ભાવનગરના સિનિયર સિટીઝન સાથે અમદાવાદના બ્રોકર દંપત્તિની ઠગાઇ, નકલી બ્રોશર બતાવી પડાવ્યા 29 લાખ

સસ્તા ભાવે સારી દુકાન અપાવવાની લાલચ આપી ટુકડે ટુકડે 29 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે 1 વર્ષ ઉપર થઈ જતા પ્રોજેક્ટ વિશે કોઈ માહિતી ના આપી આરોપી દંપતી વારંવાર બહાના બનાવતા હતા.

ભાવનગરના સિનિયર સિટીઝન સાથે અમદાવાદના બ્રોકર દંપત્તિની ઠગાઇ, નકલી બ્રોશર બતાવી પડાવ્યા 29 લાખ
The couple swindled Rs 29 lakh by showing fake brochures
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 8:09 PM

ભાવનગરમાં રહેતા એક સિનિયર સિટીઝન સાથે અમદાવાદના બ્રોકર દંપત્તીએ વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરતા દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સોલા હાઇકોર્ટે પોલીસે ફરિયાદના આધારે આરોપી બ્રોકર આલોક જોશીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી આલોક જોશીની પત્નિ પંખીની જોષીની પણ ગુનામાં સંડોવણી સામે આવી છે. આ દંપતી એસ.જી હાઈવે પર આવેલ ગણેશ મેરિડીયનમાં સિગનીસ રિયલ્ટી નામની ઓફિસ રાખીને બ્રોકર તરીકે વ્યવસાય ચલાવતા હતા.

મળતી માહિતી પ્રમાણે,  ફરિયાદીએ દુકાન લેવા માટે આરોપી દંપતીનો સંપર્ક કર્યો ત્યારે આરોપીઓએ ફરિયાદીને ચાંદખેડામાં પાશ્વ ઇન્ફ્રા પ્રા.લી નામનો નવો પ્રોજેક્ટ લોન્ચ થવાનો છે અને તેમાં સસ્તા ભાવે સારી દુકાન અપાવવાની લાલચ આપી ટુકડે ટુકડે 29 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે 1 વર્ષ ઉપર થઈ જતા પ્રોજેક્ટ વિશે કોઈ માહિતી ના આપી આરોપી દંપતી વારંવાર બહાના બનાવતા હતા.

આ અંગે ફરિયાદીને શંકા જતા આ પ્રોજેક્ટ વિશે તપાસ કરી હતી અને આવો કોઈ પ્રોજેક્ટ પડવાનો નથી તેવું જાણવા મળતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પોલીસે ગણતરીના દીવસમાં જ આરોપી બ્રોકરની ધરપકડ કરી છે

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

પોલીસે ફરિયાદ આધારે તપાસ કરતા આરોપી આલોક જોશીની ધરપકડ કરી છે. જોકે આરોપી આલોકની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આરોપીઓ પાશ્વ ઇન્ફ્રા પ્રા.લી નામના નકલી બ્રોશર બનાવી આ પ્રકારની ચીટીંગ આચરી હોવાનું સામે આવ્યું છે.

સાથે જ ફરિયાદીને 29 લાખ પૈકી 9 લાખ રૂપિયા પરત કર્યા હોવાનું આરોપીએ કબલ્યું છે. હવે પોલીસે આ દંપતીએ બીજા કોઈ સાથે આવા પ્રકારની ચીટીંગ આચરી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો – મમતા બેનર્જી 21 જુલાઈએ શહીદ દિવસે, બંગાળી વડાપ્રધાનની માંગ કરશે, ગુજરાત સહીત વિવિધ રાજ્યોમાં પ્રસારીત થશે દીદીનું ભાષણ

આ પણ વાંચો – પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂતની દિકરીનું અપહરણ, હાઇએલર્ટ પર ભારતીય મિશન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">