Vadodara : રાજસ્થાનની બિસ્નોઇ ગેંગના દારૂની હેરાફેરીના નેટવર્કને ભેદતી PCB
ઘેવર મારવાડીએ રહેવા માટે આજવા રોડ ઉપર પંચમ બ્લોસમ ફ્લેટમાં મકાન ભાડેથી રાખેલ છે તેમજ તેના માણસોના રહેવા માટે ગોત્રી સેવાસી રોડ ઉપર આવેલ ઓસીયા મોલની પાછળના ભાગે સોસાયટીનુ મકાન ભાડે રાખેલ હોવાની બહાર આવેલી હકીકત આધારે આ બંને સ્થળોએ પણ PCB ની ટીમ ગોઠવી દેવામાં આવી હતી.
રાજસ્થાનના બિસ્નોઇ મારવાડીની જુદી જુદી ગેંગ(Bishnoi Gang) દ્વારા વડોદરા(Vadodara) શહેરમાં મકાનો તથા ગોડાઉનો ભાડે રાખી ગેરકાયદે વિદેશી દારૂની(Liquor) હેરાફેરી કરતા હોવાની બાતમી આધારે વડોદરા PCB દ્વારા છેલ્લા કેટલાક સમયથી બિસ્નોઇ ગેંગના માણસોની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી હતી. જેમાં માંજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા વોન્ટેડ બિસ્નોઇ ગેંગના ઘેવર મારવાડી તથા બિસ્નોઇ મારવાડી ગેંગના અન્ય સભ્યો બાબતે માહિતી મેળવવામાં આવી રહી હતી. પીસીબી પી આઈ જે જે પટેલ ને માહિતી મળી હતી કે વોન્ટેડ આરોપી ઘેવર મારવાડી માંજલપુર પો.સ્ટે વિસ્તારમાં બીલ કેનાલ રોડ ઉપર આવેલ પુષ્ટી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાન નંબર 11 ભાડેથી રાખી ઇગ્લીશ દારૂનો જથ્થો સંગ્રહ કરી નાના વાહનો મારફતે હેરાફેરી કરે છે. દુકાનની આગળ પાર્ક વાહનોમાં દારૂનો જથ્થો સપ્લાય થવાનો હોવાની ચોક્કસ બાતમી આધારે પીસીબી દ્વારા આયોજન બદ્ધ રીતે રેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
PCB ની ટીમ ગોઠવી દેવામાં આવી હતી
ઘેવર મારવાડીએ રહેવા માટે આજવા રોડ ઉપર પંચમ બ્લોસમ ફ્લેટમાં મકાન ભાડેથી રાખેલ છે તેમજ તેના માણસોના રહેવા માટે ગોત્રી સેવાસી રોડ ઉપર આવેલ ઓસીયા મોલની પાછળના ભાગે સોસાયટીનુ મકાન ભાડે રાખેલ હોવાની બહાર આવેલી હકીકત આધારે આ બંને સ્થળોએ પણ PCB ની ટીમ ગોઠવી દેવામાં આવી હતી.વડોદરા PCB ની જુદી જુદી ત્રણ ટીમો બનાવી બીલ કેનાલ રોડ પુષ્ટી એપાર્ટમેન્ટ બીલ, ગોત્રી તેમજ આજવા રોડ ખાતે સામુહિક દરોડો પાડી બિસ્નોઇ ગેંગના કુલ ચાર સાગરીતોને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ. બિસ્નોઇ ગેંગનો મુખ્ય સુત્રધાર ઘેવરચંદ બિસ્નોઇ અગાઉ પ્રોહીબીશનના ગુનાઓમા પકડાઈ ચુક્યો છે.
તાંજેતરના માંજલપુર પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ સ્ટેશનોમા વોન્ટેડ હોય તેની ઓળખ છુપાવવા માટે રાજસ્થાન ખાતેથી દિનેશકુમાર કિશનલાલ નામનુ બોગસ આધાર કાર્ડ બનાવી ઓળખ છુપાવી રહેતો હોવાની હકીકત સામે આવી છે.
મકાન તથા દુકાન ભાડે રાખી દારૂની હેરાફેરી કરતા
બિસ્નોઇ ગેંગના સાગરીતો પોતે સુથારીકામ તથા અલગ અલગ પાવડરોના કામ કાજ કરતા હોય જે બહાન હેઠળ ભાડા કરાર કરી મકાન તથા દુકાન ભાડે રાખી દારૂની હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા, તથા ભાડા કરાર કરવામા આવેલ તે ભાડા કરાર આધારે દારૂની હેરાફેરી માટેના વાહનો જેમા ફોર વ્હીલર તથા ટુ વ્હીલર જે તે ભાડે રાખેલ મકાનના સરનામે ખરીદ કરતા હોય છે.
પકડાયેલ આરોપીઓ
(૧) ઘેવરચંદ ભાગીરથ રામ બિસ્નોઇ (ઢાંકા) ઉ.વ. ૨૩ રહે. ગામ. કરવાડા થાના કરડા પોસ્ટ તથા તાલુકોરાણીવાડ જી. જાલોર રાજસ્થાન (૨) નારાયણ ઉર્ફે નરેશ સ/ઓ ભારમલજી જલાજી બિસ્નોઇ (ઢાંકા) રહે,ગામ કરવાડા તા.રાણીવાડ (૩) દિનેશકુમાર સ/ઓ વાગારામ ગોકલારામ બિસ્નોઇ (કાવા) ઉ.વ.૩૨ રહે,ગામ કોટડા થાના કરડા, પોસ્ટ કરવાડા, તા.રાણીવાડ જી.જાલોર રાજસ્થાન (૪) દિનેશકુમાર સ/ઓ જયકિશન વરીંગારામ બિસ્નોઇ (જાંગુ) ઉ.વ. ૨૮ રહે. ગામ. કોટડા થાણા કરડા પોસ્ટ કરવાડા, તા.રાણીવાડ જી.જાલોર રાજસ્થાનજી.જાલોર રાજસ્થાન
વોન્ટેડ આરોપી:
(૧) પુનમારામ લાખારામ દેવાશી રહે. કરવાડા ગામ, તા. રાણીવાડા જી. જાલોર રાજસ્થાન . (૨) રામુ મોહનલાલ બિસ્નોઇ રહે. સાંચોર જી. જાલોર રાજસ્થાન (૩) રાજુરામ બિસ્નોઇ રહે. સુથારોકી ધાની ચિતલવાના જી. જાલોર રાજસ્થાન (૪) નિલેશ ઉર્ફે નિલુ સીંધી રહે. ખોડીયારનગર વડોદરા (૫) નરેશ રહે. દિપ ટોકીઝ પાસે નવાયાર્ડ વડોદરા
આ પણ વાંચો : Kheda: સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયા જતી જન શતાબ્દી ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ મળ્યુ, ખેડાવાસીઓમાં આનંદની લાગણી