રાજા રઘુવંશીની હત્યાની સોપારી તેના જ રૂપિયાથી અપાઈ હતી ! સોનમે હનીમૂનના નામે રાજા પાસેથી લીધા હતા 9 લાખ રૂપિયા
રાજા રઘુવંશીની પત્ની સોનમે તેને હનીમૂન પર જવા માટે 9 લાખ રૂપિયાનો વ્યવહાર કરાવ્યો હતો. આ રકમનો મોટો ભાગ રાજાની હત્યા માટે કોન્ટ્રાક્ટ કિલરને આપવામાં આવ્યો હોવાનો આરોપ છે. એટલે કે, સોનમે રાજાના મૃત્યુનો કોન્ટ્રાક્ટ પણ તેના જ રૂપિયાથી આપ્યો હતો.

ઇન્દોરના રાજા રઘુવંશીની મેઘાલયમાં થયેલ હત્યા કેસમાં સતત નવા નવા ખુલાસાઓ પ્રકાશમાં આવતા, આ કેસને વધુ ભયાનક બનાવી રહ્યા છે. છેલ્લા સામે આવેત તાજી માહિતી અનુસાર રાજાની પત્ની સોનમે તેને હનીમૂન પર જવા માટે 9 લાખ રૂપિયાનો આર્થિક વ્યવહાર કરાવ્યો હતો. આ રકમનો મોટો ભાગ રાજાની હત્યા માટે કોન્ટ્રાક્ટ કિલરને આપવામાં આવ્યો હોવાનો આરોપ છે. એટલે કે, સોનમે રાજાના મોતની સોપારી પણ તેના જ પૈસાથી આપ્યો હતો. એવો આરોપ છે કે સોનમે તેના પ્રેમી રાજ કુશવાહ સાથે મળીને આ હત્યા કરાવી હતી.
હનીમૂનના નામે 9 લાખ રૂપિયા લીધા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શિલોંગમાં હનીમૂન ટ્રીપ પહેલા, સોનમે તેના પતિ રાજા રઘુવંશી પાસેથી કુલ 9 લાખ રૂપિયા લીધા હતા. સોનમે ‘હોટેલ બુકિંગ અને મુસાફરી ખર્ચ’ના નામે આ રકમ માંગી હતી, પરંતુ શંકા છે કે આ રકમનો મોટો ભાગ કોન્ટ્રાક્ટ કિલર્સને ભાડે રાખવામાં આવ્યો હતો.
સોનમે હત્યારાઓ માટે બધી વ્યવસ્થા કરી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનમે સ્થાનિક સ્તરે રાજાની હત્યા કરનાર કોન્ટ્રાક્ટ કિલરના રહેવા, ખાવા અને ફરવા માટેની બધી વ્યવસ્થા કરી લીધી હતી. ટ્રીપ દરમિયાન ખર્ચને લઈને રાજા અને સોનમ વચ્ચે સતત ઝઘડા થતા રહેતા હતા, કારણ કે સોનમ ટૂંકા પ્રવાસોમાં વધુ ખર્ચ કરતી હતી. તેણીએ આ વાત તેના બોયફ્રેન્ડ રાજ કુશવાહાને પણ કહી હતી, જેના પછી કથિત રીતે રાજાને ટૂંક સમયમાં મારી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સોનમનો ચહેરો કેમ બદલાયો
મેઘાલય પોલીસનો દાવો છે કે, સોનમે રાજ કુશવાહાની ધરપકડના સમાચાર મળતા જ ગભરાઈ ગઈ. આ પહેલા તે સતત ચિંતા અને તાણમાં રહેતી હોય તેવુ લાગી રહ્યું છે. ઉપરાંત સતત રઝળપાટને કારણે થાક, અપુરતી ઊંધને કારણે તેનો ચહેરો સાવ નિસ્તેજ થઈ ગયો છે. સોનમે તેના પરિવારનો સંપર્ક કર્યો અને યુપી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ પહેલા, તે સતત ફરાર અને પોલીસની પહોંચની બહાર હતી.
હવે મેઘાલય પોલીસ, સોનમ અને અન્ય આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મારફતે શિલોંગ લઈ જશે, જ્યાં કોર્ટમાંથી તેમના રિમાન્ડ લેવામાં આવશે અને વધુ પૂછપરછ કરવામાં આવશે.
રાજ કુશવાહા કોણ છે?
રાજ કુશવાહા ઉર્ફે રાજુ ઇન્દોરમાં સોનમના પિતાની પ્લાયવુડ ફેક્ટરીમાં કામ કરતો હતો. અહીંથી જ બંને મળ્યા અને પ્રેમ સંબંધમાં પરિવર્તિત થયા. અહેવાલો અનુસાર, સોનમ અને રાજ વચ્ચેનો પ્રેમ સંબંધ રાજા રઘુવંશીની હત્યાનું મૂળ બન્યો છે.
પોલીસને શંકા છે કે સોનમ અને રાજે સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને સોનમ સતત કોન્ટ્રાક્ટ કિલરને રાજાનું લાઇવ લોકેશન મોકલી રહી હતી. આ સાથે, સોનમ અને રાજની લાંબી ફોન વાતચીત પણ તપાસ એજન્સીઓના રડાર પર છે.
પ્રદેશ, દેશ અને વિદેશમાં બનતી ગુનાખોરીને લગતા સમાચાર અંગે આપ અમારા ક્રાઈમ ટોપિક પર ક્લિક કરીને જાણી શકો છો.