શિક્ષકનો સેવાયજ્ઞ : આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડનાર દીકરીઓને ઘરે ઘરે જઈ આપી રહ્યા છે શિક્ષણ
એક તરફ જ્યાં પૈસા(Money ) ખર્ચ્યા વગર દુનિયામાં કોઈ કામ થતું નથી, ત્યાં બીજી તરફ ગુજરાતના સુરત શહેરમાં નરેશ મહેતા જેવા સરકારી શિક્ષકો દીકરીઓને શિક્ષણ આપીને ભણાવે છે. તેઓ પોતાના દમ પર અભિયાનને સાર્થક કરી રહ્યા છે, આ કાર્યના જેટલા પણ વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે.
દેશમાં આર્થિક(Financial ) પરિસ્થિતિ નબળી હોવાના કારણે, બાળકો(Students ) ઘણીવાર તેમનો અભ્યાસ અધૂરો છોડી દે છે. ડ્રોપ આઉટ કરનારા બાળકોમાં છોકરીઓની (Girls ) સંખ્યા વધુ છે. ગુજરાતના સુરતમાં એક એવા શિક્ષક છે, જે શાળા છોડીને ઘરે બેસી જતી છોકરીઓને તેમના માતા-પિતાને મદદ કરવા માટે ભણાવે છે, તેમને પરીક્ષા માટે તૈયાર કરે છે અને છોકરીઓને તેમની મંજિલ સુધી પહોંચવામાં મદદ કરે છે. આ શિક્ષકનું નામ નરેશ કુમાર મહેતા છે જે સુરત મહાનગરપાલિકા સંચાલિત 114 સંત ડોંગરે જી મહારાજ નામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે કામ કરે છે.
શિક્ષક નરેશકુમાર મહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને સાર્થક કરવા માટે 2015 થી કાર્યરત છે. આ ઝુંબેશ અંતર્ગત 512 દીકરીઓ કે જેઓ ભણવા માટે શાળાએ જતી અને પરિવારની આર્થિક નબળાઈના કારણે ભણવાનું છોડી દીધું હતું તેવી દીકરીઓને ઘરે-ઘરે ગ્રુપ બનાવીને ભણાવી હતી. એટલું જ નહીં, બોર્ડની પરીક્ષા આપાવડાવીને પાસ પણ કરાવી.
છેલ્લા 6 વર્ષથી નરેશ કુમાર મહેતા સવારે બાળકોને ભણાવવા માટે સરકારી પ્રાથમિક શાળામાં જાય છે અને બપોર પછી આવી છોકરીઓને ભણાવવાનું શરૂ કરે છે જેઓ ભણવાનું છોડી દે છે અને પોતાના પરિવાર સાથે ઘરે કામમાં લાગી જાય છે. નરેશ ભાઈ મહેતા દીકરીઓને પોતાની મરજી મુજબ ભણાવતા નથી, પરંતુ ભણતી દીકરીઓ અનુસાર જે સમય યોગ્ય હોય તે પ્રમાણે તેઓ દીકરીઓને ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ આપે છે. તેમના દ્વારા ભણેલી ઘણી દીકરીઓ સરકારી નોકરી પણ કરી રહી છે.
નરેશ ભાઈ મહેતા કહે છે કે આજે પણ આપણા સમાજમાં દીકરીઓ અને દીકરાઓ વચ્ચે ભેદભાવ જોવા મળે છે, જ્યારે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય ત્યારે પરિવાર દીકરીઓનું ભણતર અટકાવે છે જ્યારે દીકરાઓનું શિક્ષણ ચાલુ રાખે છે, આવી પરિસ્થિતિમાં દીકરીઓનું શિક્ષણ ખૂબ મહત્વનું છે. જો તે શિક્ષિત હશે તો સમાજ શિક્ષિત થશે. નરેશ ભાઈ મહેતા કોઈ પણ જાતની ફી લીધા વગર ભણાવે છે એટલું જ નહીં, પાઠ્યપુસ્તકો પણ આપે છે અને પરીક્ષા સમયે શાળાએ લઈ જવાની વ્યવસ્થા કરે છે.
સુરતના સરકારી શિક્ષક નરેશ ભાઈ મહેતાનું તેમના ઉમદા કાર્યને કારણે સ્થાનિક વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી વખત સન્માન કરવામાં આવ્યું છે. સુરત શહેરના પૂના ગામ વિસ્તારમાં નરેશ ભાઈ મહેતા એક નાનકડા ઓરડામાં ઘણા બધા સ્કૂલ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ભણાવે છે. આ બધી એ જ દીકરીઓ છે જેઓ પોતાના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે શાળાનું શિક્ષણ અધૂરું છોડીને ઘર આંગણે કમાણી કરી રહી છે. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું છે કે તેમના ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેઓ ભણવાનું છોડીને ઘરના ધંધાકીય કામમાં મદદ કરતી હતી. દીકરીઓની વાત માનીએ તો હવે નરેશભાઈ મહેતા જેવા શિક્ષકો તેમના માટે શ્રેષ્ઠ શિક્ષક છે.
એક તરફ જ્યાં પૈસા ખર્ચ્યા વગર દુનિયામાં કોઈ કામ થતું નથી, ત્યાં બીજી તરફ ગુજરાતના સુરત શહેરમાં નરેશ મહેતા જેવા સરકારી શિક્ષકો દીકરીઓને શિક્ષણ આપીને ભણાવે છે. તેઓ પોતાના દમ પર અભિયાનને સાર્થક કરી રહ્યા છે, આ કાર્યના જેટલા પણ વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે.
આ પણ વાંચો :
Surat : સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના 3700 શિક્ષકો માર્ચના પગારની રાહમાં, એપ્રિલ માસ અડધો વીતી ગયો છતાં પગાર નહીં થતા શિક્ષકોના બજેટ ખોરવાયા
Surat : વારંવાર નાપાસ થતી યુનિવર્સિટી : નવી શિક્ષણ નીતિનો અમલ કર્યો પણ વિદ્યાર્થીઓને રસ નથી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો