નિવેદનમાં, સમીક્ષા બેઠકમાં મંત્રીના નિવેદનને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, “કૃષિ ઓજારો અને સામગ્રીની કિંમત દરેક રાજ્યમાં સમાન હોવી જોઈએ. તે દેશના જુદા જુદા સ્થળોથી અલગ ન હોવી જોઈએ. ભારત સરકારે ડીલરો અને ઉત્પાદકોને દેશભરમાં એકસમાન ભાવ યાદીઓ મૂકવાનો નિર્દેશ આપ્યો છે.

ગોવામાં ખેતી વિકસાવવાની રીતોની ચર્ચા કરતી વખતે મંત્રીએ રાજ્ય સરકારને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા, પાક ઉત્પાદન સંબંધિત અપડેટ કરેલી માહિતી પૂરી પાડવા, જટિલ કૃષિ ઇનપુટ્સની જોગવાઈ, માટી અને બીજ પરીક્ષણ સુવિધાઓ અને જાહેર અને ખાનગી ક્ષેત્રને સંપર્ક કરવાની વ્યવસ્થા કરવા સૂચવ્યું.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

તેમણે રાજ્ય સરકારને પૂર અને દુષ્કાળ દરમિયાન ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે પાક સર્વેક્ષણ માટે ડિજિટલ પદ્ધતિઓ અપનાવવા પણ કહ્યું. આ ઉપરાંત મંત્રીએ કહ્યું કે શેરડીની ખેતી અને ગોળનું ઉત્પાદન વધારી શકાય છે કારણ કે નિકાસ માટે ગોળની વધારે માગ છે.

સરકાર એક ખાસ યોજના ચલાવે છે

CHC Farm Machinery એપ પર ઓર્ડર આપીને, તમે તમારા ખેતી માટે જરૂરી મશીનરી (સાધનો) ખૂબ જ સસ્તા દરે મેળવી શકો છો. જો તમે કૃષિ મશીનરી સાથે સંબંધિત વ્યવસાય કરવા માંગતા હો, તો તમે તેમાંથી દર વર્ષે લાખોની કમાણી કરી શકો છો. આ માટે, 80 ટકા સુધી સરકારી નાણાકીય સહાય આપવામાં આવશે.

જો તમે ખાનગી કસ્ટમ હાયરિંગ સેન્ટર (CHC) બનાવો છો, તો સરકાર 40 ટકા સહાય આપશે. તેમાં 60 લાખ રૂપિયા સુધીના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવે છે. એટલે કે તમારા વિસ્તારના ખેડૂતોની જરૂરિયાત મુજબ તમે આટલી રકમના મશીનો ખરીદી શકો છો.

આ પ્રોજેક્ટમાં 24 લાખ રૂપિયાની સરકારી સહાય ઉપલબ્ધ થશે. જ્યારે જો તમે સહકારી જૂથ બનાવીને મશીન બેંક તૈયાર કરો છો, તો જૂથમાં 6 થી 8 ખેડૂતો હોવા જોઈએ. જેમાં 10 લાખ રૂપિયા સુધીનો પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવે છે. એટલે કે, તમને 8 લાખ રૂપિયા સુધીની સરકારી સહાય મળશે. સબસિડીનો લાભ લેવા માટે ખેડૂતો તેમના સંબંધિત રાજ્યના કૃષિ વિભાગના એન્જિનિયરિંગ વિભાગનો સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો : ખેડૂતોની આવક કેવી રીતે બમણી થશે ? વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી અને અદ્યતન બિયારણોથી થશે ફાયદો, તૈયાર કરાયો રોડમેપ

આ પણ વાંચો : ખેડૂતો આ રીતે નાની જગ્યામાં ખેતી કરી, ઓછા ખર્ચે વધારી કમાણી કરી શકશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">