આ ચોર માત્ર મજા માટે કરતો હતો બાઈક ચોરી! પેટ્રોલ પુરૂ થતા જ ચોરેલી બાઈક છોડી દેતો, જાણો સમગ્ર કિસ્સો
તે મજબૂરી માટે કે પૈસા માટે ચોરી કરતો ન હતો. તે બાઇક ચોરી કરતો હતો શહેરમાં ફરતો હતો. જ્યારે બાઇકમાં પેટ્રોલ ખલાસ થઇ જતું ત્યારે તે બાઇકને ત્યાં જ મૂકીને જતો રહેતો હતો.
Mumbai: તે મજબૂરી માટે કે પૈસા માટે ચોરી કરતો ન હતો. તે બાઇક ચોરી કરતો હતો શહેરમાં ફરતો હતો. જ્યારે બાઇકમાં પેટ્રોલ ખલાસ થઇ જતું ત્યારે તે બાઇકને ત્યાં જ મૂકીને જતો રહેતો હતો. આ મોજ-મસ્તી કરતા બાઇક ચોરની ચોરી પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તે માત્ર પોતાના શોખ પૂરા કરવા માટે ચોરી કરતો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈને અડીને આવેલા ઉલ્હાસનગરમાં બાઇક ચોરીની ઘટનાઓ વધી છે. ચોરીની આ ઘટનાઓને રોકવા માટે પોલીસે થોડા દિવસો પહેલા તપાસ શરૂ કરી હતી. આખરે એક બાઇક ચોર પોલીસના હાથમાં આવ્યો. જ્યારે પોલીસને બાઇક ચોરી પાછળનું કારણ જાણવા મળ્યું ત્યારે પોલીસ માટે પણ તે અલગ બાબત લાગી. આ બાઇક ચોરે પોલીસને જણાવ્યું કે, તેણે અત્યાર સુધીમાં 4 બાઇક ચોરી છે.
ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનના સરહદી વિસ્તારમાં બાઇક અને મોબાઇલ ચોરીના બનાવો વધી રહ્યા હતા. જ્યારે ચોરીના બનાવો ખૂબ ઝડપથી વધવા લાગ્યા ત્યારે પોલીસ ચોરોની પાછળ પડી ગઈ. આ સંબંધમાં એક નાનો ચોર પોલીસની કસ્ટડીમાં આવ્યો હતો. આ ચોર માત્ર મોજ મજા કરવા માટે બાઇક ચોરી કરતો હતો. ચોરાયેલી બાઇક પર શહેરભરમાં મુસાફરી કરવા માટે વપરતો હતો. જ્યાં તે બાઇકમાં પેટ્રોલ ખતમ થતું હતું, ત્યાં આ ચોર તે બાઇક છોડીને જતો રહેતો હતો.
એ જ રીતે આ ચોરે અત્યાર સુધીમાં ચાર બાઇક ચોરી અને તેમાંથી ત્રણને અલગ અલગ જગ્યાએ છોડી દીધી. તેની પાસેથી એક બાઇક મળી આવી છે. તેણે પોલીસને તે જગ્યાઓ વિશે જાણ કરી છે જ્યાં તેણે બાકીની ત્રણ બાઇક છોડી છે. આ બાઇક ચોરે પોલીસને જણાવ્યું છે કે, તેની પાસે બાઇક ખરીદવાના પૈસા નથી.
એટલા માટે તે બાઇક ચોરી કરે છે અને બાઇક રાઇડિંગનો શોખ પૂરો કરે છે. પછી પેટ્રોલ ખતમ થઈ ગયા પછી તે તે બાઇકોને પોતાની સાથે રાખતો નથી. જ્યાં પેટ્રોલ પૂરું થાય છે, ત્યાં બાઇક છોડે છે. આ ચોરને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો છે. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક રાજેન્દ્ર કદમે આ માહિતી આપી છે.