Mehsana: ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવોમાં તેજી, ચાર માસમાં જ જીરાનો ભાવ બેગણો થયો

Mehsana: ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવોમાં તેજી, ચાર માસમાં જ જીરાનો ભાવ બેગણો થયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 9:58 AM

હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં 10 હજાર બોરી જીરાની આવક નોંધાઈ રહી છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશના ખેડૂતો પણ ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુ વેંચવા આવી રહ્યા છે. ત્યા

આ વર્ષે જીરાનું વાવેતર કરનાર ખેડૂતો માટે આ પાક સોના સમાન સાબીત થઇ રહ્યો છે. એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડ (Unjha Marketyard)માં જીરાની (Cumin seeds) બજારમાં તેજી જોવા મળી છે. ચાર માસમાં જીરાનો ભાવ બેગણો (Price rise )થઇ ગયો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં જીરામાં હજુ તેજી આવવાની સંભાવના છે.

એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ ઊંઝામાં જીરાના ભાવમાં તેજી જોવા મળતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાર માસમાં જીરાના ભાવ ખૂબ જ ઊંચા આવી ગયા છે. 4 માસ પહેલા જીરાનો ભાવ અઢી હજાર રુપિયા હતો, જ્યારે અત્યારે 4 હજાર રુપિયા સુધી જીરાનો ભાવ પહોંચ્યો છે, એટલે 4 માસમાં જ જીરાના ભાવમાં બે ગણો જેટલો વધારો નોંધાયો છે.

હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં 10 હજાર બોરી જીરાની આવક નોંધાઈ રહી છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશના ખેડૂતો પણ ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુ વેંચવા આવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં પણ જીરામાં તેજી જોવા મળશે તેવું હાલ વેપારીઓ અનુમાન લગાવી રહ્યા છે.

વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે જીરાનું વાવેતર ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવ્યુ છે. જેને લઇને જીરાના ભાવમાં ખૂબ જ તેજી જોવા મળી રહી છે. જો આ જ પ્રમાણે જીરાના ભાવમાં તેજી જળવાઇ રહેશે તો જીરાનું વાવેતર કરનાર ખેડૂતો માટે આ ખેતી સોના સમાન સાબીત થશે.

આ પણ વાંચો-

આજે PSI ભરતીની પ્રિલિમનરી પરીક્ષા, 312 પરીક્ષા કેન્દ્ર પર કડક બંદોબસ્ત ગોઠવાયો

આ પણ વાંચો-

અમદાવાદની આ જમીન સાણંદના હજારો લોકો માટે બની છે ખજાનો, જાણો દિવસ-રાત ખોદકામ કરી લોકો શું કાઢી રહ્યા છે

g clip-path="url(#clip0_868_265)">