Gir Somnath: વાવાઝોડાએ આંબાના બગીચાઓનો સોથ વાળ્યો હતો, આ વરસે સિઝન નબળી રહેશે, કેસર કેરીની કલમો પણ મોંઘી થઇ
ગીર વિસ્તારમાં 60 જેટલી નર્સરીઓ આવેલી છે. જેમાં તાલાળાનાં સુરવા, મંડોરણા,હડમતીયા,આકોલવાડી વગેરે ગામોમાં નર્સરી આવેલી છે. તાઊતે વાવાઝોડાને કારણે ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર, ઉના,ગીરગઢડા જેવા તાલુકાનાં વિસ્તારોમાં ઘણા જ આંબાવાડિયાઓને નુકશાન થયું છે.
Gir Somnath: તાઊતે વાવાઝોડામાં કેસર કેરીના બગીચાઓમાં વ્યાપક નુકશાન થતાં ગીરમાં કેસર કેરીના (Kesar Mango)આંબાની સારી એક કલમનાં ભાવમાં (Plant prices) 100 થી 150 રૂપિયાનો વધારો થયો છે. તો નવા બગીચાઓ તૈયાર થતાં ચારથી પાંચ વર્ષ લાગશે. માટે કેસર કેરીની સીઝન આવતા વર્ષે ફીકકી રહે તેવી સંભાવનાઓ છે.
ગીરમાં છેલ્લા 4 વર્ષથી દર વર્ષે કેસર કેરીની 5 લાખથી વધુ કલમ વેચાય છે. કેસરની એક કલમનો સરેરાશ ભાવ 250 થી 500 રહેતો હોય છે. તાઊતે વાવાઝોડામાં અનેક આંબાવાડિયા સાફ થઈ ગયા હોય કેસર કલમની માંગ વધી. હાલ કેસરની કલમનો ભાવ 350 થી 700 જેવો થઈ રહ્યો છે. તાઊતે વાવાઝોડાએ કલમોની કિંમત વધારી છે. જેમાં 30 ટકા સ્થાનિક અને 70 ટકા કલમ બહારનાં ખેડૂતો લઈ જાય છે.
સમગ્ર ગીર વિસ્તારની જમીન કેસર કેરીની અનુરૂપ છે. તો કેસરનાં વિકાસ માટે ગીરનું વાતાવરણ પણ સાનુકૂળ રહ્યું છે. આ વિસ્તારની કેસર કેરી દેશ વિદેશમાં વખણાય છે. ગીરનું અમૃત એટલે કેસર કેરી. ફળોનો રાજા એટલે ગીરની કેસર. સ્વાદ,સુગંધમાં ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક ફળ એટલે ગીરની કેસર. તાઊતે વાવાઝોડાએ ગીરનાં આંબાનાં બગીચાઓની દશા અને દિશા બંને બગાડી નાખી. હજ્જારો આંબાનાં વૃક્ષો ધરાશયી થઈ ગયા. જે બચ્યા તેમાંથી કેસર કેરી ખરી ગઈ. ખેડૂતોના આંબા વાડિયાઓમાં ઠેક ઠેકાણે ખાંચા પડી ગયા તો કેટલાક બગીચાઓ તો સાવ ઉજ્જડ બની ગયા છે. હવે ખાલી જગ્યામાં ફરી કેસરનાં આંબા રોપવાની કામગીરી શરૂ કરાશે.
કેસર આંબાની કલમ મોંઘી થતા ખેડૂતોને પડ્યાં ઉપર પાટું જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. મોંઘવારીનો માર સહન કરતા ખેડૂતને કેસરની એક કલમે 100 થી 150 રૂપિયા વધુ ચૂકવવા પડે છે. વર્તમાન કાળઝાળ મોંઘવારીમાં ખેડૂત બિચારો બન્યો છે. અને કેસરની કલમના ભાવ પણ વધુ ચૂકવી રહ્યો છે. આ ભાવ વધારાને ખેડૂત મૂંગે મોઢે સહી રહ્યો છે.
ગીર વિસ્તારમાં 60 જેટલી નર્સરીઓ આવેલી છે. જેમાં તાલાળાનાં સુરવા, મંડોરણા,હડમતીયા,આકોલવાડી વગેરે ગામોમાં નર્સરી આવેલી છે. તાઊતે વાવાઝોડાને કારણે ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર, ઉના,ગીરગઢડા જેવા તાલુકાનાં વિસ્તારોમાં ઘણા જ આંબાવાડિયાઓને નુકશાન થયું છે. તો અમરેલી,જાફરાબાદ,ધારી સહિતનાં વિસ્તારોમાં પણ આંબાનાં બગીચાઓ સાફ થઈ ગયા છે. આથી કેસરની કલમની માંગ વધી છે. જ્યારે ઉત્પાદન ઘટ્યું છે.
આથી કેસરની કલમ મોંઘી બની છે. ગીર વિસ્તારમાં દર વર્ષ સરેરાશ 5 લાખ કલમ ઉત્પાદિત થાય છે. જ્યારે આ વખત માંગ વધુ છે. આથી ગત વર્ષ સુધી કેસરની જે કલમ 250 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધી મળતી હતી. તે કલમ હાલ 350 થી લઈ 700 રૂપિયા સુધી મળે છે. એટલે આ વર્ષ પ્રતિ કલમ 100થી 150 રૂપિયા જેટલો ભાવ વધારો આવ્યો છે. વાવાઝોડાને કારણે કેસરનાં બગીચાઓમાં મોટું નુકસાન થયું હોય આ વર્ષ 8 થી 10 લાખ કલમનું વેચાણ થવાની શકયતા જોવાઈ રહી છે.
આ પણ વાંચો : Gandhinagar : દહેગામ ખાતે 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પદવીદાન સમારોહનું આયોજન
આ પણ વાંચો : Vadodara : રાજસ્થાનની બિસ્નોઇ ગેંગના દારૂની હેરાફેરીના નેટવર્કને ભેદતી PCB