Surat: કૅરટેકરના માર બાદ હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાળક થયો ડિસ્ચાર્જ, એક મહિના બાદ ઘરે પરત પહોંચ્યો

Surat: કૅરટેકરના માર બાદ હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાળક થયો ડિસ્ચાર્જ, એક મહિના બાદ ઘરે પરત પહોંચ્યો
Surat: Baby admitted to hospital after being beaten by baby sitter discharged

આ બાળક અગાઉ પણ બે વાર હોસ્પિટલમાં દાખલ રહી ચુક્યો છે. અધુરા માસે જન્મવાને પગલે એક માસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરી ઇન્ફેક્શન થઇ જતા તેને હોસ્પિટલાઇઝ કરવો પડ્યો હતો.

Baldev Suthar

| Edited By: Bipin Prajapati

Mar 06, 2022 | 3:07 PM

સુરત (Surat)માં અડાજણ વિસ્તારમાં એક માસ પહેલા કૅર ટેકર (Baby sitter) આઠ માસના બાળકને પથારીમાં પટકી માર માર્યાની ચકચાકી ઘટના સામે આવી હતી. જે બાદ બાળકને બ્રેઇન હેમરેજ થઇ જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બાળકને એક માસના જીવન અને મૃત્યુના સંઘર્ષ પછી અંતે હોસ્પિટલમાંથી રજા (Discharge) આપવામાં આવી છે. બાળક ઘરે પરત આવતા તેના માતા-પિતા ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.

સુરતના અડાજણ વિસ્તારમાં એક માસ પહેલા એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બાળકને છોડી કામ પર જતા માતા-પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો હતો. રાંદેરમાં હીમીગીરી સોસાયટીમાં રહેતા પરિવારમાં પિતા શિક્ષક તરીકે ફરજ બજાવે છે, જ્યારે માતા પણ ITIમાં ઇન્સ્ટ્રક્ટર છે. બંને વર્કિંગ પેરેન્ટસ હોવાથી પોતાના ટ્વિન્સ બાળકોને એક બાળકોની સંભાળ રાખતી મહિલાના ભરોસે મુકીને કામ પર જતા હતા. ત્રણ માસથી આ કૅર ટેકર તેમણે રાખી હતી. બાળકો ખૂબ રડતા હોવાની ફરિયાદ આસપાસના લોકોએ વાલીને કરી હતી. જે બાદ ટ્વિન્સ બાળકોના માતા-પિતાને શંકા ગઇ હતી. જે પછી તેઓએ પોતાના ઘરમાં CCTV લગાવ્યા હતા.

જો કે માતા-પિતાએ ઘરમાં સીસીટીવી લગાવ્યા બાદ કૅર ટેકર બંને બાળકોને મારતી હોવાનું જાણવા મળ્યુ હતુ. એટલુ જ નહીં કૅર ટેકરે બાળકને પથારીમાં પટકતા તેને બ્રેઇન હેમરેજ થઇ ગયુ હતુ. જે બાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હવે એક મહિનાની સારવાર અંતે બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ બાળક અગાઉ પણ બે વાર હોસ્પિટલમાં દાખલ રહી ચુક્યો છે. અધુરા માસે જન્મવાને પગલે એક માસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરી ઇન્ફેક્શન થઇ જતા તેને હોસ્પિટલાઇઝ કરવો પડ્યો હતો. ફરી બેબીસીટરના મારના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આમ જીવન અને મૃત્યુ વચ્ચે આ બાળકે વારંવાર સંઘર્ષ કરવો પડ્યો છે. હવે તેને હોસ્પિટલમાંથી રજા અપાતા તેના માતા-પિતાએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

એક માસ પહેલાનો TV9નો અહેવાલ

બાળકને માર મારવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થતા લોકોએ આ કૅર ટેકર મહિલાની ઘણી ટીકા પણ કરી હતી. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યુ કે 8 મહિનાના બાળકને મહિલા એક પછી એક થપ્પડ મારે છે,તો પણ બાળક રડવાનું બંધ નથી કરતો તો મહિલા તેનો કાન જોરથી મરોડે છે. બાદમાં તેને પથારીમાં પણ પટકે છે.

મહિલા દ્વારા બાળકને માર મારવાના કારણે બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી બાળકને એક ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. સીસીટીવી જોતા માતા-પિતાને સમગ્ર મામલાની ખબર પડે છે. જેથી 8 માસની બાળકીના માતા-પિતાએ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં આ અંગે મહિલા કૅર ટેકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રાંદેર પોલીસે ફરિયાદના આધારે કેરટેકરની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો-

અમદાવાદની આ જમીન સાણંદના હજારો લોકો માટે બની છે ખજાનો, જાણો દિવસ-રાત ખોદકામ કરી લોકો શું કાઢી રહ્યા છે

આ પણ વાંચો-

Mehsana: ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવોમાં તેજી, ચાર માસમાં જ જીરાનો ભાવ બેગણો થયો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati