Maharashtra : અનિલ દેશમુખ કેસમાં ED ની કાર્યવાહી તેજ, ભૂતપૂર્વ ગૃહમંત્રીને શોધવા માટે CBI પાસે માંગી મદદ

ED એ અનિલ દેશમુખને શોધવા માટે CBI પાસેથી મદદ માંગી છે. ઉલ્લેખનીય છે કે, અનિલ દેશમુખને વારંવાર સમન્સ આપવા છતાં ED પૂછપરછ માટે હાજર ન થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

Maharashtra : અનિલ દેશમુખ કેસમાં ED ની કાર્યવાહી તેજ, ભૂતપૂર્વ ગૃહમંત્રીને શોધવા માટે CBI પાસે માંગી મદદ
Anil Deshmukh (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 4:00 PM

Maharashtra : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ હવે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે કાર્યવાહી તેજ કરી છે. તમને જણાવી દઈએ કે, ભૂતપૂર્વ ગૃહમંત્રી પર 100 કરોડની વસૂલાત અને મની લોન્ડરિંગ કેસનો આરોપ છે. ED એ અનિલ દેશમુખને શોધવા માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ની મદદ માંગી છે. અનિલ દેશમુખને વારંવાર સમન્સ આપવા છતાં ED પૂછપરછ માટે હાજર ન થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

અગાઉ, દેશમુખના વકીલ આનંદ ડાગા અને સીબીઆઈ ઈન્સ્પેક્ટર અભિષેક તિવારીને પણ બે દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. ઈન્સ્પેક્ટર અભિષેક તિવારી પર દેશમુખ સામે તપાસનો રિપોર્ટ લીક કરવાનો આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ ગયા અઠવાડિયે બંનેની ધરપકડ કરી હતી. મહત્વપૂર્ણ છે કે, તિવારી દેશમુખના વકીલ ડાગાના સંપર્કમાં હતા અને તેમણે સીબીઆઈ રિપોર્ટ સંબંધિત માહિતી લીક કરી હતી.

વારંવાર સમન્સ આપવા છતાં અનિલ દેશમુખ ED ઓફિસમાં પૂછપરછ માટે હાજર થયા નથી

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

અનેક વાર સમન્સ આપવા છતાં અનિલ દેશમુખ ED ઓફિસમાં પૂછપરછ માટે હાજર થયા નથી, ત્યારે મળતી માહિતી મુજબ, દેશમુખને શોધવા માટે ED અને CBI મળીને રાજ્યભરમાં જુદા જુદા સ્થળોએ દરોડા પાડશે. આવી સ્થિતિમાં અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. અગાઉ, ઇડીએ અનિલ દેશમુખ સાથે સંબંધિત નાગપુર અને મુંબઇની આસપાસ 13-14 સ્થળો પર દરોડા પાડ્યા હતા.

કેન્દ્રીય તપાસ એજન્સીઓને અનિલ દેશમુખે સહકાર આપ્યો નથી

મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપતા અનિલ દેશમુખે (Anil Deshmukh) જણાવ્યુ હતુ કે તેઓ CBI અને ED દ્વારા કરવામાં આવેલી તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે, પરંતુ રાજીનામું આપ્યા બાદ તેણે આ તપાસ એજન્સીઓને સહકાર આપ્યો નથી. આરોગ્ય અને કોરોનાને ટાંકીને વારંવાર તેઓ પુછપરછ માટે હાજર થયા નહિ. આ મામલે કેટલીક વાર વકીલને જવાબ મોકલવામાં આવ્યો હતો.

કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે જ કેટલીક વાર હાઇકોર્ટમાં (High Court) તેમના વતી પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટમાં આ કેસ મોકલીને તેણે તપાસ બંધ કરવાની અપીલ કરી હતી.

અનિલ દેશમુખ દ્વારા કરવામાં આવેલ તમામ પ્રયત્નો નિષ્ફળ

આવી સ્થિતિમાં તેને મોકલવામાં આવેલા સમન્સનો જવાબ મળ્યો કે તેણે કોર્ટમાં અરજી કરી છે. પરંતુ દેશમુખ દ્વારા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં તેમની ધરપકડ સામે કરવામાં આવેલા તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે દેશમુખની દલીલને ફગાવી દીધી છે. ત્યારે હાલ ED દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Maharashtra Rain : મુંબઈમાં ભારે વરસાદની આગાહી, કોંકણ સહિત પશ્ચિમ મહારાષ્ટ્ર માટે જાહેર કરાયુ ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો: Maharashtra : થાણેના અંબરનાથમાં ઓટો રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">