ભારતમાં પપૈયાની (Papaya) મોટા પાયે ખેતી કરવામાં આવે છે. તેનો ઉપયોગ શાકભાજી અને ફળ તરીકે થાય છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહે છે અને ખેડૂતો (Farmers) સારી કમાણી કરે છે. પપૈયાની એક કરતાં વધુ સુધારેલી જાતો આવી છે અને તેમાંથી ખેડૂતો આખું વર્ષ ઉત્પાદન મેળવી શકે છે. પપૈયા એ ઝડપથી વિકસતો પાક છે અને તેનો છોડ નાજુક છે. જો પાણી થોડું વધારે થઈ જાય તો તેને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં અમે પપૈયાની નર્સરી બનાવતી વખતે રાખવાની સાવચેતી વિશે જણાવી રહ્યા છીએ.
પપૈયામાં ફૂગના રોગો થવાની સંભાવના વધુ છે, તેથી નર્સરી વિસ્તારમાં પાણી ભરાયેલું ન હોવું જોઈએ. આ ફૂગ ફેલાવવાનું જોખમ ઊભું કરે છે. આ સિવાય જમીન સંપૂર્ણપણે સ્વસ્થ અને જીવાતો અને રોગોથી મુક્ત હોવી જોઈએ. પપૈયાની નર્સરી રોપતા પહેલા ક્યારીઓ સારી રીતે ખેડવી જોઈએ. જો માટી સારી હોય તો છોડ નર્સરીમાં સારો દેખાવ કરે છે. જમીનમાંથી ભૂસું, નીંદણ, પાકના મૂળ, અડધા પાંદડા અને સાંઠીઓ દૂર કરવાથી ખેતર સારું બને છે.
જમીનમાં 5 કિલો રેતી, 20 કિલો સડેલું છાણ અને એક કિલો લીમડો ભેળવીને ક્યારી બનાવો. માત્ર તંદુરસ્ત અને પરિપક્વ બીજ જ પસંદ કરો. તમારા પ્રદેશ અને વિસ્તારની આબોહવા અનુસાર તૈયાર કરેલ બીજની જ જાતો પસંદ કરો. થિરામ અથવા અન્ય ફૂગનાશક સાથે બીજની સારવાર કરવાની ભલામણ કરવામાં આવે છે. એક કિલો બીજ માટે 2 ગ્રામ થિરામ પૂરતું માનવામાં આવે છે. જમીનમાં ભેજને કારણે છોડ સડી જવાનો ભય રહે છે. આ માટે, વાવણીના 15 દિવસ પહેલા ક્યારીને 2.5 ટકા ફોર્માલ્ડિહાઇડ દ્રાવણ ઉમેરો. 49 કલાક પછી તેને પોલિથીનથી ઢાંકીને તેને જંતુમુક્ત કરવાની સલાહ આપવામાં આવે છે.
બીજને અડધો સેન્ટિમીટર ઊંડે વાવો અને બીજ વચ્ચે 1 ઇંચનું અંતર રાખો જ્યારે ક્યારીથી ક્યારીનું અંતર 3 ઇંચ હોવું જોઈએ. બીજ રોપ્યા પછી દર બે થી ત્રણ દિવસે છંટકાવ પદ્ધતિથી પિયત આપવું. આ રીતે વાવેલા બીજ 15 થી 20 દિવસમાં અંકુરિત થાય છે. જે ખેડૂતોએ પપૈયાના પાકનું વાવેતર કર્યું છે. તેઓએ આ સિઝનમાં છોડને હિમથી બચાવવા જોઈએ. આ માટે છોડનેઢાંકી દો અને સમયસર પિયત આપો.
આ પણ વાંચો : હવે કર્મચારીઓએ પગાર માટે મહિનાના છેલ્લા દિવસનો ઇંતેજાર કરવો પડશે નહિ, દેશમાં આવી ગઈ Weekly Pay Policy
આ પણ વાંચો : UP Election 2022: ભાજપે 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિ દયાશંકરને બલિયાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા