Ahmedabad: સોફટવેર એન્જીનીયરની સાયબર ક્રાઈમે કલકત્તાથી ધરપકડ કરી, જાણો શું કર્યા કારસ્તાન ?
આરોપી આદીત્ય ભીમરાજકા મૂળ કલકત્તાનો રહેવાસી છે. આરોપીએ ડિપ્લોમા ઈન સોફટવેર એન્જીનીયરીંગ, ઓરેકલ એન્જીનીયરીંગસ CEPTનો અભ્યાસ કર્યો છે. અને ટેકનીકલી ખૂબ જ હોશીયાર છે.
Ahmedabad: પ્રખ્યાત કુબેજેક્સ સોફટવેરને હેક કરીને વેબસાઈટ પર ઓછા ભાવે વેચાણ કરતા સોફટવેર એન્જીનીયરની (Software engineer)સાયબર ક્રાઈમે (Cyber Crime)કલકત્તાથી ધરપકડ કરી. આરોપી ટેકનીકલ એકસપર્ટ હોવાથી પૈસા કમાવવા સોફટવેર હેક કર્યુ.
પોલીસ કસ્ટડીમાં આવેલા આરોપી આદિત્ય ભીમરાજકાએ પ્રખ્યાત સોફટવેર કુબેજેક્સને હેક કરીને તેને જુદી જુદી વેબસાઈટ પર વેચાણ માટે મુક્યુ હતુ. 6 મહિના પહેલા સોફટવેર કંપની પાસે એક ગ્રાહક સોફટવેર ખરીદી કરવા આવ્યો ત્યારે સોફટવેર કંપનીએ રૂ 4 લાખ કોટેશન મુકયું હતું. ત્યારે આ ગ્રાહકે ઊંચા ભાવે સોફટવેર વેચો છો તેવું જણાવ્યું હતું અને અન્ય વેબસાઈટ પર 15થી 20 હજારમા સોફટવેર મળે છે. આ સોફટવેર કુબેજેક્સની પ્રોડકટ છે. જેનુ લાયસન્સ અને કોપીરાઈટ હોવાથી કોઈ વેચાણ કરી ના શકે,,જેથી ગ્રાહકે ફાઈવર, ટ્વીટર, અને ગુગલમા જુદી જુદી વેબસાઈટ પર સર્ચ કરીને આ પ્રોડકટ વેચાણ માટે મુકયુ હોવાથી કંપનીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા છેતરપીંડી કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી.
કોણે છે ચાલાક સોફ્ટવેર એન્જિનીયર, શું કર્યા છે કાળા કારસ્તાન ?
આરોપી આદીત્ય ભીમરાજકા મૂળ કલકત્તાનો રહેવાસી છે. આરોપીએ ડિપ્લોમા ઈન સોફટવેર એન્જીનીયરીંગ, ઓરેકલ એન્જીનીયરીંગસ CEPTનો અભ્યાસ કર્યો છે. અને ટેકનીકલી ખૂબ જ હોશીયાર છે. જેથી ઓછા સમયમાં પૈસા કમાવવા કુબેજેક્સ સોફટવેરને હેક કરીને વેબસાઈટ પર વેચાણ માટે મુક્યુ હતુ. આરોપીએ સોફટવેર હેક કરીને ચાર વેબસાઈટ જુદા જુદા નામે બનાવીને તેની ઓછી કિમંતમા વેચાણ માટે મુકી હતી. સાયબર ક્રાઈમે આ વેબસાઈટના યુઝરનેમ પાસવર્ડ આરોપી પાસેથી મેળવીને મોબાઈલ અને કોમ્પ્યુટર CPU કબ્જે કર્યુ છે.
સોફટવેરને હેક કરીને તેને વેચાણ માટે મુકીને સોફટવેર કંપની સાથે છેતરપીંડી કરનાર ટેકનીકલ એકસપર્ટ આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આ આરોપીએ અન્ય કોઈ સોફટવેર હેક કર્યુ છે કે અન્ય કોઈ છેતરપિંડી કરી છે કે નહિ તે મુદ્દે આરોપીની વધુ પુછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો : સુરત: પુણા પોલીસ આખી લકઝરી બસને 54 પેસેન્જરો સાથે કેમ લઈ ગઈ પોલીસ સ્ટેશન ? જાણો પેસેન્જરોએ શું કર્યું ?