Vadodara: કમલાનગર તળાવમાં ગંદકીના ઢગલા, ઝાડી-ઝાંખરા અને લીલનું સામ્રાજ્ય, આસપાસના લોકો દુર્ગંધથી પરેશાન

કમલાનગર તળાવમાં ગંદકીના ઢગ જામ્યા છે. તળાવમાં ચારે તરફ ઝાડી-ઝાંખરા અને લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ તળાવના ગંદા પાણીની દુર્ગંધથી આસપાસના લોકો હેરાન થઈ ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 8:35 PM

વડોદરા (Vadodara) મહાનગરપાલિકા દ્વારા શહેરના તળાવોના (lakes) બ્યુટીફિકેશન (Beautification) પાછળ કરવામાં આવેલો કરોડો રૂપિયાનો ખર્ચો પાણીમાં ગયો છે. બ્યુટીફિકેશન કરવામાં આવેલા તળાવોમાં લગભગ તમામ તળાવોની હાલત દયનીય બની ગઇ છે. જેમાં કમલાનગર તળાવ (Kamlanagar Lake) માં બ્યુટીફિકેશન ન થતાં લોકોમાં ભારે રોષ છે. તળાવોના બ્યુટીફિકેશનની વાત તો દુર, તળાવોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. જેના કારણે આસપાસના લોકોમાં રોગચાળો ફેલાવાનો ડર ફેલાયો છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા બ્યુટીફિકેશન કરાયેલા તળાવોની જાળવણી થઇ શકતું નથી. મહાનગરપાલિકા હસ્તકના તળાવોના બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ મોટાભાગના તળાવોની સ્થિતિ અત્યંત ખરાબ છે. કમલાનગર તળાવમાં ગંદકીના ઢગ જામ્યા છે. તળાવમાં ચારે તરફ ઝાડી-ઝાંખરા અને લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ તળાવના ગંદા પાણીની દુર્ગંધથી આસપાસના લોકો હેરાન થઈ ગયા છે.

વડોદરા મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ તળાવની ખરા અર્થમાં સફાઈ કરાવીને સ્વચ્છ બનાવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યાં છે. વડોદરામાં તળાવોને કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જો કે વર્ષો વિત્યા છતાં હજુ સુધી કોઇ કામ પૂર્ણ કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ પણ વાંચો-

Jamnagar: કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ CMના આશીર્વાદ લેતા તે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યુ, કરી આ સ્પષ્ટતા

આ પણ વાંચો-

શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીની મોટી જાહેરાત, રાજ્યના પ્રાથમિક શિક્ષકોને આજથી 100 ટકા જિલ્લા ફેરબદલીનો લાભ મળશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">