પોરબંદર : કુતિયાણાના દેવડા ગામમાં સામુહિક આપઘાત, મહિલાએ બે બાળકો સાથે જીવન ટુંકાવ્યું

દેવડાના કાદનેશ વિસ્તારમાં મહિલાએ બે બાળકો સાથે જીવન ટૂંકાવી લીધું. મહિલાએ કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 10:06 PM

પોરબંદરના (Porbandar) કુતિયાણાના દેવડા ગામે સામુહિક આત્મહત્યાનો (Mass suicide) કિસ્સો સામે આવ્યો છે. દેવડાના કાદનેશ વિસ્તારમાં મહિલાએ (Women) બે બાળકો સાથે જીવન ટૂંકાવી લીધું. મહિલાએ કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી. બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા પરણીતા લીલુબેન કાનાભાઈ મોરી તથા તેનો 2 વર્ષનું બાળક અને દોઢમાસની બાળકીના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પરણીતાએ થોડા દિવસ પહેલા ડિલિવરી કરી હતી જે બાળકી પ્રીમેંચયોર ડિલિવરી હતી. જેમાં સામાન્ય બાબતે ગૃહ ક્લેશ બાબતે લાગી આવતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે. જોકે પોલીસે સમગ્ર મામલે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.

નોંધનીય છેકે રાજયમાં હાલમાં સામુહિક આપઘાતના કિસ્સાઓમાં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે. આ સાથે છેલ્લા કેટલાક દિવસોથી નજીવી બાબતમાં આપઘાતના કેસો વધ્યાં છે. જે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે પોરબંદરમાં બનેલા કિસ્સામાં આપઘાતનું કારણ જાણવા હાલ પોલીસે કવાયત હાથ ધરી છે. અને, એક જનેતાએ કેમ આટલું ક્રુર પગલું ભર્યું છે. તેને લઇને આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો :Vadodara: કમલાનગર તળાવમાં ગંદકીના ઢગલા, ઝાડી-ઝાંખરા અને લીલનું સામ્રાજ્ય, આસપાસના લોકો દુર્ગંધથી પરેશાન

આ પણ વાંચો : અભિષેક બચ્ચને ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ના સ્ટેજ પર ‘કજરા રે’ ગીત પર કર્યો શાનદાર ડાન્સ, જુઓ વાયરલ વિડીયો

Follow Us:
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">