સુરતનાં ગ્રીષ્મા હત્યાકાંડનું પુનરાવર્તન? પૂર્વ પતીએ યુવતીને માર્યા છરીના ઘા, હત્યાનો પ્રયાસ કરી થયો ફરાર
અમદાવાદમાં યુવતીએ છૂટાછેડા આપી દેતા ફરીથી ઘર વસાવવા માટે દબાણ કરીને પૂર્વ પતિએ જાહેરમાં જ યુવતીને પેટના અને ગળાના ભાગે છરીના ઘા માર્યા હોવાની ઘટના સામે આવી છે. તેવામાં આ મામલે આનંદનગર પોલીસે (Police) હત્યાના પ્રયાસ (Attempted murder) સહિતનો ગુનો દાખલ કરીને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
Ahmedabad: આનંદનગર વિસ્તારમાં યુવતીએ છૂટાછેડા આપી દેતા ફરીથી ઘર વસાવવા માટે દબાણ કરીને પૂર્વ પતીએ જાહેરમાં જ યુવતીને પેટના અને ગળાના ભાગે છરીના ઘા માર્યા છે. તેવામાં આ મામલે આનંદનગર પોલીસે (Police) હત્યાના પ્રયાસ (Attempted murder) સહિતનો ગુનો દાખલ કરીને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. કોણ છે આ આરોપી અને શું છે સમગ્ર ધટના જોઈએ આ અહેવાલમાં.
સુરતમાં જાહેરમાં થયેલી ગ્રીષ્મા હત્યાકાંડની ધટનાનાં ઘેરા પ્રત્યાધાત હજુ સુધી જોવા મળી રહ્યા છે તેવામાં અમદાવાદનાં તેજ પ્રકારની ધટના પોલીસ ચોંપડે નોંધાઈ છે. જેમાં શહેરના મલાવ તળાવ નજીક રહેતી અને જોધપુર ગામમાં એક દુકાનમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી યુવતીના પતિના મૃત્યુ બાદ તેના લગ્ન જાન્યુઆરી 2022માં નવરંગપુરા ગામમાં રહેતા આકાશ ઠાકોર નામના યુવક સાથે થયા હતા. જો કે આકાશ યુવતીને વારંવાર હેરાન પરેશાન કરતો હોવાથી યુવતીએ તેની સાથે છૂટાછેડા લઈ માતા-પિતા સાથે રહેતી હતી. મંગળવારે સવારે તે નિયત સમય મુજબ નોકરી પર ગઈ હતી. જો કે રાત્રીના સમયે તેના પિતાને ફોન કરીને પૂર્વ પતિ આકાશ ઠાકોરે તેને છરીના ઘા માર્યા હોવાની જાણ કરી હતી.
ધટનાની જાણ થતાં જ યુવતીના પિતા અને પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને યુવતીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આરોપી છુટાછેડા બાદ યુવતીને ફરી ઘર વસાવવા માટે દબાણ કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હોવાનો આરોપ યુવતીના પિતાએ લગાવ્યો છે.
યુવતીના પિતાનાં આક્ષેપ મુજબ આરોપીએ યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી ભગાવી કોર્ટ મેરેજ કર્યાં હતા અને લગ્નનાં એક મહિનાં બાદ જ તેને ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. હાલ તો આ મામલે આનંદનગર પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ આકાશ ઠાકોર સામે ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે. આ ધટનાની ગંભીરતાને લઈને પોલીસે આરોપી ઝડપથી પકડાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: શિક્ષકનો સેવાયજ્ઞ : આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડનાર દીકરીઓને ઘરે ઘરે જઈ આપી રહ્યા છે શિક્ષણ
આ પણ વાંચો: દુબઇ અને અબુધાબીમાં નોકરી કરવાનું તમારું સપનું થશે સાકાર, વિઝા અને નાગરિકતાના નિયમો સરળ બનાવાયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો