Agriculture: ખેડૂતોએ જુલાઈ માસમાં જુદા-જુદા પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ
ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. વરસાદના (Rain) કારણે પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય.
રોગ-જીવાતના નિયંત્રણ માટેના ઉપાય
1. અડદમાં નિંદણ નિયંત્રણ માટે ફલીઝાલોફોપ – ઈથાઈલ ૪૦ ગ્રામ/હે. વાવેતર બાદ ૨૦ દિવસે છંટકાવ કરવો.
2. ચણા-મગ તથા અન્ય પાકમાં મૂળખાઈ – સુકારા માટે ટ્રાઈકોર્ડમાં વીરીડી અથવા ટ્રાઈકોર્ડમાં હરજીયાનમ નો ઉપયોગ કરો.
મકાઈ, દિવેલા, મગ, ચોળા, મગફળી અને સોયાબીન
1. પ્રથમ સારો વરસાદ થયા બાદ દરરોજ રાત્રે ૮ થી ૧૨ વાગ્યા સુધી હેકટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફુદીઓને આકર્ષી નાશ કરવો.
2. કાતરાનો ઉપદ્રવ નિયમિત જોવા મળતો હોય ત્યાં ખેતરની ફરતે ખાઈ બનાવી તેમાં ભૂકારૂપ કીટનાશક ભભરાવવી જેથી કાતરા શેઢા-પાળા પરથી ખેતરમાં ઉતરે ત્યારે દવાના સંપર્કમાં આવે તો નાશ થઈ શકે.
3. લીંબોળીની મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી પાક પર છાંટવાથી કાતરા પાકને નુકસાન કરતા નથી.
4. વધુ ઉપદ્રવ જણાય તો થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુ ૨૦ ગ્રામ અથવા ઈન્ડોક્ષાકાર્બ ૧૫.૮ ઈસી ૧૦ મિ.લી. અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસ.જી. ૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
રીલે પાક પદ્ધતિ અપનાવવી
1. આંતરરીલે પાકમાં બે મગફળીની લાઈન પછી એક તુવેર અથવા ત્રણ મગફળીની લાઈન પછી એક એરંડાની લાઈનનું વાવેતર કરવું.
2. સોયાબીન: ગુસો-૧,૨,૩, એન.આર.સી-૩૭ (અહલ્યા-૪) સોયાબીનનું વાવેતર કરો.
3. મધ્ય ગુજરાત માટે સોયાબીન એન.આર.સી -૩૭ અથવા જે.એસ. -૩૩૫ જાતનું ૪૫ સે.મી.ના અંતરે વાવેતર કરવું.
4. લીંબોળીની મીજ્માંથી બનાવેલ ૫ % અર્ક (૫૦૦ ગ્રામ મીન્જનો ભૂકો / ૧૦ લીટર પાણી) નો રોપણીનાં ૩૫ અને ૬૫ માં દિવસે છંટકાવ કરવો.
આ પણ વાંચો : Farming: આ ખેડૂત પાક માટે ગૌમૂત્રથી કરે છે સિંચાઈ, આ રીતે શાકભાજીની ઉપજમાં વધારો નોંધાયો
રોપણીની પૂર્વ તૈયારી
1. યોગ્ય અંતરે યોગ્ય માપના ખાડાઓ તૈયાર કરવા.
2. ખાડાઓને ૧૫-૩૦ દિવસ સૂર્પના તાપમાં તપવા દેવા.
3. ત્યારબાદ બે ભાગ માટી અને એક ભાગ કોહવાયેલા છાણીયા ખાતરના મિક્ષણથી ખાડાઓ પૂરેપૂરા ભરવા.
4. ઉધઈના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૫ મિ.લી. પ્રતિ ૧૫ લી. પાણીમાં નાખી ખાડા દીઠ જંતુનાશક દવા ૧૦૦ ગ્રામ પાવડર પણ મિક્ષણમાં ભેળવવો.
5. રોપણી માટે જે તે ફળ પાકની પ્રમાણિત કલમો/રોપાઓ પસંદ કરવા.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી