સુરત પોલીસની વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી, અત્યાર સુધીમાં 108 ગુના નોંધીને 116 આરોપી ઝડપ્યા
સુરત પોલીસે અત્યાર સુધીમાં 108 ગુના નોંધીને 116 આરોપી ઝડપ્યા છે. ઝોન 5માં વ્યાજ ખોરી કરતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી.
રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે કડક પગલાં લેવાની સૂચના બાદ, સુરતીઓને વ્યાજના ચક્રવ્યૂહમાંથી બહાર કાઢવા માટે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. આજથી જુદા-જુદા વિસ્તારોમાં લોકદરબારનું આયોજન કરાયું છે. જેમાં ACP અને DCP કક્ષાના અધિકારી લોકોની રજૂઆતો સાંભળશે અને યોગ્ય પગલાં લેશે. સુરત પોલીસે અત્યાર સુધીમાં 108 ગુના નોંધીને 116 આરોપી ઝડપ્યા છે. ઝોન 5માં વ્યાજ ખોરી કરતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. રાંદેર વિસ્તારમાં નામચીન રાજન કાલી વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરાઈ. રાંદેર પોલીસે 9 વ્યાજખોરોને ઝડપીને જેલ હવાલે કર્યા છે.
ઉઘરાણીની ક્લિપો મોકલીને વ્યાજખોરો કરે છે હેરાન
તો આ તરફ અડાજણ પોલીસે 7 અને પાલ પોલીસે 3 વ્યાજખોર વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. બીજી તરફ શહેરના અમરોલી, ઉતરાણ, જહાંગીપુરા પોલીસ પણ શરૂ કરશે તપાસ. પોલીસના અભિયાનથી લોકોની ફરિયાદ કરવાની હિંમત વધી છે. ફિલ્મોમાં ગુંડાઓ દ્વારા થતી ઉઘરાણીની ક્લિપ મોકલીને વ્યાજખોરો હેરાન કરી રહ્યા હોવાનુ પણ સામે આવ્યુ છે. તો કોરોનામાં નોકરી ગુમાવનાર ઉધનાના રત્નકલાકાર પાસે કડક ઉઘરાણી કરતા હોવાનુ ખુલ્યુ છે.