AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : લૂંટેરા દુલ્હાનું કારસ્તાન, પત્નીના દાગીના લઇ દગાબાદ પતિ થયો રફુચક્કર

AHMEDABAD : લૂંટેરી દુલ્હનના અનેક કિસ્સા અત્યાર સુધીમાં તમે સાંભળ્યા હશે. પણ લગ્ન કર્યા બાદ સોના દાગીના કે રૂપિયા લઈને પતિ ફરાર થઇ ગયા હોવાનું કદાચ નહિ સાંભળ્યું હોય. આવો જ એક કિસ્સો સેટેલાઇટ પોલીસ મથકમાં નોંધાયો છે.

AHMEDABAD : લૂંટેરા દુલ્હાનું કારસ્તાન, પત્નીના દાગીના લઇ દગાબાદ પતિ થયો રફુચક્કર
લૂંટેરો દુલ્હો ફરાર
Mihir Soni
| Edited By: | Updated on: Jun 13, 2021 | 8:05 PM
Share

AHMEDABAD : લૂંટેરી દુલ્હનના અનેક કિસ્સા અત્યાર સુધીમાં તમે સાંભળ્યા હશે. પણ લગ્ન કર્યા બાદ સોના દાગીના કે રૂપિયા લઈને પતિ ફરાર થઇ ગયા હોવાનું કદાચ નહિ સાંભળ્યું હોય. આવો જ એક કિસ્સો સેટેલાઇટ પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં પરણિતાએ તેનાં પતિ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે.

ફોટોમાં દેખાતા શખ્સનું નામ છે પ્રભજોત સિંઘ, અને તે પોતાની પત્નીના દાગીના લઇ રફૂચકકર થઈ ગયો છે. આરોપી પતિ પ્રભજોત સિંઘ પહેલા મહિલાને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરી જરૂરિયાતનું નાટક કરીને રૂપિયા અને દાગીના લઈ છૂમંતર થવાની મોડેસ ઓપરેન્ડીથી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. અને પ્રભજોત સિંઘએ પ્રથમ મહિલા સાથે લગ્નનું નાટક કયું હોય તેવું નથી અગાઉ પણ અનેક મહિલા સાથે આવી છેતરપીંડી કરી હોવાનો પરણિત મહિલાએ આક્ષેપ કર્યો છે.

સેટેલાઈટ પોલીસ મથકમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં પતિ પ્રભજોત સિંઘ વિરુદ્ધ આરોપ લગાવ્યો છે કે ફરિયાદીના અગાઉ છૂટાછેડા થયાં હતાં. જે બાદ સેટેલાઈટ વિસ્તારમાં પીજીમાં રહેવા માટે વર્ષ 2008થી આવી. દરમિયાન તેનો સંપર્ક પ્રભજોત સિંઘ સાથે થયો અને ત્રણેક મહિના સુધી વાતચીત કર્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી પ્રભજોત સિંઘએ મહિલાને પોતે કુંવારો હોવાનું જણાવીને તેની સાથે લગ્ન કરવાની તૈયારી બતાવતા બન્ને સહમત થયા. અને જૂન 2015માં આર્ય સમાજમાં તેઓએ લગ્ન કર્યા.

આ લગ્ન બાદ પણ આરોપી પતિ મહિલાને તેના ઘરે લઈને ન હતો જતો. જોકે મહિલાના બચતના રૂપિયા 35 હજાર આપતા તેઓ મકાન ભાડે રાખીને રહેવા લાગ્યા હતા. પણ આરોપી મહિલાને ઘર ખર્ચના રૂપિયા આપવાને બદલે મહિલાના પૈસે તે મોજશોખ કરતો હતો. લગ્નનાં 3 વર્ષ થયાં છતા પણ આરોપી પતિ કમાતો ન હતો. અને ફરિયાદી મહિલા કઈ બોલે તો તેની સાથે મારઝૂડ કરી છોડી દેવાની ધમકી આપતો હતો. આમ આરોપી પતિ મોકો જોઇને પોતાની પત્નીના તિજોરીમાં રહેલ સોના દાગીના અને રોકડ મળી કુલ 4.50 લાખ લઇ રફૂચકકર થઈ ગયો.

આરોપી પતિ પ્રભજોત સિંગ સૈની દાગીના અને રોકડ લઇ ભાંગી ગયા બાદ પત્નીએ પતિ પ્રભજોતની તપાસ કરતા સામે આવ્યું કે આરોપી પતિએ અગાઉ પણ અન્ય બે-ત્રણ યુવતી સાથે પોતે કુંવારો હોવાનું કહીને લગ્ન કર્યા હતા અને રૂપિયા પણ પડાવી ચુક્યો છે. ઉલ્લેખનીય છેકે આરોપી પતિ મૂળ પંજાબનો હોવાથી પત્ની તેનાં પતિને શોધવા માટે વતન પંજાબમાં પણ ગઈ હતી. જ્યાંપણ તેનો કોઇ અત્તોપત્તો લાગ્યો ન હતો. જેથી સેટેલાઈટ પોલીસે મહિલાની ફરિયાદ આધારે વિવિધ દિશામાં આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">