કોરોના મહામારી વચ્ચે કૃષિ ઉત્પાદનોની નિકાસમાં જોરદાર ઉછાળો, નિકાસમાં ઘઉંએ બનાવ્યો રેકોર્ડ

કોરોના મહામારી દરમિયાન ચીન અને વિયેટનામે પણ ભારતમાંથી ચોખા ખરીદ્યા હતા. જાણો કયા કૃષિ પેદાશમાં કેટલો નિકાસ વધ્યો છે.

કોરોના મહામારી વચ્ચે કૃષિ ઉત્પાદનોની નિકાસમાં જોરદાર ઉછાળો, નિકાસમાં ઘઉંએ બનાવ્યો રેકોર્ડ
Export of agriculture products
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 2:26 PM

કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન જ્યારે આખા વિશ્વની તમામ પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતી. તે સમયે ભારતના ખેડુતો ખેતરોમાં કામ કરી રહ્યા હતા. તેમની સખત મહેનતને કારણે અનાજ અને બાગાયતી પાકનું ઉત્પાદન ઘટ્યું ના હતું પરંતુ તેમાં વધુ વધારો થયો હતો. બીજી તરફ સરકારે કૃષિ પેદાશોની નિકાસમાં (Export of agriculture products)  વધારો કર્યો હતો. એક પ્રશ્નના જવાબમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (Commerce and Industries)ના રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે કૃષિ નિકાસની સંપૂર્ણ વિગતો લોકસભામાં મૂકી હતી.

પટેલે જણાવ્યું હતું કે કોવિડ -19 મહામારીને કારણે અવરોધ હોવા છતાં પણ કૃષિ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોની નિકાસમાં વર્ષ 2019 – 20 ની તુલનામાં 2020-21 દરમિયાન 17.37 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આસામના ભાજપના સાંસદ દિલીપ સૈકિયા અને હરિયાણાના સોનીપતનાં સાંસદ રમેશચંદ્ર કૌશિકને પૂછ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે કૃષિ પેદાશોના નિકાસ પર પ્રતિકૂળ અસર થઈ છે કે કેમ.

કેટલી વધી નિકાસ

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઘઉંની નિકાસમાં સૌથી વધુ 775.03 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. બિન-બાસમતી ચોખાની નિકાસમાં 136.30 ટકાનો વધારો થયો છે. વનસ્પતિ તેલની નિકાસમાં (Vegetable Oils export ) 254.94 ટકાનો વધારો થયો છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર અન્ય અનાજની નિકાસમાં 238.57 નો વધારો થયો છે. કપાસની નિકાસમાં 79.43 ટકાનો જ્યારે ઓઇલ ફૂડમાં 90.31 ટકાનો વધારો થયો છે.

એક્સપોર્ટ વધારવા માટે શું કર્યું ? પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન વાણિજ્ય વિભાગે કૃષિ નિકાસને સારી રીતે રાખવા માટે અનેક પગલા લીધા છે. આમાં વિવિધ પ્રમાણપત્રોની માન્યતા તેમની સમાપ્તિની તારીખ કરતાં પણ વધારી દેવામાં આવી હતી, નિકાસકારોને પડી રહેલી સમસ્યાઓના નિરાકરણ માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા હતા, નિકાસ માટે નિકાસ નિરીક્ષણ પરિષદ અને અન્ય અધિકારીઓ દ્વારા ઓનલાઇન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

આ સાથે જ નિકાસકારોને પડી રહેલી સમસ્યાઓના સમાધાન માટે રાજ્ય સરકારો અને જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ પ્રયત્નોને લીધે ભારત કોરોના મહામારી દરમિયાન આવેલી મુશ્કેલીઓને દૂર કરવામાં અને કૃષિ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોની નિકાસમાં અસાધારણ વૃદ્ધિ નોંધાવવામાં સક્ષમ છે.

ચીન અને વિયેતનામએ ભારત પાસેથી ખરીદ્યા ચોખા એપિડા સાથે સંકળાયેલ બાસમતી એક્સપોર્ટ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (BEDF) ના પ્રિન્સિપલ વૈજ્ઞાનિક ડો.રિતેશ શર્મા કહે છે કે કોવિડ મહામારી દરમિયાન પણ વિશ્વના સૌથી મોટા ચોખા ઉત્પાદકો ચીન અને વિયેટનામએ પણ ભારતમાંથી ચોખાની આયાત કરે છે. જ્યારે કોરોના વાયરસ સંક્ર્મણ શરૂ થયું ત્યારે એવું માનવામાં આવતું હતું કે તે ચીનના માંસથી ફેલાયું છે.

આવી સ્થિતિમાં, વિશ્વના ઘણા દેશોમાં લોકોનો ટ્રેન્ડ શાકાહારી તરફ હતો. ચોખા પહેલાથી જ વિશ્વમાં એક મહત્વપૂર્ણ ખોરાક છે, તેથી તેની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ પણ વાંચો : UAE જનારા ભારતીયોને હજુ પણ જોવી પડશે રાહ, આ એરલાઇન્સ કંપનીએ ફ્લાઇટસ પર વધારી દીધો પ્રતિબંધ

આ પણ વાંચો : અનેક બિમારીમાં કામ આવે છે સરગવાના પાન, ખેડૂતો ખેતી કરીને કમાઈ શકે છે તગડા પૈસા

g clip-path="url(#clip0_868_265)">