AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Rain : મુંબઈમાં ભારે વરસાદની આગાહી, કોંકણ સહિત પશ્ચિમ મહારાષ્ટ્ર માટે જાહેર કરાયુ ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગીરી, પુણે, સતારા અને કોલ્હાપુર વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Maharashtra Rain : મુંબઈમાં ભારે વરસાદની આગાહી, કોંકણ સહિત પશ્ચિમ મહારાષ્ટ્ર માટે જાહેર કરાયુ ઓરેન્જ એલર્ટ
Heavy rains forecast in Mumbai
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 1:46 PM
Share

Maharashtra Rain : ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ સોમવારે મુંબઈમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આગાહીને પગલે હવામાન વિભાગે મુંબઈ, સિંધુદુર્ગ, નાસિક, ધુલે, નંદુરબાર, જલગાંવ, બીડ, જાલના, પરભણી, હિંગોલી, નાંદેડ, વાશીમ,અકોલા, યવતમાલ, વર્ધા, નાગપુર, અમરાવતી, ગોંડિયા, ભંડારા, ગઢચિરોલી જિલ્લાઓ માટે યેલો એલર્ટ જારી કર્યું છે.

ઉપરાંત ઉત્તર મહારાષ્ટ્ર, મરાઠાવાડા અને વિદર્ભ જિલ્લાઓ માટે પણ યેલો એલર્ટ (Yellow Alert) જાહેર કરવામાં આવ્યુ છે. ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે (Indian Metrological Department) આ વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગીરી, પુણે, સતારા અને કોલ્હાપુર વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. જ્યારે મુંબઈ, સિંધુદુર્ગ, નાસિક, ધુલે, નંદુરબાર, જલગાંવ, બીડ, જાલના, પરભણી, હિંગોલી, નાંદેડ, વાશીમ, અકોલા, યવતમાલ, વર્ધા, નાગપુર, અમરાવતી, ગોંડિયા, ભંડારા, ગઢચિરોલી જિલ્લાઓ માટે યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

થાણે, વસઈ-વિરારના ઘણા વિસ્તારોમાં ભરાયા પાણી

થાણે અને વસઈ-વિરાર વિસ્તારમાં મધ્યરાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. અવિરત વરસાદને પગલે આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે લોકોએ હાલ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે.

ઉપરાંત નાસિક (Nasik District) જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પણ ભારે વરસાદને પગલે સાતથી આઠ કિલોમીટર સુધી ટ્રાફિક જોવા મળ્યો હતો. અવિરત વરસાદને પગલે ગંગપુર ડેમમાંથી 500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેને લઈને આસપાસના વિસ્તારોના લોકોને ચેતવણી આપવામાં આવી છે.

આગામી 3-4 દિવસ સુધી યથાવત રહેશે મેઘસવારી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યભરમાં આગામી 3-4 દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરને (Law Pressure) કારણે વરસાદની તીવ્રતા વધશે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના અનેક શહેરોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: Maharashtra : થાણેના અંબરનાથમાં ઓટો રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત

આ પણ વાંચો: CCTV Video: મુંબઈ લોકલ ટ્રેન સામે અચાનક એક મહિલા ઊભી રહી, મોટરમેને રોકી ચાલતી ટ્રેન, જુઓ વિડીયો

g clip-path="url(#clip0_868_265)">