Ahmedabad : એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યું કંઈક આવુ, યુવતીએ ફરિયાદ નોંધાવતા આરોપીની કાળી કરતૂતનો ભાંડો ફુટયો

Crime : આરોપી શૈફ શેખ અને યુવતી BAની પરિક્ષા દરમિયાન એકબીજાના સંપર્કમા આવ્યા હતા અને મોબાઈલ નંબરની આપ-લે કરી હતી.

Ahmedabad : એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યું કંઈક આવુ, યુવતીએ ફરિયાદ નોંધાવતા આરોપીની કાળી કરતૂતનો ભાંડો ફુટયો
Ahmedabad cyber crime police
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: May 16, 2022 | 1:15 PM

Ahmedabad News : એક તરફી પ્રેમમા પાગલ યુવકે પોતાની મહિલા મિત્ર સાથે સંબંધ રાખવા માટે અજાણ્યા નંબર પરથી વોટસએપમા (Whatsapp) અશ્લીલ મેસેજ મોકલ્યા.બાદમાં યુવતીએ સાયબર ક્રાઈમમાં (Cyber Crime)  ફરિયાદ નોંધાવતા આરોપીનો ભાંડો ફુટયો હતો.પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ શૈફ સલીમ જલાલુદ્દીન શેખ છે.જેણે પોતાની જ મિત્રના એક તરફી પ્રેમમા પાગલ થયો અને તેને પામવા અશ્લીલ હરકત કરી.યુવકે અજાણ્યા નંબરથી મહિલા મિત્રને અશ્લીલ મેસેજ મોકલ્યો.જો કે આ મેસેજ જોઈને યુવતી ચોંકી ગઈ અને સાયબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવી.સાયબર ક્રાઈમની ટીમે તપાસ કરતા યુવતીનો મિત્ર જ આરોપી નીકળ્યો. સાયબર ક્રાઈમે હાલ આરોપી શૈફ સલીમની (Saif salim)ધરપકડ કરીને તપાસ તેજ કરી છે.

યુવતીએ ફરિયાદ નોંધાવતા આરોપીની કાળી કરતૂત સામે આવી

આરોપી શૈફ શેખ અને યુવતી BAની પરિક્ષા દરમિયાન એકબીજાના સંપર્કમા આવ્યા હતાઅને મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. બાદમાં બન્ને એકબીજાના મિત્ર બની ગયા હતા.યુવતી પીએચડીમાં(PHD) અભ્યાસ કરતી હોવાથી મિત્રતા તોડીને અભ્યાસમાં લાગી ગઈ હતી. જયારે શૈફ મોબાઈલની દુકાનમા નોકરી કરતો હતો. દોઢ વર્ષ બાદ આરોપી શૈફ સલીમ યુવતીને ફરી મેસેજ કરવા શરૂ કર્યા.જોકે યુવતીને હેરાન કરવા અજાણ્યા નંબરથી વોટસએપમા અશ્લીલ ફોટો મોકલવાનુ શરૂ કર્યુ. જે બાદ યુવતીએ ફરિયાદ નોંધાવતા આરોપીની કાળી કરતૂત સામે આવી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

પકડાયેલ આરોપી શૈફ શેખની પુછપરછ કરતા સામે આવ્યું કે પોતે મોબાઇલની દુકાનમાં (Mobile Shop) નોકરી કરતો હોવાથી એક ડમી નંબર મેળવ્યો જે યુવતીને પરેશાન કરવા ખાસ નવું સીમકાર્ડ(Sim Card)  લીધું હોવાનું કબૂલાત કરી છે.એટલુ જ નહીં યુવતીને પરેશાન કરવા આરોપી એક બે નહિ પણ અનેક અશ્લીલ ફોટો દરરોજ મોકલતો હતો.અશ્લીલ ફોટા મોકલ્યા બાદ એક બે કલાકમાં આરોપી શૈફ સેન્ડ કરેલા ફોટા ડીલીટ કરી દેતો હતો.જેથી પોતે આવા કોઈ ફોટા મોકલ્યા એવા કોઈ પુરાવા રહે નહીં.પરંતુ યુવતીએ એક દિવસ આરોપી શૈફ મોકલેલા ફોટાનો સ્ક્રિન શોર્ટ લઈ લીધા,જે બાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.એક તરફી પ્રેમમાં પાગલ યુવકને પ્રેમ તો ના મળ્યો, પરંતુ હાલ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. સાયબર ક્રાઈમે હાલ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">