Ahmedabad : ગુજરાત ATSએ 4 ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીની દિલ્હીથી કરી ધરપકડ, ISIના ઈશારે કરતો હતો કામ

ગુજરાત ATS એ 2675 કરોડના 4 ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીની દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપી ISI ના ઈશારે કામ કરતો હતો.

Ahmedabad : ગુજરાત ATSએ 4 ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીની દિલ્હીથી કરી ધરપકડ, ISIના ઈશારે કરતો હતો કામ
Gujarat ATS
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 29, 2021 | 6:05 PM

ગુજરાત ATS એ 2675 કરોડના કુલ 4 ડ્રગ્સ કેસમાં ફરાર આરોપી શાહિદ કાસમ સુમરાની દિલ્હીથી ધરપકડ કરી લીધી છે. સૌથી મોટો ખુલાસો એ છે કે ડ્રગ્સના રૂપિયા નાર્કો ટેરરિઝમમાં ઉપયોગ થતા હોવાની માહિતી સામે આવી છે. આરોપી ISIના ઈશારે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ આરોપી પાકિસ્તાન અને ઈરાન પણ ફરીને આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

શાહિદ કાસમ સુમરાની ગુજરાત ATSએ ધરપકડ કરી અનેક ખુલાસાઓ કર્યા છે. આરોપીની દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે અને તપાસ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત ATS દ્વારા ડ્રગ્સના 2 કેસ કરવામાં આવ્યા હતા. જેમાં એક કેસ 2018 અને એક કેસ 2021માં કરવામાં આવ્યા હતા. જે મામલે પાકિસ્તાની નાગરિક સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને સુમરા ફરાર હતો.

સુમરા દુબઈમાં બેસીને ડ્રગ્સનો કારોબાર ચલાવતો હતો અને તેના ઈશારે ભારતમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું. મહત્વનું છે કે ગુજરાતના 2 કેસ સિવાય NIA અને પંજાબમાં એમ કુલ 4 ડ્રગ્સ સિઝર કેસમાં તેનું નામ ખુલવા પામ્યું હતું. શાહિદ સુમરાની કુલ 2675 કરોડના ડ્રગ્સ કેસમાં સંડોવણી સામે આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મહત્વની વાત એ છે કે સુમરા મૂળ ગુજરાતના કચ્છનો રહેવાસી છે અને જે ISI ના ઈશારે કામ કરતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે ડ્રગની હેરાફેરીના રૂપિયા ટેરર ફન્ડિંગમાં પણ વપરાતા હતા, જે ખુબ જ ગંભીર બાબત છે. સુમરા પાસેથી 5 ફોન, વિદેશી રકમ સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યું છે.

આરોપીનું દાઉદ સાથે કોઈ કનેકશન છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત સુમરા બાંગ્લાદેશથી યુવકોને ઈરાન અને પાકિસ્તાન મોકલતો હતો. ત્યાંથી તે ISI ના અશરફ નામના ઈસમ સાથે સંપર્કમાં આવ્યો હતો. અશરફે પોતાની ઓળખ પાાકિસ્તાન આર્મીના અધિકારી તરીકે આપી હતી. બાદમા નાર્કોટિક્સ અને નાર્કોટેરરીઝમમાં સંંડોવાયો છે.

ATS તપાસ સામે આવ્યુ છે કે આરોપી શાહિદ કાસમ સુમરા શરૂઆતમાં ડ્રગ્સ પેડલર તરીકે ગુજરાતમા ડ્રગ્સ હેરાફેરી કરતો અને 500 કિલો જેટલા ડ્રગ્સ હેરાફેરી કર્યા બાદ પોતે ISIના સંગઠન સાથે કામ કરતો થઈ ગયો હોવાનું સામે આવ્યુ છે. જે બાદ આરોપી સુમરા ગલ્ફ દેશોમાં રહી ડ્રગસનું નેટવર્ક ચલાવતો હતો.

અત્યાર સુધી ચાર કેસમાં 2675 કરોડ ડ્રગ્સ મુખ્ય આરોપી તરીકે સંડોવણી બહાર આવી છે જો કે તેની સાથે અન્ય કેટલા આરોપી મારફતે કારોબાર ચાલતો તે દિશામાં આરોપી રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે. સુમરાની પુછપરછમાં સામે આવ્યુ કે ડ્રગ્સના સપ્લાયર તરીકે પાકિસ્તાનના હાજી હમીદનું નામ કબુલ્યુ છે.

ઉપરાંત સુમરા ગેરકાયદે પાકિસ્તાન અને ઈરાન પણ ગયો હતો. જે અંગે તપાસ કરવામા આવી રહી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આરોપી દિલ્હી આવ્યા બાદ ક્યાં જવાનો હતો? શુ આરોપી કોઈ અન્ય દેશમાં ફરાર થવાનો હતો કે પછી ભારતમાં જ રહેવાનો હતો. આટલા વર્ષો બાદ કેમ ભારત આવ્યો તે પણ સવાલ છે. હાલ તે તમામ સવાલોના જવાબ મેળવવા તપાસ કરવામાં આવી રહી છે.

આ  પણ વાંચો  : કોરોના મહામારી વચ્ચે કૃષિ ઉત્પાદનોની નિકાસમાં જોરદાર ઉછાળો, નિકાસમાં ઘઉંએ બનાવ્યો રેકોર્ડ

આ પણ વાંચો : મોદી સરકારનો મેડિકલ શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય, પ્રવેશમાં ઓબીસીને 27 ટકા અને EWS વિધાર્થીઓને 10 ટકા અનામત અપાશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">