AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ રાજ્યની સરકાર બાગાયતી પાકો પર કેન્દ્રિત કરશે ધ્યાન, ખેડૂતોની આવક વધારવા કરાશે પ્રયાસ

હાલમાં અહીં કુલ પાકના લગભગ 7 ટકા વિસ્તારમાં બાગાયત (Horticulture crops)થાય છે. 2030 સુધીમાં તેને વધારીને 15 ટકા કરવાનો લક્ષ્યાંક છે. ત્યારે હવે આ રાજ્યની સરકાર બાગાયતી પાકો પર ધ્યાન કેન્દ્રિત કરશેં.

આ રાજ્યની સરકાર બાગાયતી પાકો પર કેન્દ્રિત કરશે ધ્યાન, ખેડૂતોની આવક વધારવા કરાશે પ્રયાસ
Symbolic ImageImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2022 | 2:50 PM
Share

હરિયાણા સરકાર (Haryana Government)હવે પરંપરાગત પાકોને બદલે બાગાયતી પાકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેથી ખેડૂતો (Farmers)ની આવક વધે. મુખ્યમંત્રી મનોહર લાલે કહ્યું છે કે રાજ્યના કૃષિ ક્ષેત્રમાં બાગાયત અને પશુપાલનનો હિસ્સો વધી રહ્યો છે. આ આપણા પાક વૈવિધ્યકરણ નીતિઓનું પરિણામ છે. પાક વૈવિધ્યકરણ માટે બાગાયત પણ એક શ્રેષ્ઠ માર્ગ છે. હાલમાં હરિયાણાના કુલ પાકના લગભગ 7 ટકા વિસ્તારમાં બાગાયત (Horticulture crops)થાય છે. 2030 સુધીમાં તેને વધારીને 15 ટકા કરવાનો લક્ષ્યાંક છે.

એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બાગાયતને પ્રોત્સાહન આપવાની દિશામાં અમે બાગાયત માટે અદ્યતન ટેકનોલોજી સાથેના 14 સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપ્યા છે. આમાં 100 કરોડથી વધુની રકમનું રોકાણ કરવામાં આવ્યું છે. અમે પશુપાલનને પ્રોત્સાહન આપી પશુપાલકોની આવક વધારવાનું કામ કર્યું છે. અમારું લક્ષ્ય દૂધ ઉત્પાદનમાં હરિયાણાને નંબર વન બનાવવાનું છે.

વીસ લાખ પશુઓને રસી અપાશે

સીએમએ કહ્યું કે પ્રાણીઓ માત્ર પ્રાણીઓ જ નથી પરંતુ આપણા ખેડૂતોના સુખ-દુઃખના સાથી છે. પશુઓમાં લમ્પી રોગ ફેલાઈ રહ્યો છે, આ સમયે આપણે સાવચેતી રાખવી પડશે. રાજ્ય સરકાર 20 લાખ પશુઓને રસી અપાવશે. અમારી પાસે 3 લાખ રસીઓ ઉપલબ્ધ છે અને 17 લાખ રસીઓનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તેમણે હરિયાણામાં પશુપાલન અને બાગાયત સંશોધનના બે નવા કેન્દ્રોનો શિલાન્યાસ કર્યો.

કૃષિ અને પશુપાલનના સંશોધન પર ભાર

તેમણે ભિવાનીના ખરકડીમાં પ્રાદેશિક સંશોધન કેન્દ્ર તથા પશુ વિજ્ઞાન કેન્દ્ર બહલનો શિલાન્યાસ કર્યો. આ અવસરે મુખ્યમંત્રીએ કહ્યું કે આજનો દિવસ કૃષિલક્ષી હરિયાણામાં કૃષિ ક્ષેત્ર માટે ખાસ છે. આજે આપણે પરંપરાગત અનાજની ખેતીની જગ્યાએ નવા યુગની જરૂરિયાતો અનુસાર નવી ટેકનોલોજીની નવી ખેતી માટે 2 સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે. મને ખાતરી છે કે બંને યુનિવર્સિટીના આ બે પ્રાદેશિક કેન્દ્રો આપણા કૃષિ ક્ષેત્રમાં સંશોધનના બળ પર પોતાની વિશેષ ઓળખ બનાવશે.

ગ્રામ પંચાયતે 120 એકર જમીન આપી

આ પ્રસંગે મુખ્યમંત્રીએ આ પ્રાદેશિક સંશોધન કેન્દ્ર માટે 120 એકર જમીન આપનાર ગ્રામ પંચાયત ખરકડીનો આભાર માન્યો હતો. આ સેન્ટરનો ખર્ચ આશરે 39 કરોડ રૂપિયા થશે. તે 2 વર્ષમાં તૈયાર થઈ જશે. જેમાં બાગાયત ઉત્પાદનને લગતા તમામ વિષયો પર સંશોધન કાર્ય કરવામાં આવશે. જેમાં દેશ-વિદેશમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના ફળો, શાકભાજી, ઔષધીય અને સુગંધિત છોડ, મસાલા વગેરે એકત્ર કરવામાં આવશે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">