AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu and Kashmir : આતંકીઓનો ખાત્મો બોલાવવાની તૈયારી, કમાન્ડો, ડ્રોન અને હેલિકોપ્ટર તહેનાત, લોકોને અપીલ – ઘરની બહાર ન નીકળશો

સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભટ્ટા દુરિયા અને તેની આસપાસના વિસ્તારોની મસ્જિદોમાંથી મુનાદી દ્વારા લોકોને ચેતવણી આપીને સતર્ક કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો પૂંછ જિલ્લાના મેંઢરના જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ સામે સ્ટ્રાઈક કરવાની તૈયારી કરી રહ્યા છે.

Jammu and Kashmir : આતંકીઓનો ખાત્મો બોલાવવાની તૈયારી, કમાન્ડો, ડ્રોન અને હેલિકોપ્ટર તહેનાત, લોકોને અપીલ - ઘરની બહાર ન નીકળશો
Preparations for strike on terrorists (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 8:55 AM
Share

આર્મી ચીફ જનરલ એમએમ નરવણેની (MM Naravane) જમ્મુ કાશ્મીરની બે દિવસીય યાત્રા સંપન્ન કરીને, દિલ્હી પરત ફર્યા બાદ સેનાના જવાનોએ ભટ્ટા દુરિયા અને તેની આસપાસના જંગલોમાં છુપાયેલા શંકાસ્પદ આતંકવાદીઓ પર અંતિમ હુમલાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શંકાસ્પદ આતંકવાદીઓ પૂંછ જિલ્લાના મેંઢરના જંગલોમાં છુપાયેલા હોઈ શકે છે. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તેમણે સ્થાનિક ગ્રામજનોને તેમના ઘરે પરત ફરવા અને આતંકવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશન દરમિયાન નાગરિકોને કોઈ નુકસાન ન થાય તે માટે ઘરની અંદર રહેવાની અપીલ કરી છે.

આ અંગે માહિતી આપતાં ગ્રામજનોએ કહ્યું કે મસ્જિદોના લાઉડસ્પીકર્સ દ્વારા કરવામાં આવેલી અપીલમાં તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ જે પણ કામ કરી રહ્યા છે તે છોડીને તરત જ તેમના બાળકો અને પશુઓ સાથે તેમના ઘરે પરત ફરે. આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે સેનાએ જંગલ વિસ્તારોને રાત્રી દરમિયાન પણ પ્રકાશિત કરવા માટે લાઇટયુક્ત બોમ્બ લગાવ્યા છે. આ સાથે પેરા કમાન્ડો, ડ્રોન અને હેલિકોપ્ટર સાથે જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસ અને સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે જેથી કોઈ આતંકવાદી નાસી ન શકે. સૂત્રોએ જણાવ્યું કે ગત શનિવારે સવારથી આતંકીઓ વિશે કશું મળ્યું નથી. ભારતીય સૈનિકો જંગલની અંદર શોધખોળ કરી રહ્યા છે.

લોકોને મસ્જિદોમાંથી મુનાદી દ્વારા અપાઈ ચેતવણી સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભટ્ટા દુરિયા અને તેની આસપાસના વિસ્તારોની મસ્જિદોમાંથી મુનાદી દ્વારા લોકોને ચેતવણી આપીને સતર્ક કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો પૂંછ જિલ્લાના મેંઢરના જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ સામે સ્ટ્રાઈક કરવાની તૈયારી કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોકોએ સૈન્ય અભિયાનને ધ્યાનમાં રાખીને જંગલ વિસ્તારમાં ન જવા અને પોતાના ઢોરને ઘરમાં રાખવા પણ કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ કહ્યું કે જે લોકો બહાર ગયા હતા તેમને પશુઓ સાથે ઘરે પરત ફરવાનું કહેવામાં આવ્યું છે. પૂંચના સુરનકોટ વિસ્તારમાં 11 ઓક્ટોબરથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં જેસીઓ સહિત પાંચ સેનાના જવાનો શહીદ થયા હતા.

સેના પ્રમુખે લીધી જમ્મુ કાશ્મીરની મુલાકાત સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે જમ્મુ ક્ષેત્રની બે દિવસની મુલાકાતે હતા. આ દરમિયાન, ‘વ્હાઈટ નાઈટ કોર્પ્સ’ના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) એ તેમને સુરક્ષા પરિસ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓ વિશે માહિતી આપી. ઉલ્લેખનીય છે કે, રવિવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા બે બિન-સ્થાનિક મજૂરોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને એક ઘાયલ થયો હતો. જમ્મુ-કાશ્મીરમાં 24 કલાકથી ઓછા સમયમાં બિન-સ્થાનિક મજૂરો પર આ ત્રીજો હુમલો હતો.

આ પણ વાંચોઃ Viral : પરીક્ષામાં વિદ્યાર્થીએ આપ્યો એવો જવાબ કે આન્સર શીટ સોશિયલ મીડિયામાં થઇ ગઇ વાયરલ, જોઇને તમારા મગજનું પણ દહીં થઇ જશે

આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
g clip-path="url(#clip0_868_265)">