Ahmedabad : માધુપુરામાં જાહેરમાં પ્રેમિકાની હત્યા કરનાર પાગલ પ્રેમીની ધરપકડ, જાણો હત્યાનું શું છે રહસ્ય ?
છેલ્લા કેટલાય સમયથી આશા તેના પ્રેમી નવીનને અવગણના કરતી હતી. નવીને તેની પ્રેમિકાને મનાવવા અનેક પ્રયત્નો પણ કર્યા. પરંતુ આશા ટશની મશ નહોતી થઈ. આશાએ તેની દિકરુનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે નવીન સાથે વાત કરવાનું બંધ કર્યું.
Ahmedabad : માધુપુરામાં જાહેર રોડ પર પ્રેમિકાની હત્યા (Murder) કરનાર પાગલ પ્રેમીની (Mad lover)ધરપકડ કરાઈ. મૃતક મહિલા અને પ્રેમી નવીન વચ્ચે 13 વર્ષથી પ્રેમસંબંધ હતો. પણ છેલ્લા પાંચ મહિનાથી પરણિત મહિલા નવીન સાથે વાતચીત કરતી ન હતી. જેને લઈ પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દીધી.
સીસીટીવીમાં (CCTV) હત્યાના દ્રશ્યો કેદ થયા હતા. જેમાં સ્પષ્ટ જોઇ શકાતું હતું કે આ દ્રશ્યો અમદાવાદના માધુપુરા (Madhupura)વિસ્તારના છે. જ્યાં પ્રેમમાં પાગલ યુવકે તેની પરિણીત પ્રેમિકાને જાહેરમાં જ રહેંસી નાખી. આરોપી નવીન અને મૃતક આશા બોડાણા વચ્ચે છેલ્લા 13 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે એટલો ગાઢ પ્રેમ સંબંધ હતો કે આરોપીએ તેની પ્રેમિકા આશાના અન્ય વ્યક્તિ સાથે લગ્ન થઈ જતા હજુ સુધી લગ્ન કર્યા નથી. જોકે આશાના લગ્ન પછી પણ બન્ને વચ્ચે પ્રેમસંબંધ યથાવત હતો. થોડા સમય પહેલા જ આશાની દીકરીની સગાઈ થઈ હતી અને આશા અને નવીનના પ્રેમ સંબંધને કારણે તેની દીકરીની સગાઈ તૂટી ન જાય તે માટે આશાએ થોડા સમયથી નવીન સાથે બોલવાનું બંધ કરી દીધુ હતું. જેના આવેશમાં આવીને નવીને જાહેરમાં જ છરી ના ઘા ઝીંકીને આશા બોડાણાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
છેલ્લા કેટલાય સમયથી આશા તેના પ્રેમી નવીનને અવગણના કરતી હતી. નવીને તેની પ્રેમિકાને મનાવવા અનેક પ્રયત્નો પણ કર્યા. પરંતુ આશા ટશની મશ નહોતી થઈ. આશાએ તેની દિકરુનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે નવીન સાથે વાત કરવાનું બંધ કર્યું. જેના કારણે આશાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. આરોપી નવીન છરી વડે હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. જેને ઝડપી પાડવા ઝોન 2 પોલીસે 3 અલગ અલગ ટીમો બનાવી હતી. આરોપીએ પોલીસની પકડથી બચવા માટે તેનો મોબાઈલ ફોન અવાવરૂ જગ્યાએ ફેંકી દીધો હતો. જોકે માધુપુરા પોલીસ માહિતી મળી હતી. જેના આધારે આરોપી નવીનને ભગુડા બગોદરા રોડ પરથી પકડી લીધો. જો કે હત્યા કરવા આરોપી છરી ક્યાંથી લાવ્યો હતો તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી.
આ પણ વાંચો : Surat: ગ્રીષ્મા હત્યા કેસનો આરોપી ફેનીલ કોર્ટમાં બેભાન થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાયો, સ્વસ્થ થતાં ફરી કોર્ટમાં લઈ જવાયો
આ પણ વાંચો : મોદીની ગુજરાત મુલાકાતની તૈયારીઓનો ધમધમાટ શરૂ, ગાંધીનગરમાં બેઠક મળી, અમદાવાદમાં વ્યવસ્થા ગોઠવાઈ