Rajkot: શરીરસુખનું પ્રલોભન બન્યું પ્રૌઢની મોતનું કારણ! જસદણમાં લૂંટની હત્યાનો ઉકેલાયો ભેદ

Rajkot: શરીરસુખનું પ્રલોભન બન્યું પ્રૌઢની મોતનું કારણ! જસદણમાં લૂંટની હત્યાનો ઉકેલાયો ભેદ
આરોપીઓ- હિતેષ ડોડિયા,આનંદસિંગ કોતવાલ,વિકાસ સ્વામી,નિતેશ, સંદીપ

માવજીભાઈ 30મી જૂને રાત્રે સૂઈ ગયા હોવાથી તેની હત્યા નીપજાવીને તેની પાસે રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી.

Mohit Bhatt

| Edited By: Kunjan Shukal

Jul 05, 2021 | 8:31 PM

ગત 30મી જૂનના રોજ જસદણ (Jasdan) ના દેવપરા ગામે રહેતા અને વૈદ્ય તરીકે ઓળખાતા માવજી વસાણી (Mavji Vasani)ના હાથ પર બાંધેલી હાલતમાં કરાયેલી હત્યાનો ભેદ પોલીસે (Rajkot Police) ઉકેલી નાખ્યો છે. આ હત્યામાં શામેલ બે મહિલા સહિત 7 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસના કહેવા પ્રમાણે મૃતક માવજી વસાણીને શરીરસુખની લાલચ આપીને હનીટ્રેપમાં ફસાવવાનો પ્લાન હતો, જો કે માવજીભાઈ 30મી જૂને રાત્રે સૂઈ ગયા હોવાથી તેની હત્યા નીપજાવીને તેની પાસે રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી.

કેવી રીતે કરી હત્યા?

પોલીસના કહેવા પ્રમાણે આ કેસમાં માસ્ટરમાઈન્ડ મહિલા પુજા ઉર્ફે પુજલી માવજીભાઈ એકલા રહેતા હોવાની વાતથી વાકેફ હતી. માવજીભાઈ બળી ગયેલા લોકોને ખાસ પ્રકારનો મલમ આપતા હતા, તે લેવાના બહાને માવજીભાઈને મળી ચૂકી હતી અને તેની સાથે રાત પણ રોકાય ચૂકી હતી, જેથી માવજીભાઈ પાસે સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા છે તે વાતથી તેઓ વાકેફ હતા. જેથી આ વાત પુજાએ રાજલને કરી અને આ પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવાવો પ્લાન બનાવ્યો.

હનીટ્રેપનો પ્લાન બનાવવા માટે રાજલે તેના પતિ હિતેશને બોલાવ્યો અને હિતેષે મૂળ રાજસ્થાની અને ઘાડના ગુના આચરવાની ટેવવાળા પાંચ શખ્સોને પોતાની સાથે લીધા અને બનાવની રાત્રે આ બંન્ને સ્ત્રીએ પહેલા રેકી કરી હતી. મોટાભાગે માવજીભાઈ મલમ દિવસે જ આપતા હતા એટલે રાત્રે તેની વાડીએ કોઈ જ રહેતું ન હતુ.

જેથી રાત પડતાની સાથે જ બંન્ને સ્ત્રીઓ શરીરસુખનું પ્રલોભન આપવા માટે ત્યાં પહોંચ્યા હતા. જો કે માવજીભાઈ સૂઈ ગયા હોવાથી પુજા અને રાજલે તેની ટોળકીને અન્ય સાથીઓને ત્યાં બોલાવી લીધા અને તેનું ઢીમ ઢાળી દીધું અને ત્યાં રહેલા રોકડા રૂપિયા,સોનાના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા.

સ્થાનિક વ્યક્તિની માહિતી બની મહત્વની કડી

માવજીભાઈ મલમ દિવસના સમયે આપતા હતા અને પોતે એકલવાયુ જીવન જીવતા હતા, જેથી રાત્રીના સમયે થયેલી હિલચાલ શંકા ઉપજાવે તેવી હતી. હત્યાની રાત્રે બે સ્ત્રીઓ માવજીભાઈના ખેતર સુઘી પહોંચી, ત્યારે સ્થાનિક વ્યક્તિએ તેને જોયા હતા બસ આજ કળી પોલીસ માટે મદદરૂપ સાબિત થઈ અને હત્યાનો આ ગુનો ઉકેલાઈ ગયો.

પોલીસના કહેવા પ્રમાણે હિતેષ અને રાજલ વિરુદ્ધ રાજકોટ અને કચ્છમાં હનીટ્રેપના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે રાજસ્થાનની ટોળકી વિરુદ્ધ વાહનચોરી અને મારામારીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે આ ટોળકીનો કોઈ શિકાર બન્યા હોય તો તરત જ પોલીસને જાણ કરવી, જેથી આવા ગુનેગારો સામે પોલીસ કાયદોનો ગાળીયો વધુ મજબૂત કરી શકે.

હત્યામાં શામેલ આરોપીઓ

1. હિતેષ ડોડિયા તેની પત્ની રાજલ ઉર્ફે રાજી ડોડિયા,

2. પુજા ઉર્ફે પુજલી સોલંકી, 3. આનંદસિંગ કોતવાલ,

4. વિકાસ સ્વામી,

5. નિતેશ,

6. સંદીપ

આ પણ વાંચો: Rajkot: બદલી પામેલા અધિક કલેક્ટરને શણગારેલા ગાડામાં વિદાય અપાઇ, ખેડુતોએ અધિકારીનું ઋણ ઉતારવા પ્રયાસ કર્યો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati