અમદાવાદની આ જમીન સાણંદના હજારો લોકો માટે બની છે ખજાનો, જાણો દિવસ-રાત ખોદકામ કરી લોકો શું કાઢી રહ્યા છે

અમદાવાદના ન્યુ રાણીપમાં એક એવો વિસ્તાર આવેલો છે કે જ્યાં દરરોજ હજારોની ભીડ એકઠી થઈ રહી છે. સૌ કોઈ હાથમાં કોદાળી અને પાવડા સાથે જોવા મળી રહ્યા છે. સૌ કોઈના હાથમાં મોટા થેલા કે કોથળા દેખાય છે.

અમદાવાદની આ જમીન સાણંદના હજારો લોકો માટે બની છે ખજાનો, જાણો દિવસ-રાત ખોદકામ કરી લોકો શું કાઢી રહ્યા છે
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 9:33 AM

અમદાવાદ (Ahmedabad)ના ન્યુ રાણીપ (New Ranip)માં છેલ્લા 40 દિવસથી લોકો હજારોની સંખ્યામાં આવે છે અને ખોદકામ (Excavation) કરે છે. આ ખોદકામ દિવસ રાત ચાલી રહ્યું છે. લોકો થેલા ભરી ભરીને જાણે કઈ કિંમતી વસ્તુઓ લઈને જઈ રહ્યા છે. આવી ઘટના સામે આવતા TV9ની ટીમે આ અંગે તપાસ હાથ ધરી હતી. જો કે જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી.

અમદાવાદના ન્યુ રાણીપમાં એક એવો વિસ્તાર આવેલો છે કે જ્યાં દરરોજ હજારોની ભીડ એકઠી થઈ રહી છે. સૌ કોઈ હાથમાં કોદાળી અને પાવડા સાથે જોવા મળી રહ્યા છે. સૌ કોઈના હાથમાં મોટા થેલા કે કોથળા દેખાય છે અને સૌ કોઈ કોથળો ભરી ભરીને પરત ફરતા દેખાય છે. જેને જોઈને સૌ કોઈને જાણવાની ઉત્સુકતા થાય છે કે આખરે અહીં જમીનમાં લોકો શું શોધી રહ્યા છે. આ સમગ્ર હકીકત જાણવા માટે TV9ની ટીમ ન્યુ રાણીપના એ વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં એવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે કોઈ પણ જોઈને ચોંકી જાય. લોકો ઘરના કામકાજ મુકીને બાળકો સહિત આ જમીનમાં ખોદકામ કરી રહ્યા હોવાનું જોવા મળ્યુ.

અમદાવાદની આ જમીન હજારો લોકોને પૈસાની લ્હાણી કરાવનારી સાબિત થઈ છે. અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં જે રેલવે પ્લોટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સોંપી દેવામાં આવ્યો છે. ત્યાં ખુબ જ મોટી માત્રામાં લોખંડ કે ધાતુ મળી આવતા હજારોની સંખ્યામાં લોકો અહીં પહોંચી રહ્યા છે. કોથળામાં લોખંડ ભરી જઈને લોકો બહાર ભંગારમાં વેચીને હજારો કમાઈ રહ્યા છે. આજ કારણ છે કે અહીં લોકો ઝઘડતા પણ જોવા મળે છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મોટી સંખ્યામાં અહીં લોકો ખોદકામ માટે આવતા હોવાનું જોઈને રિક્ષા ચાલકોએ અહીંથી ભાડા બમણાં કરી દીધા છે. અહીં લોકો માટે નાસ્તા-પાણીની દુકાનો રાતોરાત ઉભી થઈ ગઈ છે. પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી ન કરવાનો આક્ષેપ લાગી રહ્યો છે. આ ભીડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં આવનારા મજૂરોને જોતા સ્થાનિક લોકોની ઊંઘ બગડી રહી છે. 40 દિવસથી ખોદકામ કરતા આ લોકો સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે, પરંતુ પોલીસ પણ કોઈ કડક કાર્યવાહી કરી રહી નથી.

પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોવાના કારણે પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. પોલીસ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થવાની રાહ જોઈ રહી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. બીજી તરફ સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો અહીં કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે?

આ પણ વાંચો- PSIની પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ ઝડપાયુ, 2 આરોપીઓ પોલીસ સકંજામાં, આ રીતે પડાવતા હતા પૈસા

આ પણ વાંચો- આજે PSI ભરતીની પ્રિલિમનરી પરીક્ષા, 312 પરીક્ષા કેન્દ્ર પર કડક બંદોબસ્ત ગોઠવાયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">