AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરબી ઝૂલતો પુલ તૂટવાના કેસમાં વધુ એક આરોપીને કોર્ટે આપ્યા જામીન

મોરબીનો ઝૂલતો પુલ તૂટવાના કેસમાં આરોપી અને ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને હાઇકોર્ટે જામીન આપ્યા છે. રાજકોટ અને મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. ઝુલતા પુલ કેસના કુલ 6 આરોપીને જામીન મળ્યા છે.

મોરબી ઝૂલતો પુલ તૂટવાના કેસમાં વધુ એક આરોપીને કોર્ટે આપ્યા જામીન
morbi bridge collapse
Ronak Varma
| Edited By: | Updated on: Nov 03, 2023 | 6:20 PM
Share

મોરબીનો ઝૂલતો પુલ તૂટવાના કેસમાં વધુ એક આરોપીને કોર્ટે જામીન આપ્યા છે. કેસના આરોપી અને ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને હાઇકોર્ટે જામીન આપ્યા છે. રાજકોટ અને મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. ઝુલતા પુલ કેસના કુલ 6 આરોપીને જામીન મળ્યા છે. 3 સુરક્ષાકર્મી, 2 કલાર્ક અને 1 મેનેજરને હાઇકોર્ટે જામીન મુક્ત કર્યા છે. ઝૂલતો પુલ તૂટવાને કારણે 135થી વધુ લોકોના મોત થયા હતા.

ઉલ્લેખનીય છે કે, મોરબી પુલ દુર્ઘટનાને એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે. પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. ઘટનામાં જે કંપનીને ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ અપાયો હતો તે ઓરેવા કંપનીના માલિક આરોપી જયસુખ પટેલ હાલ જેલમાં છે. કેટલાક દિવસ પહેલા જ આ કેસમાં સરકારે હાઈકોર્ટમાં SITનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં દુર્ઘટના માટે ઓરેવા કંપનીને સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવી હતી.

આ કેસના આરોપી અને ઓરેવા કંપની સંચાલક જયસુખ ભલોડિયાએ પણ જામીન અરજી કરી છે. નિયમિત જામીન અરજી સાથે હંગામી જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે. તો ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિજનોએ જામીન ન આપવા કોર્ટમાં રજૂઆત કરી છે. માત્ર નાણાકીય સહાય નહીં, પરંતુ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી માટે પીડિતોએ રજૂઆત કરી છે.

આ પણ વાંચો મોરબી ઝુલતો બ્રિજ દુર્ઘટના : ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલની જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી

હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી દરમિયાન SITએ પણ રિપોર્ટ દાખલ કર્યો છે. SITના રિપોર્ટમાં આ ઘટના પાછળ ઓરેવા કંપની સંચાલકોની બેદરકારી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઝૂલતો પુલ તૂટવાને કારણે 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
10 ગીગાવોટ ઉત્પાદનનું અમારુ લક્ષ્યાંક : ડૉ. ફારૂક પટેલ
10 ગીગાવોટ ઉત્પાદનનું અમારુ લક્ષ્યાંક : ડૉ. ફારૂક પટેલ
મોહન ભાગવત બે દિવસીય ગુજરાત મુલાકાતે
મોહન ભાગવત બે દિવસીય ગુજરાત મુલાકાતે
બે દિવસમાં એક જ સોસાયટીમાં લિફ્ટમાં ફસાવાના બે બનાવ
બે દિવસમાં એક જ સોસાયટીમાં લિફ્ટમાં ફસાવાના બે બનાવ
અમદાવાદમાં મોડી રાત્રે 3 ફેક્ટરીમાં લાગી આગ,એક ઘટનામા 2 વ્યક્તિ દાઝ્યા
અમદાવાદમાં મોડી રાત્રે 3 ફેક્ટરીમાં લાગી આગ,એક ઘટનામા 2 વ્યક્તિ દાઝ્યા
g clip-path="url(#clip0_868_265)">