AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત પોલીસની દાદાગીરી ! રાહદારીને રોડ પર ઘસડતા લઈ ગઈ પોલીસ, જુઓ VIDEO

બે પોલીસ જવાને એક યુવકને ઝડપી પાડ્યો પરંતુ તેની સાથે જે રીતે વર્તન કર્યું તે દ્રશ્યો જોઇને શરમથી માથુ ઝુકાવી દે તેવું હતું. પોલીસે રાહદરીને રોડ પર ઘસડ્યો હતો જેના સીસીટીવી સામે આવતા આ કામગીરી પર ફીટકાર વરસી રહ્યો છે.

સુરત પોલીસની દાદાગીરી ! રાહદારીને રોડ પર ઘસડતા લઈ ગઈ પોલીસ, જુઓ VIDEO
Surat police video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2023 | 1:57 PM
Share

સુરતના ઉધના વિસ્તારની એક ઘટનાએ પોલીસની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે. ગઇકાલે રાતની ઘટનામાં ઉધના પોલીસની PCR વાન પેટ્રોલિંગ માટે નીકળી હતી, તે સમયે કેટલાક યુવક ડરના લીધે દોડ્યા હતા. જ્યાં બે પોલીસ જવાને એક યુવકને ઝડપી પાડ્યો પરંતુ તેની સાથે જે રીતે વર્તન કર્યું તે દ્રશ્યો જોઇને શરમથી માથુ ઝુકાવી દે તેવું હતું. પોલીસે રાહદરીને રોડ પર ઘસડ્યો હતો જેના સીસીટીવી સામે આવતા આ કામગીરી પર ફીટકાર વરસી રહ્યો છે.

તો બીજી તરફ સુરતના લિંબાયત વિસ્તારમાં ચોરનો ભાઇ ઘંટી ચોર જેવી ઘટના સામે આવી છે. મીઠીખાડી નુરા નજીક કરિયાણાની દુકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. દુકાનનું શટર ઉંચું કરીને ચોર દુકાનમાં ઘુસી ગયો હતો. જયાં તેણે ટેબલના ખાનામાં મુકેલા રોકડ 70 હજાર રૂપિયાની ચોરી કરી હતી. ત્યારે બીજા બે ચોર આ ચોરને ચપ્પુ બતાવીને ચોરીનો માલ સામાન લઈને ફરાર થઈ જાય છે. ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

g clip-path="url(#clip0_868_265)">