VADODARA : ધર્માંતરણ કેસની તપાસમાં મોટો ખુલાસો, ધર્માંતરણ અને હવાલાના પુરાવાવાળી પેનડ્રાઈવ આરોપીએ ગાયબ કરી

Conversion Case : આરોપી મોહંમદ હુસેન મન્સૂરીને સાથે રાખી SIT દ્વારા આફમી ટ્રસ્ટની ઓફિસ, મુસ્લિમ મેડિકલ સેન્ટર અને મોહંમદ હુસેન મન્સૂરીના નિવાસે પણ તપાસ કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 2:06 PM

VADODARA : ઉત્તરપ્રદેશના ચકચારી ધર્માંતરણ કેસનું કનેક્શન વડોદરામાં પણ નીકળ્યું છે અને આ માટે આફમી ચેરીટેબલ ટ્રસ્ટની હવાલાકાંડ અને ધર્માંતરણ અંગેની તપાસ વડોદરા SOG અને SITની ટીમ કરી રહી છે.
મુસ્લિમ મેડિકલ સેન્ટરના સુપરવાઇઝર સુપરવાઇઝર મોહંમદ હુસેન મન્સૂરીને સાથે રાખી SITએ તાપસ કરી છે જેમાં મોટો ખુલાસો થયો છે. ધર્માંતરણ અને હવાલાના પુરાવાવાળી પેનડ્રાઈવ આરોપીએ ગાયબ કરી હોવાનું સામે આવ્યું છે. આ પેનડ્રાઈવમાં ધર્માંતરણ માટેની રકમના પુરાવા હતા.

આરોપી મોહંમદ હુસેન મન્સૂરીને સાથે રાખી SIT દ્વારા અલગ અલગ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.
આફમી ટ્રસ્ટની ઓફિસ, મુસ્લિમ મેડિકલ સેન્ટર અને મોહંમદ હુસેન મન્સૂરીના નિવાસે પણ તપાસ કરવામાં આવી હતી.
મોહંમદ હુસેન મન્સૂરીના નિવાસ નજીક નાળામાં ફાયરબ્રિગેડની મદદથી પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી મોહંમદ હુસેન મન્સૂરીમહત્વના દસ્તાવેજી પુરાવા ધરાવતી પેનડ્રાઈવ નાળામાં ફેંકી હોવાની આશંકાએ તપાસ કરવામાં આવી છે.

હવાલાકાંડ અને ધર્માંતરણ અંગેની તપાસ માટે વડોદરા SOG પી.આઈ, ની આગેવાની હેઠળ વધુ એક ટિમ ઉત્તરપ્રદેશ રવાના કરવામાં આવી છે, તો સાથે જ ભુજ સહિતના વિસ્તારોમાં બનવવામાં આવેલી મસ્જિદો અંગેની તપાસ માટે પણ વધુ એક ટીમ મોકલવામાં આવી છે.

ઉત્તરપ્રદેશના ધર્માંતરણ કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આફમી ટ્રસ્ટની તપાસ કરી રહેલી વડોદરાની SOGની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.તપાસમાં ખુલ્યું હતું કે આફમી ટ્રસ્ટને મળેલી 7.27 કરોડની રકમનો ઉપયોગ 100 કરતા વધુ મસ્જિદો બનાવવામાં થયો હતો.જેમાં ગુજરાત સહિત ઉત્તરપ્રદેશ, રાજસ્થાન જેવા 5 રાજ્યોનો સમાવેશ થાય છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">