વીડિયો : વર્લ્ડ કપની ચાલુ મેચમાં મેદાનમાં પ્રવેશનાર ઓસ્ટ્રેલિન યુવક સામે નોંધાયો ગુનો, જાણો યુવાને શું કહ્યું
અમદાવાદમાં 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલા ભારત-ઓસ્ટ્રેલિયા ફાઇનલના મુકાબલા વચ્ચે આ યુવક વેન જોન્સન મેદાનમાં ઘુસી ગયો હતો. યુવકે પોલીસના સ્ટાફને ધક્કો મારીને ગેરકાયદેસર રીતે મેદાનમાં પ્રવેશ કર્યો હતો. આ યુવક બેઠક વ્યવસ્થા આગળ ઉભી કરેલી જાળી કૂદીને સ્ટેડિયમમાં ગયો હતો.

ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ વચ્ચે ફાઈનલમાં મેદાન પર ઘૂસી જનારા ઓસ્ટ્રેલિયાના યુવક સામે ગુનો નોંધાવામાં આવ્યો છે. ચાંદખેડા પોલીસે ઓસ્ટ્રેલિયાના વેન જોન્સનની ધરપકડ કર્યા બાદ તેની સામે ગુનો નોંધ્યો છે. ચાંદખેડા પોલીસ વેન જોન્સનના આજે રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરશે.
ચાંદખેડા પોલીસ મથકે ગુનો નોંધાયો
અમદાવાદમાં 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલા ભારત-ઓસ્ટ્રેલિયા ફાઇનલના મુકાબલા વચ્ચે આ યુવક વેન જોન્સન મેદાનમાં ઘુસી ગયો હતો. યુવકે પોલીસના સ્ટાફને ધક્કો મારીને ગેરકાયદેસર રીતે મેદાનમાં પ્રવેશ કર્યો હતો. આ યુવક બેઠક વ્યવસ્થા આગળ ઉભી કરેલી જાળી કૂદીને સ્ટેડિયમમાં ગયો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયાના વેન જોન્સન વિરુદ્ધ ચાંદખેડા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
FIR filed against man who ran to pitch in ‘Free Palestine’ T-shirt during #WorldCupfinal | #Ahmedabad #Gujarat pic.twitter.com/Do7zPkp1R0
— Tv9 Gujarati (@tv9gujarati) November 20, 2023
આ પણ વાંચો- વીડિયો : શિયાળાની જમાવટ વચ્ચે ગુજરાતમાં પડશે વરસાદ, હવામાનના જાણકાર અંબાલાલ પટેલની આગાહી
યુવકે પોતે વિરાટ કોહલીનો ફેન હોવાનું કહ્યુ
કાલુપુર પોલીસ મથકના પીએસઆઇ ટીઆર અકબરી તેના ફરિયાદી બન્યા છે. સંપૂર્ણ કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. લગભગ સાડા 4 વાગે ગાંધીનગર કોર્ટમાં આરોપીને રજુ કરાશે. બીજી તરફ યુવકે પોતે વિરાટ કોહલીનો ફેન હોવાનું યુવાને નિવેદન આપ્યું છે. જો કે વેન જોન્શન સામે ઓસ્ટ્રેલિયામાં ત્રણ ગુના નોંધાયેલા છે.
જાણો શું હતી સમગ્ર ઘટના
મહત્વનું છે કે ગઇકાલે ચાલુ મેચમાં અચાનક પેલેસ્ટાઈનનો એક સમર્થક મેદાનમાં ઘૂસી આવ્યો હતો. જે પછી મેચને રોકવામાં આવી હતી. આ વ્યક્તિને મેદાનમાં ઘુસી આવતા જોઇને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે વિરાટે તરત જ પોતાની જાતને તેનાથી અળગો કરી દીધો હતો.
આ યુવકની ટી શર્ટ પર બોમ્બીન પેલેસ્ટાઇન લખેલુ હતુ. તેની ટી શર્ટ પર ફ્રી પેલેસ્ટાઇન લખેલુ પણ જોવા મળ્યુ હતુ. તેણે અચાનક આવીને વિરાટ કોહલીના ખભે હાથ મુક્યો હતો. જો કે અચાનક સ્ટેડિયમના કર્મચારીઓએ આવીને આ વ્યક્તિને ત્યાંથી લઇ ગયા હતા.