ગેંગસ્ટર સુરેશ પુજારીની ફિલિપાઈન્સમાં ધરપકડ, મુંબઈ પોલીસ 2007થી તેને શોધતી હતી
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પુજારી વિરુદ્ધ થાણેમાં ખંડણીના ઓછામાં ઓછા 23 કેસ નોંધાયેલા છે. પોલીસે પુજારી સામે લુકઆઉટ નોટિસ જારી કરી હતી અને તેની સામે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી.
ફિલિપાઇન્સમાં ગેંગસ્ટર સુરેશ પુજારીની (Gangster Suresh Pujari )ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (Mumbai Crime Branch,) 2007 થી અનેક ગુનાહિત કેસોમાં પૂજારીને શોધી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચે તેની સામે રેડ કોર્નર નોટિસ (Red Corner Notice) પણ જાહેર કરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે થાણે પોલીસે ગેંગસ્ટર સુરેશ પુજારીને કસ્ટડીમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. મોટાભાગના કેસ પૂજારી સામે થાણેમાં જ નોંધાયેલા છે.
ફિલિપાઈન્સના અખબારમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર, 48 વર્ષીય સુરેશ પુજારીની ફિલિપાઇન્સના પરાંક્વી શહેરના એક રહેણાંક મકાનમાંથી બ્યુરો ઓફ ઈમિગ્રેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અખબારના અહેવાલ અનુસાર, તે ફિલિપાઇન્સમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો અને હવે તેને ફિલિપાઈન્સમાંથી હાંકી કાઢવામાં આવશે. પૂજારીને અમેરિકાએ ભાગેડુ ગુનેગાર પણ જાહેર કર્યો છે. તેથી, એવી સંભાવના છે કે તેને ફિલિપાઇન્સથી અમેરિકા પ્રત્યાર્પિત કરવામાં આવે.
જોકે મુંબઈ પોલીસે સમગ્ર ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી, ફિલિપાઈન્સના અખબારની વેબસાઈટ પર પોસ્ટ થયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે ઈમિગ્રેશન બ્યુરોએ સુરેશ બસપ્પા પૂજારી (48) ને પરાંક્વી શહેરમાંથી પકડી પાડ્યો છે અને તેને ફિલિપાઈન્સમાંથી હાંકી કાઢવામાં આવશે. તે ફિલિપાઈન્સમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર રીતે રહેતો હતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પુજારી વિરુદ્ધ થાણેમાં ખંડણીના ઓછામાં ઓછા 23 કેસ નોંધાયેલા છે. પોલીસે પુજારી સામે લુકઆઉટ નોટિસ જારી કરી હતી અને તેની સામે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી.
સુરેશ ગેંગસ્ટર રવિ પૂજારીનો નજીકનો સંબંધી છે. જેને બે વર્ષ પહેલા સેનેગલમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ ભારત મોકલવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, રવિ પુજારીથી અલગ થયા બાદ સુરેશ વિદેશ ભાગી ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે જ ગુરુવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ
T20 World Cup 2021: ઓમાનના ઝડપી બોલરે ઝડપ્યો અદ્ભૂત કેચ, બાંગ્લાદેશ સામેની મેચમાં ઝડપેલો કેચ વાયરલ થવા લાગ્યો, જુઓ
આ પણ વાંચોઃ