ખેડૂતોને મળશે વ્યાજ વગર જ કૃષિ લોન, રાજ્ય સરકારના આ નિર્ણયથી ધરતીપુત્રોને થશે ફાયદો
સરકાર ખેડૂતો સહિત સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા હિતધારકોના ફાયદા માટે અનેક પ્રયત્નો કરી રહી છે. સહકાર વિભાગ રાજ્યમાં KCC એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ ધારક ખેડૂતોને વગર વ્યાજની ટૂંકા ગાળા માટે કૃષિ લોન આપવા માટે પ્રક્રિયા કરી રહી છે. રાજ્યના ખેડૂતોને થોડા જ સમયમાં શૂન્ય ટકાના વ્યાજ દરે લોન આપવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રાજ્ય સહકારી બેંકમાંથી કોઈ પણ પ્રકારના વ્યાજ વગર જ ટૂંકા ગાળા માટે કૃષિ લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. બિહારના સહકાર વિભાગના મંત્રી સુરેન્દ્ર યાદવે 70 માં અખિલ ભારતીય સહકારી સપ્તાહ 2023 દરમિયાન જુદી-જુદી જિલ્લા સહકારી બેંકના અધિકારીઓ અને પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓના (PACS) પ્રતિનિધિઓને સંબોધન કર્યું હતું.
સહકારી બેંકો કરી રહી છે નફો
આ દરમિયાન સુરેન્દ્ર યાદવે કહ્યુ હતું કે, નાના અને સીમાંત ખેડૂતો રાજ્યની સાથે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓ તેમજ ખેડૂતો માટે પણ સરળતા રહે તેવા પગલાં લેવામાં આવ્યા છે. આગળ તેમણે જણાવ્યું કે, અમે ટૂંક સમયમાં ખેડૂતો માટે ઘણા પ્રોત્સાહનો લાવીશું.
આપણી સહકારી બેંકો નફો કરી રહી છે અને ત્રિ-સ્તરીય લોન માળખાના સર્વોચ્ચ એકમ હોવાને કારણે ખેડૂતો અને અન્ય હિસ્સેદારોના લાભ માટે ખરીદ અને અન્ય સહકારી યોજનાઓનો સફળતાપૂર્વક અમલ કરી રહી છે.
ખેડૂતોને શૂન્ય ટકાના દરે કૃષિ લોન મળશે
આ કાર્યક્રમમાં બિહાર સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ દીપક કુમાર સિંહે કહ્યુ હતું કે, રાજ્ય સરકાર ખેડૂતો સહિત સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા હિતધારકોના ફાયદા માટે અનેક પ્રયત્નો કરી રહી છે. સહકાર વિભાગ રાજ્યમાં KCC એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ ધારક ખેડૂતોને વગર વ્યાજની ટૂંકા ગાળા માટે કૃષિ લોન આપવા માટે પ્રક્રિયા કરી રહી છે. રાજ્યના ખેડૂતોને થોડા જ સમયમાં શૂન્ય ટકાના વ્યાજ દરે ટૂંકા ગાળા માટે કૃષિ લોન આપવામાં આવશે.
આ પણ વાંચો : ટપક સિંચાઈ અને સ્પ્રિંકલર સિંચાઈ પર ખેડૂતોને મળશે સબસિડી, જાણો આ યોજના વિશે વિગતવાર માહિતી
ખેડૂતોને લણણી બાદના ખર્ચ માટે વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે
દીપક કુમારે આગળ જણાવ્યું કે, આ નવી યોજના હેઠળ, રાજ્યના ખેડૂતોને લણણી બાદના ખર્ચ તેમજ કૃષિ અને અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓ માટે રૂપિયાની જરૂરિયાતો રહે છે, તેથી તેને પહોંચી વળવા માટે આ વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે. તેમણે રાજ્યમાં સામૂહિક વિકાસ માટે સહકારી આંદોલનને મજબૂત બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.